________________
આપ્તવાણી-૬
આવે છે એ જાગતો કહેવાય. હિતાહિતનું ભાન એટલે ‘પોતાનું હિત શેમાં છે ને પોતાનું અહિત શેમાં છે' એ પ્રમાણે જાગૃતિ રહે તે ! આવતા ભવનું કંઈ ઠેકાણું ના હોય ને અહીં દાન આપતો હોય તેને જાગૃત કઈ રીતે કહેવાય ?
૧૧૧
આ તો એક-એક શબ્દ જો સમજે, અર્થ જ સમજે, ‘ફૂલ ડેફિનેશન’ સમજે, તો કામ કાઢી નાખે એવા વીતરાગોના શબ્દો છે ! શુદ્ધ ઉપયોગતા અભ્યાસ
સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ પછી તમારે કરવાનું શું ?
તમારે હવે ઉપયોગ રાખવાનો. અત્યાર સુધી આત્માનો ‘ડાયરેક્ટ’ શુદ્ધ ઉપયોગ હતો જ નહીં. પ્રકૃતિ જેમ નચાવતી હતી, તેમ તમે નાચતા હતા. અને પાછા કહો કે હું નાચ્યો ! મેં આ દાન કર્યું, મેં આમ કર્યું, તેમ કર્યું, આટલી સેવા કરી ! હવે તમને આત્મા પ્રાપ્ત થયો, એટલે તમારે ઉપયોગમાં રહેવાનું. હવે તમે પુરુષ થયા ને તમારી પ્રકૃતિ જુદી પડી ગઈ. પ્રકૃતિ એનો ભાગ ભજવ્યા વગર રહેવાની નહીં, એ છોડવાની નથી. અને તમારે પુરુષે પુરુષાર્થમાં રહેવાનું એટલે કે પુરુષે પુરુષાર્થ કરવાનો. ‘જ્ઞાનીપુરુષે’ આજ્ઞા આપી હોય તેમાં રહેવાનું. ઉપયોગમાં રહેવાનું.
ઉપયોગ એટલે શું ? આમ બહાર નીકળ્યા ને આમ ગધેડાં જતાં હોય, કૂતરાં જતા હોય, બિલાડાં જતાં હોય ને આપણે જોઈએ નહીં ને એમ ને એમ ચાલ્યા કરીએ, તો આપણો ઉપયોગ નકામો ગયો કહેવાય. તેમાં તો ઉપયોગ દઈને તેમાં આત્મા જોતા જોતા જઈએ તો એ શુદ્ધ ઉપયોગ કહેવાય. આવો શુદ્ધ ઉપયોગ એક કલાક જો રાખે તેને ઇન્દ્રનો અવતાર આવે એટલી બધી કીંમતી વસ્તુ છે એ !
પ્રશ્નકર્તા : શુદ્ધ ઉપયોગ વ્યવહારમાં, ધંધામાં રહી શકે ખરો ?
દાદાશ્રી : વ્યવહારને ને શુદ્ધ ઉપયોગને લેવાદેવા જ નથી. ધંધો કરતો હોય કે ગમે તે કરતો હોય, પણ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, પોતે પુરુષ થયા પછી શુદ્ધ ઉપયોગ થાય. સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પહેલાં
આપ્તવાણી-૬
કોઈને શુદ્ધ ઉપયોગ થાય નહીં. હવે તમે શુદ્ઘ ઉપયોગ કરી શકો. પ્રશ્નકર્તા : એટલે ગધેડાને આપણે પરમાત્મા તરીકે જોઈએ, પરમાત્મા માનીએ તો.....
૧૧૨
દાદાશ્રી : ના, ના. પરમાત્મા માનવાના નહીં, પરમાત્મા તો મહીં બેઠા છે તે પરમાત્મા અને બહાર બેઠો છે એ ગધેડો છે. એ ગધેડા ઉપર આપણે ગૂણી મૂકીને અને મહીંલા ૫૨માત્મા જોઈને ચાલવાનું.
વધુમાં પરમાત્મા જોઈને વ્યવહાર રાખવાનો. નહીં તો બાયડી પૈણેલા હોય તે, શું ત્યારે બાવા થઈ જાય ? આ જુવાન છોકરાઓ શું બાવા થઈ જાય ? ના, ના, બાવા થવાનું નથી. મહીં ભગવાન જુઓ. ભગવાન શું કહે છે ? મારાં દર્શન કરો. મને બીજી કંઈ પીડા નથી. મને કંઈ વાંધો નથી. વ્યવહાર વ્યવહારમાં વર્તે છે, તેમાં તમે મને જુઓ, શુદ્ધ ઉપયોગ રાખો.
પ્રશ્નકર્તા : પેકિંગને પીડા થાય તેનું શું ?
દાદાશ્રી : એ પીડા કોઈનેય થતી નથી. ગધેડા ઉપર ગૂણી મૂકો તોય એને પીડા નથી થતી અને ના મૂકો તોય પીડા નથી થતી. ગધેડાને તો અમે બહુ સારી રીતે ઓળખીએ. અમે કંટ્રાક્ટરનો ધંધો કરીએ એટલે અમારે ત્યાં બસ બસ ગધેડા કામ કરવા આવે. આમ આમ કાન પાડી દે, એટલે અમે સમજીએ કે આટલું બધું વજન ઊંચક્યું છે તોય પણ એ એની મસ્તીમાં જ છે ! એની મસ્તી એ જાણે. તમને શી ખબર પડે તે !!
ઉપયોગ જાગૃતિ
પ્રશ્નકર્તા : આ રેશમનો કીડો છે, તે મહેનત કરીને કોશેટો બનાવે
છે અને પછી પોતે જ એમાં ફસાય છે ! પછી બહાર નીકળવા માટે એને કોશેટાની માયા છેદવી પડે છે. હવે એનાં કેટલાં લેયર્સ છે ? આ બધાં...
દાદાશ્રી : લેયર્સ-બેયર્સ કશું જ નથી, ખાલી ભડકાટ જ છે ! આ મેં તમને જ્ઞાન આપ્યું ને એટલે હવે તમે શુદ્ધાત્મા થયા. એટલે આ મનવચન-કાયા અને ‘ચંદુભાઈ'ના નામની જે જે માયા હોય, એ બધી