________________
આપ્તવાણી-૬
૧૧૫
૧૧૬
આપ્તવાણી-૬
અત્યારે અમારી શુદ્ધાત્મામાં ઉપયોગ છે. તમારી જોડે વાતો કરતો હોઉં કે ગમે તે કરતો હોઉં, પણ અમારો ઉપયોગમાં ઉપયોગ રહે !! આ મન-વચન-કાયા એનું કાર્ય કરે, ત્યાં આગળેય ઉપયોગમાં ઉપયોગ રાખી
શકાય.
તમારે પોતાને તો જેટલું રહે એટલું સાચું. ના રહે તો કંઈ ઓછું સૂરસાગરમાં પડાય છે ? આપણો આ સૂરસાગર તળાવ ખોળવાનો ધંધો નથી.
આત્મા અને આ પ્રકૃતિ બન્નેય જુદાં છે, સ્વભાવથી જુદાં છે. બધી રીતે જુદાં છે. સંસારમાં આત્મા બિલકુલેય વપરાતો નથી. આત્માનો પ્રકાશ એકલો જ વપરાયા કરે છે. એ પ્રકાશ ના હોય તો આ પ્રકૃતિ બિલકુલ ચાલેય નહીં. એ પ્રકાશ છે તો આ બધું પ્રકૃતિ ચાલે છે, બાકી આત્મા આમાં કશું જ કરતો નથી.
પીવાય, ધંધો થાય ત્યાં બધે ‘હેલ્પ’ થશે. કારણ કે આત્મા (પ્રતિષ્ઠિત) આમાં બીજું કશું કરતો નથી, ખાલી ડબલ જ કર્યા કરે છે.
- ડખલનો અર્થ શો થાય ? કોઈ પૂછે કે દહીં શી રીતે બનાવવું ? તે મને શીખવાડો, મારે બનાવવું છે. તો હું એને રીત બતાડું કે દૂધ ગરમ કરીને, ઠંડું કરજે. પછી એમાં એક ચમચી દહીં નાખીને હલાવજે. પછી ઢાંકીને નિરાંતે સૂઈ જજે, પછી કશું કરતો નહીં. હવે પેલો બે વાગે રાત્રે ‘યુરીન’ જવા માટે ઊઠ્યો હોય, તે પાછો મહીં રસોડામાં જઈને દહીંમાં આંગળી નાખીને હલાવી જુએ કે દહીં થાય છે કે નહીં ? તે ડખલ કરી કહેવાય ને તેથી સવારે દહીંનો ડખો થઈ ગયો હોય ! એવી રીતે આ સંસારનો ડખો કરીને લોકો જીવે છે ! એટલે આત્માનો ઉપયોગ ખસવા ના દેવો, એનું નામ ઉપયોગ જાગૃતિ.
ઉપયોગ કોને કહેવાય ? આ દોઢ માઈલ સુધી બે બાજુ દરિયો હોય ને વચ્ચે એક જ જણ ચાલે. એટલા સાંકડા પૂલ પરથી તમને ચાલવાનું કહ્યું હોય, તો તે વખતે જે જાગૃતિ રાખો છો તેને ઉપયોગ કહેવાય. હવે તે ઘડીએ બેંકનો વિચાર આવે કે આટલી રકમ રહી છે ને આટલી ભરવાની છે, તો તેને તરત જ ખસેડી મૂકે ને જાગૃતિને પૂલ પર ચાલવામાં જ ‘કોન્સેન્ટેટ’ કરે !
શાસ્ત્રકારોએ કહ્યું છે કે ઉપયોગ રાખો ખાતી વખતે, પીતી વખતે, દરેક કામ કરતી વખતે ઉપયોગમાં રહો. ઉપયોગ એટલે ખાતી વખતે બીજું ના હોય. ચિત્તને હાજર રાખવું, એનું નામ ઉપયોગ. આ દરિયો બેઉ બાજુ હોય ત્યાં આગળ ચિત્તને હાજર રાખે કે ના રાખે ? નાનાં છોકરાંય રમવાનું બાજુએ મૂકીને જાગૃત થઈ જાય ! એય બહુ પાકાં હોય !
કોઈ દેહધારીને ઉપયોગ ના હોય એવું ના બને. પૈસા ગણતી વખતે તમે કોઈ જોઈ આવજો. તે ઘડીએ વહુ આવી હોય, છોકરી આવી હોય તોય એને એ જુએ પણ દેખાય નહીં. પેલી બઈ કહે કે, ‘તમે પૈસા ગણી રહ્યા હતા ત્યારે અમે આવ્યાં હતાં તોય તમને અમે ના દેખાયાં ?” ત્યારે એ કહે કે, “ના, મારું લક્ષ ન હતું !!” આંખો દેખે છતાં દેખાય નહીં, એનું નામ ઉપયોગ.