________________
આપ્તવાણી-૬
૧૨૪
આપ્તવાણી-૬
પાછો નિર્માની થાય.
કર્મની થિયરી આવી છે ! ખોટું થતી વખતે મહીં ભાવ ફરી જાય તો નવું કર્મ તેવું બંધાય. ને ખોટું કરે ને ઉપરથી રાજી થાય કે “આવું કરવા જેવું જ છે.' તે પાછું નવું કર્મ મજબૂત થઈ જાય, નિકાચિત થઈ જાય. એ પછી ભોગવ્યે જ છૂટકો.
આખું સાયન્સ જ સમજવા જેવું છે. વીતરાગોનું વિજ્ઞાન બહુ ગુહ્ય
પરિણામમાં સમતા
આપણા ‘અક્રમ’નો સિદ્ધાંત એવો છે કે પૈસા પડતા હોય તો પહેલા પડતા બંધ કરવાના અને પછી પહેલાંના પડી ગયેલા, વેણી લેવાના ! જગત છે તે વેણ વણ કર્યા કરે. અલ્યા, પડી રહ્યા છે તેને તો પહેલાં બંધ કર, નહીં તો નિકાલ જ નહીં થાય !
આત્મા સિવાય બીજું બધું શું છે ? વ્યવહાર છે. એ વ્યવહાર પરાશ્રિત છે. તમારા હાથમાં આટલુંય નથી. લોકો પરાશ્રિતને સ્વાશ્રિત માને છે. એક માન્યું, બીજાએ માન્યું એટલે પોતે પણ માની લીધું. પછી આ સંબંધી કશો વિચાર જ આવતો નથી. એક વખત રોગ પેઠો, પછી નીકળે કઈ રીતે ? પછી તો આ સંસારરોગ વધતો ‘ક્રોનિક’ થઈ ગયો. રોગ ‘ક્રોનિક’ થયો ન હતો, ત્યારે નીકળ્યો નહીં. તે હવે ‘ક્રોનિક’ થયા પછી શી રીતે નીકળે ? આ વિજ્ઞાન મળે તો છૂટે.
તમારે વ્યવહાર જેટલો હોય તે બધો પૂરો કરી રહ્યા, એટલે પછી તમારે વ્યવહારની બહુ મુશ્કેલી ના આવે. મહીં જેવી ભાવના થાય એ બધું આગળથી તૈયાર હોય ! ‘વિહાર લેક’ ફરવા ગયેલાં, ત્યાં મને નવો જ વિચાર આવ્યો કે આ સો જણ - પચાસ સ્ત્રીઓ ને પચાસ પુરુષો બધાં મળી માતાજીનો ગરબો ફરે તો કેવું સરસ ! તે આ વિચાર સાથે જ ફરીને આમ જોવા જાઉં, ત્યાં તો બધાં આમ ઊભાં થઈ ગયેલાં અને ગરબો ફરવા માંડ્યા ! હવે આને માટે મેં કોઈને કહેલું નહીં, તોય બન્યું ! એટલે આવું થાય છે ! તમારું વિચારેલું નકામું નહીં જાય, બોલવું નકામું
નહીં જાય. અત્યારે તો લોકોનું કેવું જાય છે ? કશું ઊગતું જ નથી. વાણીય ઊગતી નથી, વિચારેય ઊગતા નથી ને વર્તનેય ઊગતું નથી. ત્રણ વખત ઉઘરાણી માટે ધક્કા ખાય તોય પેલો મળે નહીં ! પણ વખતે મળે ત્યારે પેલો દાંતિયાં કરતો હોય !!!
આમાં તો કેવું કે ઘેર બેઠાં પૈસા પાછા આપવા આવે એવો માર્ગ છે ! પાંચ-સાત વખત ઉઘરાણીના ધક્કા ખાધા હોય એ ના મળ્યો હોય ને છેલ્લે મળે ત્યારે એ કહે છે કે મહિના પછી આવજો. તે ઘડીએ તમારા પરિણામ બદલાય નહીં, તો ઘેર બેઠાં નાણું આવે !
તમારાં પરિણામ બદલાઈ જાય છે ને ? ‘આ અક્કલ વગરનો છે, નાલાયક છે, ધક્કો માથે પડ્યો.’ આમતેમ એટલે તમારાં પરિણામ બદલાયેલાં હોય. ફરી વાર તમે જાવ ત્યારે પેલો તમને ગાળો દે, અમારાં પરિણામ બદલાય નહીં, પછી શી ચિંતા ? પરિણામ બદલાઈ જાય એટલે સામો બગડતો ના હોય તોય બગડે.
વાઘ હિંસક કે બિલિફ હિંસક ? પ્રશ્નકર્તા : એનો અર્થ એ જ થાય કે આપણે બગાડીએ છીએ ?
દાદાશ્રી : આપણું બધું આપણે જ બગાડીએ છીએ. આપણને જેટલી અડચણો આવે છે, તે બધી આપણે જ બગાડેલી છે. કોઈ વાંકો હોય એને સુધારવાનો રસ્તો શો ? ત્યારે કહે કે સામો ગમે તેટલું દુઃખ દેતો હોય તોય એને માટે અવળો વિચાર સરખો ના આવે, એ એને સુધારવાનો રસ્તો ! આમાં આપણુંય સુધરે ને એનુંય સુધરે ! જગતના લોકોને અવળો વિચાર આવ્યા વગર રહે નહીં. ને આપણે તો ‘સમભાવે નિકાલ” કરવાનું કહ્યું, ‘સમભાવે નિકાલ’ એટલે એને માટે કંઈ પણ વિચાર કરવાનો નહીં.
જો વાઘ જોડે પ્રતિક્રમણ કરીએ તો વાધેય આપણા કહ્યા પ્રમાણે કામ કરે. વાઘમાં ને મનુષ્યોમાં ફેર કશો છે નહીં. ફેર તમારાં સ્પંદનનો છે. એની અસર થાય છે. વાઘ ‘હિંસક છે' એવું તમારા મનમાં ધ્યાન હોય, ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે અને વાઘ ‘શુદ્ધાત્મા છે' એવું