________________
આપ્તવાણી-૬
૧૦૦
આપ્તવાણી-૬
પ્રશ્નકર્તા : બધા ઘર્ષણનું કારણ એ જ છે ને કે એક ‘લેયર’માંથી બીજા “લેયર’નું અંતર બહુ વધારે છે ?
દાદાશ્રી : ઘર્ષણ એ પ્રગતિ છે ! જેટલી માથાકૂટ થાય, ઘર્ષણ થાય, એટલો ઊંચે ચઢવાનો રસ્તો મળે. ઘર્ષણ ના થાય તો ત્યાંના ત્યાં જ રહેશો. લોક ઘર્ષણ ખોળે છે.
પ્રશ્નકર્તા : ઘર્ષણ પ્રગતિને માટે છે, એમ કરીને ખોળે તો પ્રગતિ થાય ?
દાદાશ્રી : પણ એ સમજીને નથી ખોળતા ! ભગવાન કંઈ ઊંચે લઈ જઈ રહ્યા નથી, ઘર્ષણ ઊંચે લઈ જાય છે. ઘર્ષણ અમુક હદ સુધી ઊંચે લાવી શકે, પછી જ્ઞાની મળે તો જ કામ થાય. ઘર્ષણ તો કુદરતી રીતે થાય છે. નદીમાં પથ્થરો આમથી તેમ ઘસાઈ ઘસાઈને ગોળ થાય છે તેમ..
પ્રશ્નકર્તા : ઘર્ષણ અને સંઘર્ષણનો તફાવત શો ?
દાદાશ્રી : જીવ ના હોય તે બધાં અથડાય તે ઘર્ષણ કહેવાય ને જીવવાળાં અથડાય ત્યારે સંઘર્ષણ થાય.
પ્રશ્નકર્તા : સંઘર્ષણથી આત્મશક્તિ રૂંધાય છે ને ?
દાદાશ્રી : હા, ખરી વાત છે. સંઘર્ષ થાય તેનો વાંધો નથી, ‘સંઘર્ષ આપણે કરવો છે” એવો ભાવ કાઢી નાખવાનું હું કહું છું. ‘આપણે’ સંઘર્ષ કરવાનો ભાવ ના હોય, પછી ભલેને ‘ચંદુલાલ’ સંઘર્ષ કરે. આપણે ભાવ રૂંધે એવું ના હોવું જોઈએ !
દેહની અથડામણ તો થઈ હોય ને વાગ્યું હોય તો દવા કરાવે કે મટી જાય. પણ ઘર્ષણ અને સંઘર્ષણથી જે મનમાં ડાઘ પડ્યા હોય, બુદ્ધિના ડાઘ પડ્યા હોય તેને કોણ કાઢે ? હજારો અવતારેય ના જાય.
પ્રશ્નકર્તા : વધારે પડતું ઘર્ષણ આવે તો જડતા આવી જાય ને ? દાદાશ્રી : જડતા તો આવી જાય પણ શક્તિયે ખલાસ થઈ જાય.
અનંત શક્તિ એને લીધે દેખાતી નથી. શક્તિ અનંત છે, પણ ઘર્ષણથી, બધી ખલાસ થઈ ગઈ છે ! ભગવાન મહાવીરને એકુય ઘર્ષણ થયું નહોતું. જમ્યા ત્યારથી તે ઠેઠ સુધી ! અને આપણે તો પચાસ હજાર, લાખ થવાં જોઈએ, તેને બદલે કરોડો થયાં, તેનું શું ? અરે દહાડામાંય વીસ-પચ્ચીસ વખત તો હોય જ. અમથો અમથોય આંખ ઊંચી થઈ જાય કે ઘર્ષણ, બીજા ઉપર કંઈ અવળો ભાવ થયો એ બધું ઘર્ષણ !!! આ ભીંત જોડે ઘર્ષણ થાય તો શું થાય ?
પ્રશ્નકર્તા : માથું ફૂટી જાય.
દાદાશ્રી : એ તો જડ છે ! પેલાં તો ચેતનવાળાં જોડે ઘર્ષણ તે શું થાય ? ઘર્ષણ એકલું ના હોય તો માણસ મોક્ષે જાય. કોઈ શીખી ગયો કે મારે ઘર્ષણમાં આવવું જ નથી. તો પછી એને વચ્ચે ગુરુની કે કોઈનીય જરૂર નથી. એક-બે અવતારે સીધો મોક્ષે જાય, ‘ઘર્ષણમાં આવવું જ નથી’ એવું જો એની શ્રદ્ધામાં બેસી ગયું ને નક્કી જ કર્યું. તો ત્યારથી જ સમકિત થઈ ગયું ! એટલે જો કદી કોઈને સમકિત કરવું હોય તો અમે ગેરન્ટી આપીએ છીએ કે જાવ, ઘર્ષણ નહીં કરવાનું નક્કી કરો ત્યારથી સમકિત થઈ જશે !
પ્રશ્નકર્તા : ઘર્ષણ અને સંઘર્ષણથી મન અને બુદ્ધિ ઉપર ઘા પડે ?
દાદાશ્રી : અરે ! મન ઉપર, બુદ્ધિ ઉપર તો શું, આખા અંતઃકરણ ઉપર ઘા પડ્યા કરે અને તેની અસર શરીર પર પણ પડે ! એટલે ઘર્ષણથી તો કેટલી બધી મુશ્કેલી છે !
પ્રશ્નકર્તા : ઘર્ષણ ના થાય એ સાચો અહિંસક ભાવ પેદા થયો ગણાય ?
દાદાશ્રી : ના, એવું કશું નથી ! પણ આ દાદા પાસે જાણ્યું કે આ ભીંત જોડે ઘર્ષણ કરવાથી આટલો ફાયદો, તો ભગવાન જોડે ઘર્ષણ કરવામાં કેટલો ફાયદો ? એટલું જાણવાથી જ પરિવર્તન થયા કરે !
અહિંસા તો પૂરેપૂરી સમજાય એવી નથી અને પૂરી રીતે સમજવી બહુ ભારે છે. એના કરતાં આવું પકડયું હોય ને કે “ઘર્ષણમાં ક્યારેય ન