________________
આપ્તવાણી-૬
૧૪૩
૧૪૪
આપ્તવાણી-૬
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : રાજી તેય બધાંને કંઈ રાખવાની જરૂર નથી. આપણા રસ્તામાં કોઈ આડો આવે ત્યારે એને સમજાવી પટાવીને કામ કાઢી લેવાનું છે. આમને તો આડા આવતાં વાર ના લાગે. એમનો કોઈનો આપણને ધક્કો વાગી જાય, તો સામા ફરિયાદ કરવા જવાનું નહીં, પણ અટાવી-પટાવીને કામ કાઢી લેવા જેવું છે.
ફરજ બજાવો, પણ ચેતીને !
ના થાય એ રીતે. કોઈનેય દુઃખ દઈને આપણે મોક્ષે જઈએ, એ બને નહીં. કોઈને દુઃખ થયું એટલે આપણે વહેતા હોઈએ ત્યાંથી પેલો દોરડું નાખીને પકડશે કે ઊભા રહો અને બધાંને સુખ આપીએ તો બધાં જવા દે. પાનચારો કરાવીએ તોય જવા દે, બીડી આપીએ તોય, છેવટે લવિંગનો દાણોય આપે તોય જવા દે. લોક આશા રાખે કંઈક મળશે. લોક આશા ના રાખે તો આપ મહેરબાન શાના ? મોક્ષે જનારા મહેરબાન કહેવાય. તે મહેરબાની દાખવતાં દાખવતાં આપણે જવાનું.
પ્રશ્નકર્તા : લોકોને આશા હોય, પણ આપણે આશા રાખવાની શી જરૂર ?
દાદાશ્રી : આપણે આશા રાખવાની નહીં. આ તો એમને પાનસોપારી કે કંઈક આપીને ચાલવા માંડવાનું. નહીં તો આ લોકો તો ઊંધું બોલીને અટકાવશે. એટલે આપણે અટાવી-પટાવીને કામ કાઢી લેવાનું. લોક મોક્ષે એમ ને એમ ના જવા દે. લોકો તો કહેશે, ‘અહીં શું દુ:ખ છે તે ત્યાં હંડ્યા ? અહીં અમારી જોડે મજા કરો ને ?”
પ્રશ્નકર્તા : પણ આપણે લોકોનું સાંભળીએ તો ને ?
દાદાશ્રી : સાંભળીએ નહીં તોય એ ઊંધું કરશે. એમને ચારેય દિશા ખુલ્લી હોય ને તમારે એક દિશા ખુલ્લી હોય. એટલે એમને શું? એ ઊંધું કરી શકે ને તમારાથી ઊંધું ના કરાય.
બધાંને રાજી રાખવાનાં. રાજી કરીને ચાલતા થવાનું. આમ આપણી સામે તાકીને જતો હોય ત્યાં તેને “કેમ છો સાહેબ ?” કહ્યું, તો એ ચાલવા દે અને તાકીને જોઈ રહ્યો હોય ને આપણે કશું ના બોલીએ, ત્યારે એ મનમાં કહેશે કે આ તો બહુ ‘ટેસી’વાળા છે ! તે પાછું તોફાન માંડે !
પ્રશ્નકર્તા : આપણે સામાને રાજી કરવા જઈએ તો આપણામાં રાગ ના પેસી જાય ?
દાદાશ્રી : એવી રીતે રાજી નહીં કરવાનું. આ પોલીસવાળાને કેવી રીતે રાજી રાખો છો ? પોલીસવાળા પર રાગ બેસે છે તમને ?
પ્રશ્નકર્તા : સર્વિસના હિસાબે કોઈની સાથે કષાયો થઈ જાય કે કરવા જ પડે તો, તેથી આત્માને કંઈ લાગે ખરું ?
દાદાશ્રી : ના, પણ પછી પસ્તાવો થાય ને ? પ્રશ્નકર્તા : ફરજ બજાવવામાં કષાયો કરવા પડે તો શું કરવું ?
દાદાશ્રી : તમારી વાત બરાબર છે. એવો સંપૂર્ણ સંયમ ના હોય કે ફરજ બજાવતાંય પણ સંયમ રહે, છતાંય કોઈને બહુ દુઃખ થાય તો મનમાં એમ થવું જોઈએ કે બળ્યું, આપણા હાથે આવું ના થાય તો સારું.
પ્રશ્નકર્તા : પણ ફરજ તો બજાવવી જ જોઈએ ને ? આ પોલીસવાળા શું કરે ?
દાદાશ્રી : ફરજ બજાવવી જ પડે, એમાં ચાલે નહીં. એ તો પોલીસવાળાએ બે-ત્રણ ચોર ફરતા હોય તો પકડવા જ પડે, એમાં ચાલે નહીં. એ વ્યવહાર છે. પણ હવે એમાં બે ભાવ રહે છે, એક તો ફરજ બજાવતાં ક્રૂરતા ના રહેવી જોઈએ. કૂરભાવ જે પહેલાં રહેતો હતો, તે હવે રહેવો ન જોઈએ. આપણો આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) ના બગડે તેમ રાખવું. બાકી ફરજ તો બજાવવી જ પડે. ગુરખો હોય તેનેય બજાવવી પડે, અને બીજું મનમાં એમ પશ્ચાતાપ રહેવો જોઈએ કે આવું આપણે ભાગ ના આવે તો સારું !