________________
આપ્તવાણી-૬
આ ગાયના વાછરડાને જો કદી પકડવા જઈએ તો એની આંખમાં ખૂબ દુઃખ જેવી બળતરા દેખાય, છતાં એ સહજ છે ! આ સહજ પ્રકૃતિમાં જેમ ‘મશીન’મહીં ફર્યા કરે, એમ એ પોતે મશીનની માફક ફર્યા જ કરે. પોતાના હિતાહિતનું ભાન કશુંય ના હોય. મશીન મહીં હિત દેખાડે તો હિત કરે, અહિત દેખાડતું હોય તો અહિત કરે. કો'કનું ખેતર દેખીને કો'કના ખેતરમાં પેસી જાય.
પ્રશ્નકર્તા : એમાં એ કંઈ ભાવ નથી કરતાં ને ?
દાદાશ્રી : એમને તો કંઈ ‘નિકાલ’ કરવાનો હોતો જ નથી ને ? એ તો એમનો સ્વભાવ જ એવો છે, સહજ સ્વભાવ ! એમનો બાબો ચાર-છ મહિનાનો થાય પછી જતો રહે, તો એમને કશો વાંધો નહીં. એમની કાળજી ચાર-છ મહિના સુધી જ રાખે. અને આપણા લોકો તો.......
૧૩૧
પ્રશ્નકર્તા : મરતાં સુધી રાખે.
દાદાશ્રી : ના, સાત પેઢી સુધી રાખે ! ગાય છે તે બાબાની કાળજી છ મહિના સુધી રાખે. આ ફોરેનના લોકો અઢાર વર્ષનો થાય ત્યાં સુધી રાખે અને આપણા હિન્દુસ્તાનના લોક તો સાત પેઢી સુધી રાખે.
એટલે સહજ વસ્તુ એવી છે કે એમાં બિલકુલ જાગૃતિ હોતી નથી. મહીંથી જે ઉદયમાં આવ્યું, તે ઉદય પ્રમાણે ભટકવું, એનું નામ સહજ કહેવાય. આ ભમરડો ફરે છે તે ઊંચો થાય, નીચો થાય, કેટલીક વાર આમ પડવાનો થાય, એક ઈંચ કૂદેય ખરો, ત્યારે આપણને એમ થાય કે ‘અલ્યા, પડ્યો પડ્યો.' ત્યાં તો મૂઓ પાછો બેસી જાય, એ સહજ કહેવાય!
‘અસહજ'તી ઓળખાણ
સહજ પ્રકૃતિ એટલે જેવું વીંટ્યું હોય એવું જ બસ ફર્યા કરે, બીજી
કશી ભાંજગડ નહીં.
જ્ઞાનદશાની સહજતામાં તો, આત્મા જો આનો જ્ઞાતા-દ્રષ્ટા રહે તો
આપ્તવાણી-૬
જ એ સહજ થાય. ને એમાં સળી કરી કે પાછું બગડ્યું. ‘આવું હોય તો સારું, આવું ના હોય તો સારું.' એમ ડખલ કરવા જાય કે અસહજ થાય.
૧૩૨
શેઠની દુકાને નાદારી નીકળવાની હોય, તોય શેઠાણી છે તે કોઈ ભિક્ષુક આવે, તેને સાડલો આપે, બીજું આપે. અને આ શેઠ એક દમડી પણ ના આપે. શેઠ બિચારાને મહીં થયા કરે કે હવે શું થશે ? શું થશે ? જ્યારે શેઠાણી તો નિરાંતે સાડી-બાડી આપે, એ સહજ પ્રકૃતિ કહેવાય. મહીં જેવો વિચાર આવ્યો એવું કરી નાંખે. શેઠને તો મહીં વિચાર આવે, લાવ બે હજાર રૂપિયા ધર્માદા આપીએ. તો તરત પાછો મનમાં કહેશે, હવે નાદારી નીકળવાની છે, શું આપીએ ? મેલોને છાલ હવે ! તે ઉડાડી મેલે !
સહજ તો મનમાં જેવા વિચાર આવે તેવું જ કરે અને તેવું ના કરે તોય (પ્રતિષ્ઠિત આત્મા) આત્માની ડખલ ના હોય, તો તે સહજ છે !
આ ‘જ્ઞાન’ આપેલું હોય, તેને ગાડીમાં ચઢતા ક્યાં જગ્યા છે ને ક્યાં નથી, એવો વિચાર આવે. ત્યાં સહજ રહેવાય નહીં, મહીં પોતે ડખલ કરે, છતાં પણ આ ‘જ્ઞાન’માં જ રહો, ‘આજ્ઞા’માં જ રહો, તો પ્રકૃતિ સહજ થાય. પછી ગમે તેવું હશે તોય, લોકોને સો ગાળો ભાંડતો હશે તોય એ પ્રકૃતિ સહજ છે, કારણ અમારી આજ્ઞામાં રહ્યો એટલે પોતાની ડખલ મટીને ત્યારથી જ પ્રકૃતિ સહજ થવા માંડે. ‘આપણી’ આ સામાયિક કરો છો, ત્યારે પણ પ્રકૃતિ બિલકુલ સહજ કહેવાય !
ક્રમિકમાર્ગમાં ઠેઠ સુધી સહજ દશા હોય નહીં. ત્યાં ‘આ ત્યાગ કરું, આ ત્યાગ કરું, આ કરાય, આ ના કરાય.’ એનો કડાકૂટો ઠેઠ સુધી રહેવાનો !
સહજ ) અસહજ → સહજ
હિન્દુસ્તાનના લોકો અસહજ છે, તેથી ચિંતા વધારે છે. ક્રોધ-માનમાયા-લોભ વધી ગયાં, એટલે ચિંતા વધી ગઈ. નહીં તો કોઈ મોક્ષે જાય એવા નથી. ને કહેશે, ‘અમારે મોક્ષે કંઈ આવવું નથી, અહીં બહુ સારું છે.’ આ ફોરેનના લોકોને કહીએ કે ‘હેંડો મોક્ષમાં.’ ત્યારે એ કહેશે, ‘ના,