________________
આપ્તવાણી-૬
૧૦૧
૧૦ર
આપ્તવાણી-૬
દાદાશ્રી : શક્તિઓ ખેંચવાની જરૂર નથી. શક્તિઓ તો છે જ. હવે ઉત્પન્ન થાય છે. પૂર્વે જે ઘર્ષણ થયેલાં હતાં ને તે ખોટ ગયેલી, તે જ પાછી આવે છે. પણ હવે જો નવું ઘર્ષણ ઊભું કરીએ તો પાછી શક્તિ જતી રહે, આવેલી શક્તિ પણ જતી રહે ને પોતે ઘર્ષણ ન જ થવા દે તો શક્તિ ઉત્પન્ન થયા કરે !
આવવું.” એટલે પછી શું થાય કે શક્તિઓ અનામત રહ્યા કરે ને દહાડે દહાડે શક્તિઓ વધ્યા જ કરે. પછી ઘર્ષણથી જતી ખોટ ના જાય !
વખતે ઘર્ષણ થઈ જાય તો ઘર્ષણની પાછળ આપણે પ્રતિક્રમણ કરીએ તો એ ભૂંસાઈ જાય. એટલે આ સમજવું જોઈએ કે અહીં આગળ ઘર્ષણ થઈ જાય છે, તો ત્યાં પ્રતિક્રમણ કરવું જોઈએ. નહીં તો બહુ જોખમદારી છે. આ જ્ઞાનથી મોક્ષે તો જશો, પણ ઘર્ષણથી મોક્ષે જતાં વાંધા બહુ આવે ને મોડું થાય !
આ ભીંતને માટે અવળા વિચાર આવે તો વાંધો નથી, કારણ એકપક્ષી ખોટ છે. જ્યારે જીવતા માટે એક અવળો વિચાર આવ્યો કે જોખમ છે. બન્ને પક્ષી ખોટ જાય. પણ આપણે એની પાછળ પ્રતિક્રમણ કરીએ તો બધા દોષો જાય. એટલે જ્યાં જ્યાં ઘર્ષણ થાય છે, ત્યાં આગળ પ્રતિક્રમણ કરો એટલે ઘર્ષણ ખલાસ થઈ જાય.
પ્રશ્નકર્તા : ઘર્ષણ કોણ કરાવે છે ? જડ કે ચેતન ?
દાદાશ્રી : પાછલાં ઘર્ષણ જ ઘર્ષણ કરાવે છે ! જડ કે ચેતનનો આમાં સવાલ જ નથી. આત્મા આમાં હાથ ઘાલતો જ નથી. આ બધું ઘર્ષણ પુદ્ગલ જ કરાવે છે. પણ જે પાછલાં ઘર્ષણ છે તે ફરી ઘર્ષણ કરાવડાવે છે. જેને પાછલાં ઘર્ષણ પુરાં થઈ ગયાં છે, તેને ફરી ઘર્ષણ ન થાય. નહીં તો ઘર્ષણને એના ઉપરથી ઘર્ષણ, એના ઉપરથી ઘર્ષણ એમ વધ્યા જ કરે.
પુદ્ગલ એટલે શું કે એ તદન જડ નથી. એ મિશ્ર ચેતન છે. આ વિભાવિક પુદ્ગલ કહેવાય છે. વિભાવિક એટલે વિશેષ ભાવે પરિણામ પામેલું પુદ્ગલ, એ બધું કરાવડાવે છે ! જે શુદ્ધ પુગલ છે એ પુદ્ગલ આવું તેવું ના કરાવડાવે. આ પુદ્ગલ તો મિશ્ર ચેતન થયેલું છે. આત્માનો વિશેષભાવ અને આનો વિશેષભાવ બે ભેગા થઈને ત્રીજું રૂપ થયું-પ્રકૃતિ સ્વરૂપ થયું. એ બધું ઘર્ષણ કરાવે છે !
પ્રશ્નકર્તા : આપ કહો છો, ઘર્ષણથી શક્તિઓ બધી ખલાસ થઈ જાય. તો જાગૃતિથી શક્તિ પાછી ખેંચાશે ખરી ?