________________
આપ્તવાણી-૬
ત્યારે કહે, ‘હા, એક દહાડામાં બહુ ભયંકર દોષ બંધાય.' કારણ કે એ તો સાચો મોહ છે, એટલે એક દા'ડામાં જ આખા ત્યાગનું ફળ જતું રહે અને સ્વરૂપજ્ઞાની ‘મહાત્માઓનો’ ગમે તેટલો મોહ હોય તોય તેનું કશું જ જાય નહીં ! આ વાતને જ સમજવાની છે. આ ચારિત્રમોહ બહુ બહુ ઝીણી વસ્તુ છે.
૧૧૯
શરીરને પોષણ માટે જ ખોરાક લેવો. એમાં લોકો એમ ના કહે કે ભઈએ મોહ કર્યો છે, પણ એમાં જાતજાતની ચટણી, અથાણાં બધું લે, કેરીનો રસ લે, તેને જગત તમારામાં મોહ છે એમ કહે. અરે ! મને હ કહેને ? હું કેરી, અથાણાં, ચટણી ખઉં ત્યારે મનેય કહે. પણ એ વર્તન મોહ છે, એનો આપણે નિકાલ કરીએ છીએ. નિકાલ કર્યો એટલે ફરી નહીં ઉત્પન્ન થાય. જે પહેલાંનો ‘ડિસ્ચાર્જ’ સ્વરૂપે હતો તે જાય છે.
પ્રશ્નકર્તા : લોકો એને નહીં કબૂલ કરે.
દાદાશ્રી : લોકો એને સમજેય નહીં, એ તો આને મોહ જ તરીકે જુએ. મહાવીર ભગવાન એ મોહ જ જોતા હતા. મોહ તો કપડાં પહેરવાં એનું નામેય મોહ ને નાગું ફરવું એનું નામેય મોહ છે. બંનેય મોહ છે. પણ ‘ડિસ્ચાર્જ’મોહ છે. પહેલાં ‘હું ચંદુલાલ છું’ માનીને ઊંધો જ ચાલ્યા કરતો હતો, તો હવે છતો થયો. દૃષ્ટિ એની બધી સુધરી ગઈ. એટલે હવે નવા મોહનો અંદર જથ્થો ઊભો થાય નહીં. પણ જૂનો મોહ છે. એનાં પરિણામ આવે છે, એ તો ભોગવ્યે જ છૂટકો ને ?
પ્રશ્નકર્તા : એટલે દૃષ્ટિમોહથી ચારિત્રમોહ ઊભો થયો એમ ?
દાદાશ્રી : દૃષ્ટિમોહ ને ચારિત્રમોહ, એ બે મોહ ભેગા થાય ત્યારે એને ‘અજ્ઞાનમોહ' કહેવામાં આવે છે. જગત આખુંય એ મોહથી જ સપડાયું છે ને ? આમાંથી એક સૂઈ જાય તો બીજાનો તો ઉકેલ આવી જશે, એમ કહે છે. આ દૃષ્ટિમોહ જાય તો બસ થઈ ગયું. પછી
ચારિત્રમોહની ચાર આનાય કિંમત નથી.
પ્રશ્નકર્તા : પણ એ ચારિત્રમોહને ક્રમિકમાર્ગમાં ગમે તેવી પ્રતિજ્ઞા લઈને અહંકાર કરીને એ કાઢી નાખે છે ને ?
આપ્તવાણી-૬
દાદાશ્રી : દૃષ્ટિમોહ જવો જોઈએ તો જ બાકીનો રહ્યો, એને ચારિત્રમોહ ગણાય. એટલે ચારિત્રમોહ ક્યારે કહેવાય ? દર્શનમોહ તૂટે એટલે મોહનું વિભાજન થઈ જાય છે. એમાં એક ભાગ ઊડી ગયો ને જે બીજો ભાગ રહ્યો તે ચારિત્રમોહ, ‘ડિસ્ચાર્જ’મોહ. જો સ્વરૂપનું ભાન થાય તો ‘ચાર્જ’મોહ ઊડી ગયો. એ ‘ચાર્જ’મોહ જ નુકસાનકર્તા છે. ‘ચાર્જ’ મોહ એટલે જ દર્શનમોહ.
૧૨૦
પ્રશ્નકર્તા : પણ લોકો તો ડિસ્ચાર્જમોહને કાઢવા માટે માથાકૂટ કરે છે ને ?
દાદાશ્રી : ના. ડિસ્ચાર્જમોહને તો એ લોકો સમજતા જ નથી. જગત તો એને જ ‘મોહ’ કહે છે. ‘ડિસ્ચાર્જ’મોહને કાઢવા માટે બીજો મોહ ઊભો કર્યો છે, એનું નામ ‘ક્રમિકમાર્ગ’. આપણે માટે જુદું કહેવા માગીએ છીએ કે આ બધી પીડામાં શું કરવા ઊતરો છો ? છતું સમજી જાવને ? જો છતું સમજશો તો ઉકેલ આવશે. ત્યારે એ કહે કે છતું સમજાવનાર હોય તો છતું સમજે ને ? છતું સમજાવનાર જ નથી હોતા, ત્યાં શું થાય ? નહીં તો જ્ઞાન તો હતું જ ને, પણ જ્ઞાનીઓ નથી હોતા ત્યાં શું થાય ?
આ તમે બધા લાડવા, પૂરી જમો, તો હું કોઈને વઢવા આવું છું? હું જાણું કે એ એના મોહનો નિકાલ કરે છે.
પ્રશ્નકર્તા : આમેય તમે ક્યારે કોઈને વઢો છો ?
દાદાશ્રી : આ વઢવા જેવું જ નથી. બધાં નિકાલ કરે છે, ત્યાં શું વઢવાનું ? દર્શનમોહ હોય ને તે ઊંધો પડ્યો હોય ત્યારે તો વઢવું પડે.
પ્રશ્નકર્તા : કોઈનો ડિસ્ચાર્જમોહ જોઈને તેવી પ્રેરણા મેળવી કે એના કરતાં હું વધારે સારું કરું, એ મોહમાં ઊતરી પડે તે કયો મોહ ?
દાદાશ્રી : તેય બધો ડિસ્ચાર્જમોહ જ કહેવાય છે બધો. આપણને એમ દેખાય કે આણે કંઈક નવું ઉમેર્યું છે, પણ એ ઉમેરતો નથી. એ બધું ઉમેરે છે તેય ડિસ્ચાર્જમોહ છે. આ અમારી સાયન્ટિફિક’ શોધખોળ છે.