________________
આપ્તવાણી-૬
આ ક્રોધ-માન-માયા-લોભને લઈને સંસાર ઊભો રહ્યો છે. વિષયોને લીધે ઊભો નથી રહ્યો. સંસારનું ‘રૂટ કોઝ’ આ ક્રોધ-માનમાયા-લોભ છે.
૧૮૦
પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભ આવે, તે વખતે પોતે જાગૃત અવસ્થામાં રહે, તો પછી એનો બંધ ના પડે ને?
દાદાશ્રી : જાગૃતિ રહે શી રીતે ? એ પોતે જ આંધળો, તે બીજાને આંધળા બનાવ્યા છે. જ્યાં સુધી અજવાળું ના થાય, સમકિત ના થાય, ત્યાં સુધી જાગૃત કહેવાય નહીં ને ? સમકિત થાય ત્યાર પછી કામ ચાલે. સમકિત ના થાય ત્યાં સુધી સંયમ પણ નથી. વીતરાગોનો કહેલો સંયમ ક્યાંય હોય નહીં, આ તો લૌકિક સંયમ છે.
પ્રશ્નકર્તા : એ સ-રાગ ચારિત્ર છે ?
દાદાશ્રી : સ-રાગ ચારિત્ર તો બહુ ઊંચી વસ્તુ છે, જ્ઞાનીઓ સરાગ ચારિત્રમાં કહેવાય. અને જ્ઞાનીઓ સંપૂર્ણ વીતરાગ થઈ જાય પછી વીતરાગ ચારિત્ર થાય.
સંયમ કોને કહેવાય ? વિષયોના સંયમને ત્યાગ કહ્યો છે. ભગવાને ફક્ત કાયના સંયમને સંયમ કહ્યો છે. કષાયના સંયમને લઈને જ આ છૂટે છે, અસંયમથી તો બંધન છે. વિષયો તો સમકિત થયા પછી પણ હોય, પણ એ વિષયો ગુણસ્થાનક આગળ ચઢવા ના દે, છતાં તેનો વાંધો નથી કહ્યો. કારણ તેથી કરીને કંઈ સમક્તિ જતું રહેતું નથી. ‘દેખત ભૂલી' ટળે તો....
‘અક્રમ વિજ્ઞાન’ શું કહે છે ?
ફર્સ્ટ ક્લાસ હાફુસ કેરી જોવાનો વાંધો નથી, તને સુગંધ આવી તેનોય વાંધો નથી, પણ ભોગવવાની વાત ના કરીશ; જ્ઞાનીઓ પણ કેરીઓને જુએ છે, સોડે છે. એટલે આ વિષયો જે ભોગવાય છે ને, તે ‘વ્યવસ્થિત’ના હિસાબે ભોગવાય છે, એ તો વ્યવસ્થિત’ છે જ ! પણ વગર કામનું બહાર આકર્ષણ થાય તેનો શો અર્થ ? જે કેરીઓ ઘેર
આપ્તવાણી-૬
આવવાની ના હોય, તેની પર પણ આકર્ષણ રહે. બીજે બધે આકર્ષણ થાય એ જોખમ છે બધું. તેનાથી કર્મ બંધાય !
૧૮૧
જોવાનો વાંધો નથી, ભાવનો વાંધો છે. તમને ભોગવવાનો ભાવ થયો કે વાંધો આવ્યો. જોવામાં, સુગંધી સોડવામાં કશો વાંધો નથી. સંસારમાં ‘ખાવ, પીઓ, બધું કરો', પણ આપણને તેના પર ભાવ ઉત્પન્ન ના થવો જોઈએ.
તેથી કૃપાળુદેવે કહ્યું છે કે, ‘દેખત ભૂલી ટળે, તો સર્વ દુઃખોનો ક્ષય થાય.’ દેખે ને ભૂલે તે આ આપણું ‘જ્ઞાન’ આપ્યું છે, પછી દેખત ભૂલી બંધ થઈ જાય છે ! આપણે તો સામી વ્યક્તિમાં ‘શુદ્ધાત્મા’ જ જોઈએ, પછી આપણને બીજો ભાવ કેમ ઉત્પન્ન થાય ? નહીં તો માણસને તો કૂતરાં પરેય રાગ થાય, બહુ સારું રૂપાળું હોય તો એની પર રાગ થાય. આપણે શુદ્ધાત્મા જોઈએ તો રાગ થાય ? એટલે આપણે શુદ્ધાત્મા જ જોવાં. આ દેખત ભૂલી ટળે એવી છે નહીં અને જો ટળે તો સર્વે દુઃખોનો ક્ષય થાય. જો દિવ્યચક્ષુ હોય તો દેખત ભૂલી ટળે, નહીં તો શી રીતે ટળે ?
થાય.
પ્રશ્નકર્તા : ‘દેખત ભૂલી’ ટળે તો શું થાય ?
દાદાશ્રી : ‘દેખત ભૂલી’ ટળે તો સર્વ દુ:ખોનો ક્ષય થાય, મોક્ષ
પ્રશ્નકર્તા : એનો અર્થ એ કે રાગ પણ ના થવો જોઈએ ને ભૂલી જવું જોઈએ ?
દાદાશ્રી : આપણું આ જ્ઞાન એવું છે ને કે રાગ તો થાય એવો જ નથી, પણ આકર્ષણ થાય તે ઘડીએ એના શુદ્ધાત્મા જુઓ તો આકર્ષણ ના થાય. ‘દેખત ભૂલી’ એટલે જોઈએ ને ભૂલ ખાઈએ ! જોયું ના હોય ત્યાં સુધી ભૂલ ના થાય. જ્યાં સુધી આપણે ઓરડામાં બેસી રહ્યા હોઈએ, ત્યાં સુધી કશું ના થાય. પણ લગ્નમાં ગયા ને જોયું કે પછી ભૂલો થાય પાછી. ત્યાં આપણે તો શુદ્ધાત્મા જો જો કરીએ તો બીજો કશો ભાવ ઉત્પન્ન ના થાય ને ભાવ ઉત્પન્ન થઈ ગયો હોય, એના પૂર્વકર્મના ધક્કાથી, તો એનું પ્રતિક્રમણ કરી નાખવું, આ ઉપાય છે. અહીં ઘરમાં