________________
આપ્તવાણી-૫
૩૫
પ્રશ્નકર્તા : જપ, તપ એ બધાં.
દાદાશ્રી : જ્યાં સુધી સાધ્ય વસ્તુ મળે નહિ, ત્યાં સુધી સાધનોમાં રહેવું જોઈએ. પણ જો ‘જ્ઞાની પુરુષ’ મળે તો કશું જ કરવાની જરૂર નથી. ‘જ્ઞાની પુરુષ’ પોતે જ બધું કરી આપે. અને તે ના મળ્યા હોય તો તમારે કંઈ ને કંઈ કરવું જ જોઈએ. નહીં તો ઊંધો માલ પેસી જાય. શુદ્ધિકરણ ના કરો તો અશુદ્ધિ જ થયા કરે કે ના થયા કરે ? એટલે આપણે રોજ પૂંજો તો વાળવો જ પડે ને ? ‘જ્ઞાની પુરુષ' મળ્યા હોય તો તેમને કહેવું કે સાહેબ, મારો ઉકેલ લાવી આપો. તે ‘જ્ઞાનીપુરુષ’ એક કલાકમાં બધું જ કરી આપે, પછી એમની આજ્ઞામાં ફક્ત રહેવાનું કે ચાલુ લિફટમાં હાથ બહાર કાઢશો નહીં. નહીં તો હાથ કપાઈ જશે. અને આખી લિફટ ઊભી રાખવી પડે. આ તો મોક્ષે જવાની લિફટ છે.
મોક્ષે જવાના બે માર્ગ : એક ‘ક્રમિક’ માર્ગ ને બીજો ‘અક્રમ માર્ગ’. ક્રમિક એટલે ‘સ્ટેપ બાય સ્ટેપ’ પગથિયાં ચઢવાનું ને ‘અક્રમ’ એટલે લિફટમાં ઊંચે જવાનું !
મોક્ષ - ‘અમ' માર્ગ
પ્રશ્નકર્તા : મોક્ષને મેળવવા સીધો રસ્તો નથી ? દાદાશ્રી : તારે વાંકો જોઈએ છે ત્યારે ?
પ્રશ્નકર્તા : વાંકો તો નથી જોઈતો, પણ સીધો નથી મળતો. ‘મોક્ષ મેળવવા માટેનો રસ્તો સહેલો નથી' એમ મારું માનવું છે.
દાદાશ્રી : હા, એ તો બરોબર છે. મોક્ષ માટે બે રસ્તા છે. કાયમનો તો એક જ રસ્તો છે. આ જે અઘરો રસ્તો તમે કહો છો ને તે જ છે. આ તો કો'ક વખત ઇનામી રસ્તો નીકળ્યો છે. તે દસ લાખ વરસે નીકળે છે ! તેમાં જેને ટિકિટ મળી ગઈ તેનું ક્લ્યાણ થઈ ગયું ! આ રસ્તો કાયમને માટે હોતો નથી. આ ‘અક્રમ વિજ્ઞાન’ છે અને પેલું ‘ક્રમ વિજ્ઞાન’ છે. ક્રમ એટલે સ્ટેપ બાય સ્ટેપ. પગથિયે, પગથિયે ચઢીને ઉપર જવાનું ને આ લિફટ છે ! લિફટ તને ગમતી ના હોય તો વાંધો નહીં.
૩૬
આપ્તવાણી-પ
આપણે તને પેલો રસ્તો દેખાડીશું. તારાથી પગથિયાં ચઢવાની શક્તિ છે પછી શું ખોટું છે ? અને લિફટ જેને ગમતી હોય, જેનામાં શક્તિ ના હોય તે લિફટમાં બેસે.
‘જ્ઞાની’ મળે તો મોક્ષ હથેળીમાં છે ને ના મળે તો કરોડો અવતારે ય ઠેકાણું ના પડે !
પ્રશ્નકર્તા : જ્ઞાની પણ સમ્યજ્ઞાની હોવા જોઈએ ને ? એને સાચી સમજણ હોવી જોઈએ ને ?
દાદાશ્રી : હા, સમ્યજ્ઞાન તમને પણ થવું જોઈએ. તો જ મોક્ષ થાય. સમ્યક્દર્શન, સમ્યજ્ઞાન ને સમ્યક્ચારિત્ર બધું જ થાય ત્યારે મોક્ષ થાય. એમ ને એમ મોક્ષ થાય નહીં.
પ્રશ્નકર્તા : અમનેય મોક્ષની વાનગી ચખાડશો ને ?
દાદાશ્રી : હા. ચખાડીશું. બધાંને ચખાડીશું. જેને ચાખવું હોય તેને ચખાડવાનું.
અંતર ભેદાયા વિણ તીપજે તા અંતરદૃષ્ટિ
પ્રશ્નકર્તા : જ્ઞાની પુરુષો એમ કહે છે કે તમારે અંદર જ જોયા કરવાનું છે. એટલે આપણે અંદર શું જોવાનું છે ?
દાદાશ્રી : એ જે કહેલું છે તે સાપેક્ષ વચન છે. જેને આંતરિક જ્ઞાન થયેલું હોય તેણે અંદર જોવાનું અને જેને બાહ્ય જ્ઞાન થયું હોય તેણે બહાર જોવાનું. હવે બાહ્યજ્ઞાન થયેલું હોય અને અંદર જુએ તો શું દેખાય એને ?
પ્રશ્નકર્તા : બહારનું જ દેખાય.
દાદાશ્રી : એટલે મારું કહેવાનું એ છે કે આ જે વચન કહ્યું છે તે સાપેક્ષ વચન છે. જેને અંતરનું કંઈક જ્ઞાન થયેલું છે, અંતરની કંઈક વાત સાંભળી છે, અને અંતર કંઈક ભેદાયું છે તેને અંદર જોવાનું. અને અંતર ભેદાયું ના હોય તો અંદર શું જોશો ?