________________
૧૧૦
આપ્તવાણી-૬
[૧૫] ઉપયોગસહિત ત્યાં જ “જાગૃતિ',
ઉપયોગરહિત એ “મીકેનિકલ' ! પ્રશ્નકર્તા : “મીકેનિકલ’ અને ‘જાગૃતિપૂર્વક', એ બે વચ્ચેનો ફરક સમજાવો.
દાદાશ્રી : આખું જગત બધું ઊંઘમાં ચાલે છે. એ બધું “મીકેનિકલ’ કહેવાય. એને ભાવનિદ્રા કહી. આ ભાવનિદ્રાવાળા તે બધા “મીકેનિકલ’ છે તેમ કહેવાય. હવે દરેક માણસ એના ધંધામાં, નફા-ખોટમાં જાગૃત ખરા કે નહીં ? એટલે ધંધો કરે તેમાં જાગૃતિપૂર્વક હોય અને બસમાં બેસતી વખતે માણસ જાગૃત ખરો કે નહીં ? ત્યાં “મીકેનિકલ’ ના હોય, જાગૃતિપૂર્વક હોય. હવે જગત આને જાગૃતિપૂર્વક કહે છે. ખરેખર તો આય “મીકેનિકલ’ જ છે.
આ ફોરેનમાં ઘણું ખરું માણસ બધું “મીકેનિકલ’ જ કહેવાય. આ જાનવરો-તિર્યંચો, એ બધાં “મીકેનિકલ’ કહેવાય ને ?
પ્રશ્નકર્તા : આ દેવલોકો પણ “મીકેનિકલ’ કહેવાય ને?
દાદાશ્રી : દેવલોકો “મીકેનિકલ’ ના કહેવાય. એમને જાગૃતિ ખરી. કેટલાક દેવલોકો તો એવા છે કે જેમને પોતે “મીકેનિકલ’માં રહે છે એવું પોતાને ખબર પડે. એટલે એમને એનો કંટાળો આવે કે આવી અવસ્થા ના હોવી જોઈએ. બધા દેવલોકો આવા હોતા નથી. એમાં કેટલાક તો
એવા હોય છે કે બસ મસ્તાન થઈને ફર્યા કરે. એ ‘મીકેનિકલ’ કહેવાય.
પ્રશ્નકર્તા : આ પદો બોલતા હોય તે વખતે શબ્દો બોલે પોતે પણ ભાવ બીજે હોય તે શું કહેવાય ?
દાદાશ્રી : એ બધું “મીકેનિકલ’ કહેવાય. “મીકેનિકલ’ એટલે ઉપયોગરહિત અને ઉપયોગપૂર્વક કાર્ય થાય એ જાગૃતિ કહેવાય.
ઉપયોગ બે પ્રકારના : એક શુભ ઉપયોગ હોય ને બીજો શુદ્ધ ઉપયોગ. જગતમાં શુદ્ધ ઉપયોગ ના હોય. પણ શુભાશુભ ઉપયોગ હોય અને કોઈનો અશુદ્ધ ઉપયોગય હોય. આ અશુભ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગને ઉપયોગ ગણાતો નથી. શુભ ઉપયોગને અને શુદ્ધ ઉપયોગને જ ઉપયોગ ગણાય. પેલા તો ખાલી ઓળખવા માટે જ કહેવાય કે આ કઈ જાતનો ઉપયોગ છે. અશુભ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ એ બધા મીકેનિકલ’ છે અને શુભ ઉપયોગમાં અંશ જાગૃતિ હોય. આ ભવ ને પરભવનું હિત શામાં એવી જાગૃતિ હોય.
પોતાના ઘરની બાબતમાં, ધંધાની બાબતમાં, બીજી કોઈ બાબતમાં જાગૃતિ હોય, પણ એ જાગૃતિ એટલામાં જ વર્તે. અને બીજે બધે ઊંધે. પણ ખરી રીતે આ જાગૃતિનેય “મીકેનિકલ’ જ કહેવાય.
મીકેનિકલ’ ક્યારે છૂટે ? પોતાનું હિત અને અહિત, બે નિરંતર જાગૃતિમાં હોય ત્યારે “મીકેનિકલ’ છૂટે.
પ્રશ્નકર્તા: પણ દાદા, હિત ને અહિત, બન્ને ભૌતિકમાં આવે ને ?
દાદાશ્રી : એવું નથી, શુભમાર્ગમાં પણ જાગૃતિ કહેવાય. પણ તે ક્યારે ? આ ભવમાં અને પરભવમાં લાભકારી થાય એવું શુભ હોય, ત્યારે એને જાગૃતિ કહેવાય. નહીં તો એ દાન આપતો હોય, સેવા કરતો હોય, પણ આગળની જાગૃતિ એને કશી જ ના હોય. જાગૃતિપૂર્વક બધી ક્રિયા કરે તો આવતા ભવનું હિત થાય. નહીં તો ઊંઘમાં બધુંય જાય. આ દાન કર્યું. તે બધું ઊંઘમાં ગયું ! જાગતાં ચાર આનાય જાય તો બહુ થઈ ગયું ! આ દાન આપે ને મહીં અહીંની કીર્તિની ઇચ્છા હોય તો તે બધું ઊંઘમાં ગયું. પરભવના હિતને માટે જે દાન અહીં આપવામાં