________________
આપ્તવાણી-૬
૧૭૧
અને ધંધામાંય ખોટ જાય. એ સ્વાભાવિક છે પણ ધંધાની મરામતમાં ભૂલ ના થવી જોઈએ. તમને કેમ લાગે છે ?
પ્રશ્નકર્તા : બરાબર છે.
[૨૩]. બુદ્ધિશાળી તો કેવો હોય ? પ્રશ્નકર્તા : બુદ્ધિશાળી કોને કહેવાય ?
દાદાશ્રી : જે પોતાના ઘરમાં, ધંધામાં, ગમે ત્યાં ઓછામાં ઓછી અથડામણ ઊભી થાય એ રીતે વ્યવહાર કરે તે બુદ્ધિશાળી કહેવાય.
બાકી સામાને રાજી રાખવા પંડિતાઈ કરે, એ એક જાતનું ઓવરવાઈઝ'પણું છે. બુદ્ધિથી સામાને હેલ્પ થવી જોઈએ.
સવારમાં ચા ને મીઠાઈ આવી. તે આપણે મીઠાઈ ખાઈને પછી ચા પીએ ને પછી બૂમાબૂમ કરીએ કે ચા કેમ મોળી છે ? તો તેને બુદ્ધિશાળી કેમ કહેવાય ? અને વખતેય ચા એમ ને એમ મોળી આવી હોય તોય કેમ બૂમાબૂમ કરાય ? ચાર આનાની ચા માટે બૂમાબૂમ કરી ને ઘરમાં બિચારાં કેટલાંય ફફડી જાય !
બુદ્ધિશાળી તો તેનું નામ કહેવાય કે કોઈ માણસ આપણાથી ફફડે નહીં એવી રીતે બુદ્ધિ વાપરતો હોય. અને જ્યાં બીજા કોઈ ફફડે છે ત્યાં કુબુદ્ધિ છે. એનાથી ભયંકર પાપો બંધાય. એટલે બુદ્ધિના ભાગ તો સમજવા જોઈએ ને ?
આપણે ઘેર કોઈને હેલ્પ થતી ના હોય, મતભેદ ઘટતા ના હોય, તો એ બુદ્ધિને શું પૂળો મૂકવાની ?
દાદાશ્રી : આપણે તો અહીં ચોખવટ કરવા બેઠા છીએ. બરાબર છે એવું કહેવડાવવા માટે નહીં.
પ્રશ્નકર્તા : કોઈ જગ્યાએ કપટ થતું હોય, ઘરમાં કે બહાર તો ફફડાવવા પડે ને ?
દાદાશ્રી : આપણા ફફડાવવાથી જો સામાનું કપટ મટી જતું હોય તો ફફડાવવા જોઈએ, પણ કપટ કાયમ રહેતું હોય તો ફફડાવવાનો કોઈ અર્થ નથી. તમને ફફડાવતાં આવડતું નથી, એમ કરીને તમને જેલમાં ઘાલી દેવા જોઈએ કે, ‘કેમ આમને ફફડાવ્યા ?”
પ્રશ્નકર્તા : ફફડાવવાનું નહીં, તો બીજું શું કરવાનું ? દાદાશ્રી : એ કયે રસ્તે સુધરે એ જોવાનું.
પ્રશ્નકર્તા : આપણી જોડે કોઈ કપટ કરે તો સ્વાભાવિક રીતે એના ઉપર ગુસ્સો તો થઈ જાય ને ?
દાદાશ્રી : પાંચ વાર ગુસ્સે થવાથી એનું કપટ જો જતું રહેતું હોય તો બરાબર છે ને ના જાય તો તમને જેલમાં ઘાલી દેવા જોઈએ. આ દવાથી એને મટતું નથી ! ઊલટું આવી દવા પાઈને એને મારી નાખો છો ?
પ્રશ્નકર્તા: એ માણસ એ જ રીતે ચાલે. પછી એનો ઉપાય શો કરવાનો ?
દાદાશ્રી : આ તમારો ઉપાય એ નુકસાનકારક છે. આ ન હોય ઉપાય. આ તો એક જાતનો ‘ઈગોઈઝમ’ છે. હું આને આમ સુધારું, તેમ સુધારું એ ‘ઇગોઇઝમ' છે. આપણે શું કહેવા માગીએ છીએ કે પહેલો તું સુધર. તમે એકલા જ બગડેલા છો. એ તો સુધરેલા જ છે ! આ તમે