________________
આપ્તવાણી-પ
૩૪
આપ્તવાણી-પ
દાદાશ્રી : પછી, પૈસાનું શું કરે છે ? પ્રશ્નકર્તા : હું આત્માને ખોળું છું.
દાદાશ્રી : આત્માને કોઈક જ માણસ ખોળી શકે. બધા જીવો કંઈ આત્માને ખોળતા નથી. આ બધા જીવો શું ખોળે છે ? સુખને ખોળે છે. દુ:ખ કોઈ જીવને ગમતું નથી. નાનામાં નાનું જીવડું હોય કે મનુષ્ય હોય કે સ્ત્રી હોય, દુઃખ કોઈને ગમતું નથી. હવે આ બધાને સુખ તો મળે છે પણ કોઈને સંતોષ નથી. એનું શું કારણ હશે ?
આ સુખ એ સાચું સુખ ન હોય. એક વખત સુખ સ્પર્શી ગયું પછી દુ:ખ ક્યારેય પણ ના આવે એનું નામ સુખ કહેવાય. એવું સુખ ખોળે છે ! મનુષ્ય અવતારમાં એને મોક્ષ કહેવાય. પછી કર્મો પૂરાં થાય કે મોક્ષ થઈ ગયો ! પણ પહેલો મોક્ષ અહીં થઈ જ જવો જોઈએ.
કષાય ન થવા જોઈએ. કષાય તને થાય છે કે ? પ્રશ્નકર્તા : થાય છે. દાદાશ્રી : કષાય તને બહુ ગમે છે, ખરું ? પ્રશ્નકર્તા : ગમતા તો નથી, પણ થાય છે.
દાદાશ્રી : કષાય એ જ દુઃખ છે ! આખું જગત કષાયમાં જ પડ્યું છે. લોકોને કષાય ગમતા નથી. પણ છતાંય કષાયોએ એમને ઘેરી લીધા છે. કષાયના તાબામાં જ બધાં આવી ગયાં છે. એટલે એ બિચારાં શું કરે? ગુસ્સો ઘણોય ના કરવો હોય તો પણ થઈ જાય.
તારે સુખ કેવું જોઈએ છે, ‘ટેમ્પરરી’ કે ‘પરમેનન્ટ’? પ્રશ્નકર્તા : બધાયને કાયમનું જોઈએ છે. દાદાશ્રી : છતાં પણ કાયમનું સુખ મળતું નથી, એનું શું કારણ ? પ્રશ્નકર્તા : આપણાં કર્મો એવાં, બીજું શું ? દાદાશ્રી : કર્મો ગમે તેવા હોય પણ આપણને કાયમનું સુખ
આપનાર, દેખાડનાર કોઈ મળ્યા નથી. જે પણ પોતે કાયમનું સુખ ભોગવતા હોય તેમને આપણે કહીએ કે મને રસ્તો દેખાડો તો આપણું કામ થઈ જાય. પણ એવા કોઈ મળ્યા નહીં. દુખિયા ને દુખિયા જ મળ્યા. તે દુઃખ એનું ય ના ગયું ને આપણું ય ના ગયું.
‘જ્ઞાની પુરુષ' એકલા જ કાયમના સુખી હોય. એ મોક્ષમાં જ રહેતા હોય. એમની પાસે જઈએ તો આપણો ઉકેલ આવે. નહીં તો ભટક ભટક કરવાનું છે. આ કાળમાં શાંતિ શી રીતે રહે ? સ્વરૂપનાં જ્ઞાન વગર શાંતિ શી રીતે રહે ? અજ્ઞાન એ જ દુ:ખ છે.
જાપ કોતો ? પ્રશ્નકર્તા : મનની શાંતિ મેળવવા માટે એવો કયો જાપ વધુ કરવો કે જેથી મનની વિશેષ શાંતિ થાય અને ભગવાન તરફ લક્ષ થાય ?
દાદાશ્રી : સ્વરૂપનો જાપ કરે તો થઈ જાય. પ્રશ્નકર્તા : સહજાત્મસ્વરૂપ પરમગુરુ ?
દાદાશ્રી : ના, એ સ્વરૂપનો જાપ નથી. એ ભગવાનની ભક્તિ છે. સ્વરૂપનું એટલે ‘તમે કોણ છો ?” એનો જાપ કરો તો પૂરી શાંતિ મળી જાય. સ્વરૂપનો જાપ કેમ નથી કરતા ?
પ્રશ્નકર્તા : મનમાં ઘણા વખતથી પ્રશ્ન મૂંઝવતો હતો કે કઈ જાતના જાપ કરવાથી શાંતિ મળે ?
દાદાશ્રી : સ્વરૂપના જાપ કરે તો નિરંતર શાંતિ મળે, ચિંતા ના થાય, ઉપાધિ ના થાય. એના માટે ‘જ્ઞાની પુરુષ’ની પાસે કૃપાપાત્ર થવું જોઈએ.
જ્ઞાતી મળ્યા પછી સાધનોની નિરર્થકતા પ્રશ્નકર્તા : અંતઃકરણની શુદ્ધિ માટે જે સાધનો બતાવ્યાં છે, તે કેટલા અંશે જરૂરી છે ?
દાદાશ્રી : કયાં સાધનો ?