________________
આપ્તવાણી-૬
૧૨૧
જો સમજે તો ઉકેલ લાવી નાખે તેવું છે. એક અવતારમાં કરોડો અવતારનાં પરિણામો નાશ થાય તેવું છે !
પ્રશ્નકર્તા : પણ આ ડિસ્ચાર્જમોહનો અંત ક્યારે આવશે ?
દાદાશ્રી : જયાં સુધી આ દેહ છે ત્યાં સુધી ડિસ્ચાર્જમોહ રહેવાનો. અને મારી આજ્ઞા પાળી છે, તેનો બીજો મોહ ઊભો કર્યો છે તે એક અવતાર માટે તમને કામ લાગશે.
[૧૭] કર્મફળ - લોકભાષામાં, જ્ઞાતીતી ભાષામાં ! પ્રશ્નકર્તા : બધું અહીંનું અહીં ભોગવવાનું છે, એમ કહે છે. તે શું
છે ?
દાદાશ્રી : હા, ભોગવવાનું અહીનું અહીં જ છે, પણ તે આ જગતની ભાષામાં. અલૌકિક ભાષામાં એનો અર્થ શો થાય ?
ગયા અવતારે કર્મ અહંકારનું, માનનું બંધાયેલું હોય, તે આ અવતારમાં એનાં બધાં બિલ્ડિંગ બંધાતાં હોય, તો પછી એ એમાં માની થાય. શાથી માની થાય છે ? કર્મના હિસાબે એ માની થાય છે. હવે માની થયો, તેને જગતના લોક શું કહે છે કે, ‘આ કર્મ બાંધે છે, આ આવું માન લઈને ફર્યા કરે છે.’ જગતના લોકો આને કર્મ કહે છે. જ્યારે ભગવાનની ભાષામાં આ કર્મનું ફળ આવ્યું. ફળ એટલે માન ના કરવું હોય તોય કરવું જ પડે, થઈ જ જાય.
અને જગતના લોકો જેને કહે કે આ ક્રોધ કરે છે, માન કરે છે, અહંકાર કરે છે, હવે એનું ફળ અહીંનું અહીં જ ભોગવવું પડે છે. માનનું ફળ અહીંનું અહીં શું આવે કે અપકીર્તિ ફેલાય, અપયશ ફેલાય. તે અહીં જ ભોગવવું પડે. આ માન કરીએ તે વખતે જો મનમાં એમ હોય કે આ ખોટું થઈ રહ્યું છે, આવું ના હોવું જોઈએ, આપણે નિર્માની થવાની જરૂર છે, એવા ભાવ હોય તો તે નવું કર્મ બાંધે છે. તેના હિસાબે આવતે ભવે