________________
આપ્તવાણી-૬
૧૩૯
૧૪)
આપ્તવાણી-૬
કેવળજ્ઞાનની જ તૃષા છે. અમારે હવે બીજી કોઈ તૃષા રહી નથી. ત્યારે આપણે એને કહીએ, “મહીં રહી છે તૃષા, તેની તપાસ તો ઊંડી
કર ?”
ત્યારે કહે, ‘એ તો પ્રકૃતિમાં રહી છે, મારી નથી રહી. પ્રકૃતિમાં તો કોઈને ચાર આની રહી હોય, કોઈને આઠ આની રહી હોય, તો કોઈને બાર આની રહી હોય.”
તો “બાર આનીવાળાને ભગવાન દંડ કરતા હશે ?” ત્યારે કહે, ના, બા તારી જેટલી ખોટ તેટલી તું પૂરી કર.'
હવે પ્રકૃતિ છે ત્યાં સુધી એની બધી ખોટો પૂરી થઈ જ જવાની. જો ડખો નહીં કરો, ડખલ નહીં કરો તો પ્રકૃતિ ખોટ પૂરી કરી દેવાની છે. પ્રકૃતિ પોતાની ખોટ પોતે પૂરી કરે છે. હવે આમાં ‘હું કરું છું' કહે કે ડખો થાય !
“જ્ઞાન” ના લીધું હોય તો પ્રકૃતિનું આખો દહાડો અવળું જ ચાલ્યા કરે. અને હવે તો સવળું જ ચાલ્યા કરે. તું સામાને ચોપડી દઉં, પણ મહીં કહેશે કે “ના, આવું ના કરાય. ચોપડી દેવાનો વિચાર આવ્યો, તેનું પ્રતિક્રમણ કરો.” અને જ્ઞાન પહેલાં તો ચોપડી દઉં ને ઉપરથી કહ્યું કે વધારે આપવા જેવું છે.
એટલે અત્યારે જે મહીં ચાલ્યા કરે છે તે સમક્તિબળ છે ! જબરજસ્ત સમક્તિબળ છે. તે રાત-દા'ડો નિરંતર કામ કર્યા જ કરે !!!
પ્રશ્નકર્તા : એ બધું પ્રજ્ઞા કામ કરે છે ?
દાદાશ્રી : હા, એ પ્રજ્ઞા કામ કરી રહી છે. પ્રજ્ઞા મોક્ષે લઈ જવાને ઘસડી ઘસડીને પણ મોક્ષમાં લઈ જાય.
પ્રશ્નકર્તા : પણ દાદા, પ્રકૃતિનો ફોર્સ ઘણીવાર બહુ આવે છે ? દાદાશ્રી : એ તો જેટલી ભારે પ્રકૃતિ હોય એટલો ફોર્સ વધારે હોય. પ્રશ્નકર્તા : પણ તે વખતે “જ્ઞાન” પણ એટલું જ જોરદાર ચાલે છે.
દાદાશ્રી : હા, ‘જ્ઞાને'ય જોરદાર ચાલે. આ “અક્રમવિજ્ઞાન’ છે, એટલે મારમાર, લડી કરીને પણ ઠેકાણે લાવી દે !
કરારોથી છૂટો દાદાશ્રી : “હું કર્તા છું’ એવું તમને લાગે છે હવે ? પ્રશ્નકર્તા : સ્વપ્નમાંય નહીં.
દાદાશ્રી : શું વાત કરો છો ? કર્તાપણું ગયું એટલે મમતા ગઈ, આપણી પોતાની મમતા ગઈ, પણ પહેલાના કરાર કરેલા તે સામાની મમતા હજુ છે ! સામા લોકો જોડે જે કરાર કરેલા. તે કરાર તો પૂરા કરવા પડશે ને ? “એ” જો છોડી દો તો વાંધો નહીં, પણ હિસાબ ચૂકવ્યા સિવાય કોણ છોડી દે ?
આવો “રીયલ માર્ગ” કોક ફેરો હોય છે. ત્યાં સંપૂર્ણ પદ પ્રાપ્ત થાય ! ત્યાં સ્વતંત્રતા, સચ્ચી આઝાદી મળે ! ભગવાન પણ ઉપરી ના રહે, એવી આઝાદી પ્રાપ્ત થાય ! ! ભલે આ “ઓરત' ઉપરી રહી હશે, તેનો વાંધો નથી, પણ ભગવાન તો ઉપરી ના જ રહેવા જોઈએ ! ‘ઓરત' તો જ્યાં સુધી જીવશે ત્યાં સુધી ઉપરી રહે, પણ ભગવાન તો કાયમને માટે ઉપરી થઈને બેસે ને ?
પ્રશ્નકર્તા : મોક્ષ ના થાય તો ફરી પાછું આવવું પડે ને ?
દાદાશ્રી : એ આવે તોય એક-બે અવતાર પૂરતું ! પણ મુખ્ય તો શું છે ? કે આપણા તરફના કરાર પૂરા થઈ જવા જોઈએ. એના તરફના કરાર ભલે રહ્યા હોય, એના તરફના કરાર એ પૂરા કરશે ! પણ આપણા તરફના બૈરાં-છોકરાં બધાંના હિસાબ તો ચૂકવવા પડશે ને ?
આપણો આ બધો કરારી માલ છે, એમાં તમારો શુદ્ધ ઉપયોગ જતો રહેતો નથી. એ માલ તો જેમ જેમ સમભાવે નિકાલ થતો જાય, તેમ તેમ તમારો સંયમ વધતો જાય. સંયમને જ પુરુષાર્થ કહ્યો છે. જેમ જેમ સંયમ વધતો જાય તેમ તેમ તેનો નિકાલ પણ જલદી થતો જાય. ‘ઓટોમેટિક બધું થતું થતું ‘કેવળજ્ઞાન” પર આવી જાય.