________________
આપ્તવાણી-૬
ના, અમારે મોક્ષની કંઈ જરૂર નથી !'
પ્રશ્નકર્તા : એટલે એમ થયું ને કે સહજતામાંથી અસહજતામાં જાય. એ પછી અસહજતા ‘ટોપ’ પર જાય. ત્યાર પછી મોક્ષ તરફ જાય?
૧૩૩
દાદાશ્રી : અસહજતામાં ‘ટોપ’ પર જાય. ત્યાર પછી બળતરા પૂરી જુએ-અનુભવે, ત્યારે મોક્ષે જવાનું નક્કી કરે. બુદ્ધિ, આંતરિક બુદ્ધિ ખૂબ વધવી જોઈએ. ફોરેનના લોકોને બાહ્ય બુદ્ધિ હોય, તે એકલું ભૌતિકનું જ દેખાડે. નિયમ કેવો છે, જેમ આંતરિક બુદ્ધિ વધે તેમ બીજા પલ્લામાં બળતરા ઊભી થાય !
પ્રશ્નકર્તા : ‘ટોપ’ પરની અસહજતામાં ગયા પછી સહજતામાં આવવા માટે શું કરે ?
દાદાશ્રી : પછી રસ્તો ખોળી કાઢે કે આમાં સુખ નથી. આ સ્ત્રીઓમાં સુખ નથી, છોકરાંમાં સુખ નથી. પૈસામાંય સુખ નથી. એવી એમની ભાવના ફરે ! આ ફોરેનના લોકો તો સ્ત્રીમાં સુખ નથી, છોકરામાં સુખ નથી, એવું તો કોઈ બોલે જ નહીં ને ? એ તો પેલી બળતરા ઊભી થાય. ત્યારે કહે કે હવે અહીંથી ભાગો કે જ્યાં કંઈક મુક્ત થવાની જગ્યા છે. આપણા તીર્થંકરો મુક્ત થયેલા છે ત્યાં હેંડો, આપણને આ ના
પોસાય.
પ્રશ્નકર્તા : એટલે તે વખતે એમનો ભાવ બદલાવો જોઈએ એમ ?
દાદાશ્રી : ભાવ બદલાય નહીં, તો ઉકેલ જ ના આવે ! આ દેરાસરમાં જાય, મહારાજ પાસે જાય, એ ભાવ બદલાયા સિવાય તો કોઈ જાય જ નહીં ને ?
આજે પબ્લિકમાં અસહજતા ઓછી થયેલી છે ત્યારે મોહ વધેલો છે. એટલે એને કશાની પડેલી જ હોતી નથી.
ચંચળતા એ જ અસહજતા છે. આ ફોરેનના લોક બાગમાં બેઠા હોય તો અરધા અરધા કલાક સુધી હાલ્યા-ચાલ્યા વગર બેસી રહે ! અને આપણા લોક ધર્મની જગ્યાએય પણ હાલાહાલ કરી મૂકે !!! કારણ
૧૩૪
આપ્તવાણી-૬
આંતરિક ચંચળતા છે.
ફોરેનના લોકોની ચંચળતા પાઉં ને માખણમાં હોય અને આપણા લોકોની ચંચળતા સાત પેઢીની ચિંતામાં હોય !
(પ્રતિષ્ઠિત આત્મા) આત્મા સહજ થાય, પછી દેહ સહજ થાય. પછી અમારા જેવું મુક્ત હાસ્ય ઉત્પન્ન થાય.
અપ્રયત્ન દશા
પ્રયાસમાત્રથી બધું ઊંધું થાય. અપ્રયાસ હોવું જોઈએ, સહજ હોવું જોઈએ. પ્રયાસ થયો એટલે સહજ રહ્યું નહીં. સહજતા ચાલી જાય.
સહજભાવમાં બુદ્ધિ ના વપરાય. સવારે પથારીમાંથી ઊઠ્યા એટલે દાતણ કરો, ચા પીઓ, નાસ્તો કરો, એ બધું સહજભાવે થયા જ કરે છે. એમાં મન-બુદ્ધિ-ચિત્ત ને અહંકાર વાપરવાં ના પડે. જેમાં આ બધાં વપરાય તેને અસહજ કહેવાય.
તમારે કોઈ વસ્તુ જોઈતી હોય ને સામો માણસ ભેગો થાય ને કહે કે, ‘લ્યો આ વસ્તુ.’ તો તે સહજભાવે મળ્યું કહેવાય.
સહજ એટલે અપ્રયત્ન દશા !
પ્રશ્નકર્તા : મોક્ષ પણ સહજ રીતે આવતો હોય તો માણસે તેના માટે પ્રયત્ન કરવાની શી જરૂર ?
દાદાશ્રી : પ્રયત્ન કોઈ કરતો જ નથી. આ તો ખાલી અહંકાર કરે છે કે મેં પ્રયત્ન કર્યો !
પ્રશ્નકર્તા : આ હું અહીં આવ્યો, તે પ્રયત્ન કરીને આવ્યો ને ? દાદાશ્રી : એ તો તમે એવું માનો છે કે હું આ પ્રયત્ન કરી રહ્યો છું, તમે સહજ રીતે જ અહીં આવ્યા છો. હું તે જાણું છું ને તમે તે જાણતા નથી. તમારું ‘ઇગોઈઝમ’ તમને દેખાડે છે કે ‘હું હતો તો થયું.' ખરી
રીતે બધી ક્રિયાઓ સ્વાભાવિક રીતે થઈ રહી હોય છે.