________________
આપ્તવાણી-૬
ચાલજો. માટે ગુરુપણું કરી બેસશો નહીં. અને પેલાના શિષ્ય થઈએ તો અમને શું ફાયદો થાય ? અમે પેલાના જ ગુરુ થઈ બેઠા હોઈએ ! અડચણ આવે તો પૂછવા આવવું પડે !
પ્રશ્નકર્તા : એ બેઠું નહીં દાદા.
૧૫૭
દાદાશ્રી : અમે શિષ્ય થયા એટલે સંબંધ બંધાયો. એટલે ફરી એ અમારી પાસે શિષ્ય થઈને આવશે. અમે શિષ્ય ન થયા હોત તો એ અમારી પાસે આવત નહીં અને લાભ ઉઠાવે નહીં.
સંસાર - પારસ્પરિક સંબંધો
વ્યવહારના સંબંધો વ્યુત સ્વભાવના છે અને તમે અચ્યુત છો. સંસારના સંબંધો ક્યારે ફસકી જાય, તે શું કહેવાય ?
પ્રશ્નકર્તા : એવા જ છે. એવું તો અનુભવમાં આવી ગયું.
દાદાશ્રી : તારે હઉ અનુભવમાં આવી ગયું ? તારાં મમ્મી હઉં ચ્યુત સ્વભાવનાં છે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : સહુ કોઈ સાથે શ્રુત થનારો સંબંધ છે પણ એ તો મનમાં આપણે સમજવાનું, વ્યવહારમાં તો એવું બોલવાનું, ‘મમ્મી, મને તારા વગર ગમતું નથી !'
મમ્મીય બોલે, ‘બાબા, મને તારા વગર ગમતું નથી !' અને મહીં જાણે કે, આ ચ્યુત સ્વભાવના છે. આ બધું ‘ડ્રામેટિક’ છે. તમે મહીં ‘હું શુદ્ધાત્મા છું’ એમ જાણો ને આ ‘ચંદુભાઈ’ના નામનું નાટક ભજવવાનું. આ ડ્રામામાં રાગ-દ્વેષ ના હોય. ડ્રામામાં મારામાર કરે, વઢવઢા કરે, પણ મહીં રાગ-દ્વેષ ના હોય. આ ડ્રામા જે ચાલી રહ્યો છે, એ તો તું ‘રિહર્સલ’ કરીને જ આવેલો છે. તેથી તો અમે ‘વ્યવસ્થિત' છે એમ કહીએ છીએ, નહીં તો ક્યારનોય આ બધું ફેરવી ના નાખે ?
આ દુનિયામાં ડ્રામા કરવાને બદલે લોકો કલેક્ટરની જગ્યા મળી
આપ્તવાણી-૬
હોય તો તે ઘેર પાંસરો બેઠો હોય, પણ ઑફિસની ખુરશીમાં તો આડો થઈ જાય. ઘેર આપણે જઈએ તો, ‘આવો, બેસો કરે' ને ખુરશીમાં હોય તો ઊંચું જુએ પણ નહીં ! ‘શું આ ખુરશી તને કૈડે છે ?’ એ તને ગાંડપણ વળગાડે છે ? ‘હું છું, હું છું’ કરે. ‘અલ્યા, શેમાં છે તું ?” ઘેર તો તને વહુ ટૈડકાવે છે !
કંઈક તો સમજવું જોઈએ ને ? બધા જોડે પારસ્પારિક સંબંધ છે.
જગત એટલે શું ? પરસ્પર સદ્ભાવના ! કલેક્ટર હોય કે પછી નોકર હોય, પણ પરસ્પર સદ્ભાવના હોવી જોઈએ અને ‘હેલ્સિંગ નેચર’ હોવો જોઈએ, ‘ઓબ્લાઈજિંગ' નેચર હોવો જોઈએ !
૧૫૮
܀܀܀܀܀