________________
આપ્તવાણી-૬
૧૪૧
‘તમારે કશું કરવાનું નહીં. તમારે તો નક્કી કરવાનું કે “મારે દાદાની આજ્ઞા પાળવી છે.” અને ના પળાય તોય તેની ચિંતા નહીં કરવાની. તમારે દૃઢ નિશ્ચય કરવાનો કે મારાં સાસુ વઢે છે, તો તેમની જોડે, દેખાય તે પહેલાં જ મનમાં નક્કી કરવું કે “મારે દાદાની આજ્ઞા પાળવી છે અને આમની જોડે ‘સમભાવે નિકાલ કરવો જ છે.' પછી સમભાવે નિકાલ ના થાય, તો તમે જોખમદાર નથી તમે. તમે આજ્ઞા પાળવાના અધિકારી, તમે તમારા નિશ્ચયના અધિકારી છો, એના પરિણામના અધિકારી તમે નથી ? તમારે નિશ્ચય હોવો જોઈએ કે મારે આજ્ઞા પાળવી જ છે. પછી ના પળાય તો તેનો ખેદ તમારે કરવાનો નહીં. પણ હું તમને દેખાડું તે પ્રમાણે પ્રતિક્રમણ કરવાનું. અતિક્રમણ કર્યું માટે પ્રતિક્રમણ કરો. આટલો સરળ, સીધો ને સુગમ માર્ગ છે તેને સમજી લેવાનો છે !
[૧૯] દુઃખ દઈને મોક્ષે ના જવાય પ્રશ્નકર્તા : મનુષ્ય તરીકે આપણો ધર્મ શો છે ?
દાદાશ્રી : કેમ કરીને આ જગતમાં આપણાં મન-વચન-કાયા લોકોને કામ લાગે એ આપણો ધર્મ છે. લોકોનો ધક્કો ખાઈએ, વાણીથી કોઈને સારી સમજણ આપીએ. બુદ્ધિથી સમજણ પાડીએ, કોઈને દુઃખ ના થાય એવું આપણે વલણ રાખીએ, એ આપણો ધર્મ છે. કોઈ જીવને દુ:ખ ના થાય, તેમાં બધા જીવની બાધા ના લેવાય તો મનુષ્ય એકલાની એવી બાધા લેવી જોઈએ. અને મનુષ્યની બાધા લીધી હોય તો બધા જીવની બાધા લેવી જોઈએ કે આ મન-વચન-કાયાથી કોઈ જીવને દુઃખ ના હો. આટલો જ ધર્મ સમજવાનો છે !
આ તો પૈણીને જાય એટલે સાસુ એને દુઃખ દે ને એ સાસુને દુઃખ દે. પછી નર્કગતિ બાંધે. સાસુય સમજી જાય કે છોકરો ખોઈ નાખવો હોય તો પૈણાવવાનો !
તમારા ઓરિયા બધા પૂરા થયા છે ?
પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન લીધા પછી એમ થાય છે કે ગંગાનું જેમ પવિત્ર ઝરણું વહી જાય છે, તેમ આપણે પણ વહી જવું.
દાદાશ્રી : હા, વહી જવું. કોઈને અસર ના થાય, કોઈનેય દુઃખ