________________
આપ્તવાણી-૬
૧૩૭
૧૩૮
આપ્તવાણી-૬
પ્રકૃતિ પર કંટ્રોલ કોણ કરે ?
પ્રશ્નકર્તા : આપે. દાદાશ્રી : તે ઘડીએ તમારે કઈ દૃષ્ટિએ રહેવું પડે ? પ્રશ્નકર્તા : જ્ઞાતા-દ્રષ્ટા.
દાદાશ્રી : આપણને, એશઆરામ કરવા જઈએ તો ગંધ આવે, એટલે જ્ઞાતા-દ્રષ્ટા જ રહેવું. પ્રકૃતિમાં ગટરો-બટરો આવે, ત્યારે તેમાં જાગૃત રહેવું.
પ્રશ્નકર્તા : “આપણે” “પાડોશી’ને ‘જોયા કરીએ અને તેને વાળીએ નહીં, તો એ કેમ ચાલે ? એ દંભ ના કહેવાય ?
દાદાશ્રી : આપણને વાળવાનો શો અધિકાર ? ડખલ કરવાની નહીં. એ કોણ ચલાવે છે, એ જાણો છો ? આપણે ચલાવતા નથી, આપણે વાળતાય નથી, એ ‘વ્યવસ્થિત'ને તાબે છે. તો પછી ડખો કરીને શું કામ છે ? જે આપણો ધર્મ નથી, તેમાં ડખો કરવા જઈએ તો પરધર્મ ઉત્પન્ન થાય !
પ્રશ્નકર્તા : પ્રકૃતિ ઉપર કંટ્રોલ આવતો નથી. બાકી શુદ્ધાત્માભાવ બરોબર રહે છે.
દાદાશ્રી : કંટ્રોલ કરવાનું તો પોલીસવાળાને સોંપી દેવું ! પ્રકૃતિ ઉપર કંટ્રોલ લાવવાનો નથી. કંટ્રોલ લાવવાનું શુભાશુભ માર્ગમાં હોય છે, તમારી પ્રકૃતિ ઉપર કંટ્રોલ કોણ લાવે હવે ? તમે માલિક નથી. તમે હવે ‘ચંદુલાલ” નથી અને જે કરે છે તે બધું ‘વ્યવસ્થિત કરે છે. હવે તમે એમાં કેમનું કંટ્રોલ લાવશો ?
પ્રશ્નકર્તા : દોષો દેખાય છે તે જશે ને ?
દાદાશ્રી : જે દેખાવા માંડ્યા, એ તો ચાલ્યા જ ગયા જાણો ને ! જગતને પોતાના દોષ દેખાય જ નહીં. પારકાંના દોષ દેખાય. તમને પોતાના દોષ દેખાયા ને ?
પ્રશ્નકર્તા : પોતાના દોષ દેખાય છે, પણ તે ટાળી શકાતા નથી.
દાદાશ્રી : ના એવું કશું ના કરતા. એવું આપણે નથી કરવાનું. આ વિજ્ઞાન છે. આ તો તમારે ‘ચંદુલાલ’ શું કરે છે, એ તમારે જોયા કરવાનું. બસ, આટલું જ તમારે કરવાનું. બીજું તમારે કશું કામ જ નહીં. ચંદુલાલના ઉપરી તમે. ચંદુલાલ તો ‘વ્યવસ્થિત'ના તાબે છે. ‘વ્યવસ્થિત પ્રેરણા આપે ને ચંદુલાલ ભમરડાની પેઠે ફર્યા કરે ! અને ચંદુલાલની બહુ મોટી ભૂલ હોય ત્યારે તમારે કહેવાનું કે “ચંદુલાલ ! આવું કર્યું નહીં પોસાય.” આટલું આપણે કહેવું !
પ્રકૃતિની પજવણી પ્રશ્નકર્તા : મોક્ષ અનુભવાય છે, પણ પ્રકૃતિ એનો સ્વભાવ છોડતી નથી. તેનો કંટાળો આવે છે.
દાદાશ્રી : પ્રકૃતિ એનો સ્વભાવ છોડે જ નહીં ને ? ઘર આગળ સરકાર ચોગરદમ ગટર ખોલે તો ? ગટર એનો ગુણ આપે કે ના આપે ?
પ્રશ્નકર્તા ઃ અમને આ ભવે જ જ્ઞાનથી જ અવળું વર્તન ‘સ્ટોપ' થઈ જશે કે નહીં !
દાદાશ્રી : થઈ જાય ! ‘જ્ઞાનીપુરુષ’ના કહ્યા પ્રમાણે કરે તો પાંચદસ વર્ષમાં થઈ જાય. અરે, વરસ દહાડામાંય થઈ જાય ! ‘જ્ઞાની પુરુષ તો ત્રણ લોકનો નાથ કહેવાય. ત્યાં આગળ શું ના થાય ? કશું બાકી રહે ખરું ?
આ દાદા પાસે બેસીને બધું સમજી લેવું પડે. સત્સંગ માટે ટાઈમ કાઢવો પડે.
‘અમે કેવળજ્ઞાન પ્યાસી,
દાદાને કાજે આ ભવ દેશું અમે જ ગાળી......’-નવનીત આમને તૃષા શેની લાગી છે ?