________________
આપ્તવાણી-૬
૧૨૫
૧૨૬
આપ્તવાણી-૬
ધ્યાન રહે તો, એ શુદ્ધાત્મા જ છે. બધું જ થઈ શકે તેમ છે.
આ બોલને ફેંક્યા પછી એની મેળે સ્વભાવથી જ પરિણામ બંધ થઈ જવાનાં. એ સહજ સ્વભાવ છે. ત્યાં જગત આખાની મહેનત નકામી ગઈ ! જગત પરિણામને બંધ કરવા જાય છે ને કોઝિઝ ચાલુ જ રહે છે ! એટલે પછી વડમાંથી જ બીજ ને બીજમાંથી વડે થયા જ કરે. પાંદડાં કાપ્ય કંઈ દડાહો વળે નહીં. એ તો મૂળ સહિત કાઢી નાખીએ તો કામ થાય. આપણે તો એના ધોરી મૂળમાં જરાક દવા નાખી દઈએ એટલે આખું ઝાડ સુકાઈ જાય.
આ સંસાર વૃક્ષ કહેવાય છે. આ બાજુ કડવાં ફળ આવે, આ બાજુ મીઠાં ફળ આવે. તે પાછાં પોતાને જ ખાવાં પડે.
એક ફેર આંબા પર વાંદરાં આયાં હોય ને કેરીઓ તોડી નાખે, તો પેલાના પરિણામ ક્યાં સુધી બગડે ? પરિણામ એટલાં બધાં બગાડે કે આગળ-પાછળનો વિચાર કર્યા વગર બોલી નાખે કે, “આ આંબો કાપી નાખ્યો હોય તો જ ઠેકાણે પડે !' હવે આ તો ભગવાનની સાક્ષીએ વાત નીકળેલી એ કંઈ નકામી જાય ? પરિણામ ના બગડે તો કશુંય નથી. બધું શાંત થઈ જાય. બંધ થઈ જાય !
ભાવ અતે ઇચ્છાતી ઉત્પત્તિ
પ્રશ્નકર્તા : અને આ જે ઇચ્છાઓ થાય છે તે કર્તાપણું નહીં ?
દાદાશ્રી : ના, હવે તમારી ઇચ્છા એ બધી આથમતી કહેવાય. ઇચ્છા તો મને હઉ થાય ! બાર વાગી ગયા હોય, તો હું પણ આમ રસોડામાં જાઉં તે તમે ના સમજી જાવ કે દાદાને કશી ઇચ્છા છે ! એ પણ આથમતી ઇચ્છા કહેવાય ! ઘડીવાર પછી એ બધી આથમી જવાની. એ ઊગતી ઇચ્છા ના કહેવાય ! એ બધી નિકાલી બાબત કહેવાય.
પ્રશ્નકર્તા: કામ કરીએ અને વચ્ચે ઇચ્છા આવે તો તે દરેક વખતે ક્યો ‘ટેસ્ટ’ ‘એપ્લાયકરવાનો કે જેથી ખબર પડે કે આ ‘ડિસ્ચાર્જ’ ઇચ્છાઓ છે ને આ ‘ચાર્જ' ઇચ્છાઓ છે ? - દાદાશ્રી : તમે ‘ચંદુલાલ’ થઈ જાવ તો જ “ચાર્જ થાય. આમાં ગુંચાવાની કોઈ જ જરૂર નથી. આ તો વિજ્ઞાન છે ! આપણું ‘અક્રમ વિજ્ઞાન’ કહે છે, સૈદ્ધાંતિક બોલજો કે ફરી ચૂંથાચુંથ ના કરવું પડે. ફરી ચૂંથાચૂંથ કરવું પડે, એનો અર્થ શો ?
લોકોએ માની લીધું કે આત્માને ઇચ્છા થાય છે. પછી પાછો એમ કહે છે, મારી ઇચ્છા બંધ થઈ ગઈ. ઇચ્છા જો આત્માનો ગુણ હોય તો પછી કોઈનેય બંધ થાય જ નહીં ને ! આ તો વિશેષ પરિણામ છે ! છતાં આત્મા વીતરાગ રહ્યો છે ! લોકોને એની ખબર જ નથી. એ તો એમ જ કહે છે કે મારી આત્મા જ આવો બગડી ગયો છે, મારો આત્મા પાપી છે, રાગ-દ્વેષી છે. હવે કેટલાક લોકો આત્માને ચોખ્ખો જ કહે છે. એ પાછા બીજી રીતે માર ખાય છે, આત્મા ચોખો જ છે, એટલે કશું કરવાનું જ નથી. ત્યારે મંદિર શું કરવા જાય છે ? પુસ્તકો શું કરવા વાંચે છે ? હવે આ બંનેવ રખડી મર્યા છે. આત્મા તેવો નથી. આ બહુ જ ઝીણી વાત છે. તેથી તો બધાં શાસ્ત્રોએ કહ્યું કે, આત્મજ્ઞાન જાણો ! આત્મા પોતે જ પરમાત્મા છે !!!
રેકર્ડતી ગાળોથી તમને રીસ ચઢે ?
પ્રશ્નકર્તા : ભાવ અને ઇચ્છામાં શો ફરક ?
દાદાશ્રી : આ જગતમાં લોકો દેખાય એને ભાવ કહે છે. ભાવ તો કોઈને દેખાય જ નહીં. પોતાનેય ખબર ના પડે કે શો ભાવ કર્યો !
પ્રશ્નકર્તા : આ જ્ઞાન મળ્યા પછી અમને ઘણા ભાવ થાય છે, તો તેનાથી કર્મ ‘ચાર્જ” ના થાય ?
દાદાશ્રી : ભાવ તમને થાય જ શી રીતે ? ‘તમે ફરી પાછા ‘ચંદુભાઈ' થઈ જાવ તો ભાવ થાય. તમે “ચંદુભાઈ’ થઈ જાવ ત્યારે અહંકાર હોય, ત્યાર પછી ભાવ થાય. ‘હું કર્તા છું” એવું ભાન હોય તો જ ભાવ થાય.
પ્રશ્નકર્તા : આ મન-વચન-કાયા પર છે અને પરાધીન છે, એટલે ‘વ્યવસ્થિત’ને આધીન થયું ને ?