________________
આપ્તવાણી-૬
૧૭૭
[૨૪] અબળાતો શો પુરુષાર્થ ? પ્રશ્નકર્તા : ક્રોધ આવે તો દબાવવો કે કાઢી નાખવાનો ?
દાદાશ્રી : ક્રોધ દબાવ્યો દબાવાય એવી વસ્તુ નથી. એ તો આજે દબાવ્યો, કાલે દબાવ્યો, સ્પ્રિંગને બહુ દબાવીએ તો શું થાય ? એક દહાડો એ આખી ઊછળે. અત્યારે તાત્કાલિક તમે ક્રોધને દબાવો છો તે ઠીક છે, પણ જ્યારે ત્યારે એ નુકસાનકારક છે. ભગવાને શું કહ્યું હતું કે ક્રોધને વિચાર કરીને એનું પૃથક્કરણ કરી નાખો. જો કે વિચાર કરીને કરતા તો ઘણા અવતાર નીકળી જાય. વિચાર કરવાના અવસર પહેલાં તો ક્રોધ થઈ જાય છે. એ તો બહુ જાગૃતિ હોય તો જ ક્રોધ ના થાય, પણ એ જાગૃતિ આપણે અહીં ‘જ્ઞાન' આપીએ છીએ એટલે ઉત્પન્ન થાય છે. પછી ક્રોધમાન-માયા-લોભ એની ‘બાઉન્ડ્રીમાં’ આવી જાય છે. જાગૃતિ ઉત્પન્ન થાય. એટલે તમને ક્રોધ થતાં પહેલાં જ જાગૃતિ આવી જાય અને પૃથક્કરણ થઈ બધું સમજાય કે કોણ ગુનેગાર છે ? આ શી હકીકત બની ? બધું સમજાઈ જાય, પછી ક્રોધ કરે જ નહીં ને ?
ક્રોધ કરવો ને ભીંતમાં માથું પછાડવું, એ બેઉ સરખું છે. એમાં બિલકુલેય ફરક નથી. આ ક્રોધ-માન-માયા-લોભ, એ બધી નબળાઈ કહેવાય, અને એ નબળાઈ જાય તો પરમાત્મા પ્રગટ થાય. નબળાઈ રૂપી આવરણ છે. વળી ‘
પ્રિયુડિસ’ બહુ હોય. એક માણસને માની બેઠા
હોય, તે એવો ને એવો જ આપણને લાગ્યા કરે. આવો કાયમનો એ હોતો નથી. હર સેકંડે ફેરફાર હોય છે. આખું જગત ફેરફારવાળું છે. નિરંતર પરિવર્તન થયા જ કરે છે.
આ નબળાઈ જાતે કાઢવા જશો તો એકુય નહીં જાય. ઊલટી બે વધારે પેસી જશે, માટે જેની નબળાઈ નીકળી ગઈ છે, તેની પાસે જાવ તો ત્યાં તમારો ઉકેલ આવે. સંસારનો ઉકેલ જ ના આવે. આખું જગત ભટક ભટક કરે છે. એનું કારણ જ એ છે કે તરણ તારણહાર પુરુષ મળવો જોઈએ. તમારે તરવું છે એ નક્કી છે ને ?
તિગૂંચ વ્યવહાર એટલે જ સરળ મોક્ષમાર્ગ !
દાદાશ્રી : હવે પેલી જે નબળાઈ ક્રોધ-માન-માયા-લોભ, રાગ-દ્વેષ શું શું કામ કરે છે ? શો પાઠ ભજવે છે ?
પ્રશ્નકર્તા : લે-મેલ કરાવી મેલે. ગુસ્સો થઈ જાય. પછી જાગૃતિ આવે કે આપણે આ ખોટું કર્યું છે. પછી એનું પ્રતિક્રમણ કરવું જરૂરી છે ?
દાદાશ્રી : આપણા ગુસ્સાથી સામાને દુઃખ થયું હોય કે સામાને કંઈ પણ નુકસાન થયું હોય, ત્યારે આપણે ચંદુભાઈને કહેવું કે, “હે ચંદુભાઈ, પ્રતિક્રમણ કરી લો, માફી માગી લો.’ સામો માણસ જો પાંસરો ના હોય, ને એને આપણે પગે લાગીએ ત્યારે એ ઉપરથી આપણને ટપલી મારે કે જુઓ હવે ઠેકાણે આવ્યું !!
મોટા ઠેકાણે લાવનાર આ લોક ! આવા લોકની જોડે ભાંજગડ ઓછી કરી નાખવી. પણ એનો ગુનો તો માફ કરી દેવો જ જોઈએ. એ ગમે તેવા સારા ભાવથી કે ખરાબ ભાવથી તમારી પાસે આવ્યો હોય, પણ એની જોડે કેવું રાખવું એ તમારે જોવાનું. સામાની પ્રકૃતિ વાંકી હોય તો એ વાંકી પ્રકૃતિ જોડે માથાકૂટ નહીં કરવી જોઈએ. પ્રકૃતિનો જ જો એ ચોર હોય, આપણે દસ વર્ષથી એની ચોરી જોતા હોઈએ ને એ આપણને આવીને પગે લાગી જાય તો આપણે એના ઉપર શું વિશ્વાસ મૂકવો ? વિશ્વાસ ના મૂકાય. ચોરી કરે તેને માફી આપણે આપી દઈએ કે તું જા હવે તું છૂટ્યો. અમને તારા માટે મનમાં કંઈ નહીં રહે. પણ એના ઉપર