________________
આપ્તવાણી-૬
‘ટેમ્પરરી એડજસ્ટમેન્ટ’ છે. બાળકો જેમ રમકડાં રમે તેમ આખું જગત રમકડાં રમી રહ્યું છે ! પોતાના હિતનું કશું કરતો જ નથી. નિરંતર પરવશતાના દુ:ખમાં જ રહ્યા કરે છે અને ટકરાયા કરે છે. સંઘર્ષણ ને ઘર્ષણ એનાથી આત્માની અનંત શક્તિઓ બધી ફ્રેકચર થઈ જાય.
૯૭
નોકર પ્યાલા-રકાબી ફોડે તો અંદર સંઘર્ષણ થઈ જાય. એનું શું કારણ ? ભાન નથી, જાગૃતિ નથી કે મારું કયું ને પારકું કયું ? પારકાનું, હું ચલાવું છું કે બીજો કોઈ ચલાવે છે ?
આ જે તમને એમ લાગે છે કે ‘હું ચલાવું છું’, તે એમાંનું તમે કશું ચલાવતા નથી. એ તો તમે ખાલી માની બેઠા છો. તમારે જે ચલાવવાનું છે તે તમને ખબર નથી. પુરુષ થાય ત્યારે પુરુષાર્થ થાય. પુરુષ જ થયા નથી, ત્યાં સુધી પુરુષાર્થ કેમ કરીને થાય ?
વ્યવહાર શુદ્ધ થવા માટે શું જોઈએ ? ‘કોમનસેન્સ કમ્પ્લીટ’ જોઈએ. સ્થિરતા-ગંભીરતા જોઈએ. વ્યવહારમાં ‘કોમનસેન્સ’ની જરૂર. ‘કોમનસેન્સ’ એટલે એવરીવ્હેઅર એપ્લિકેબલ'. સ્વરૂપજ્ઞાન સાથે ‘કોમનસેન્સ’ હોય તો બહુ દીપે.
પ્રશ્નકર્તા : ‘કોમનસેન્સ' કેવી રીતે પ્રગટ થાય ?
દાદાશ્રી : કોઈ પોતાને અથડાય, પણ પોતે કોઈને અથડાય નહીં, એવી રીતે રહે, તો ‘કોમનસેન્સ’ ઉત્પન્ન થાય. પણ પોતે કોઈને અથડાવો ના જોઈએ, નહીં તો ‘કોમનસેન્સ’ જતી રહે ! ઘર્ષણ પોતાના તરફનું ના હોવું જોઈએ.
સામાના ઘર્ષણથી ‘કોમનસેન્સ’ ઉત્પન્ન થાય. આ આત્માની શક્તિ એવી છે કે ઘર્ષણ વખતે કેમ વર્તવું, એનો બધો ઉપાય બતાવી દે અને એક વખત બતાવે પછી એ જ્ઞાન જાય નહીં. આમ કરતાં કરતાં ‘કોમનસેન્સ’ ભેગી થાય.
આપણું વિજ્ઞાન મેળવ્યા પછી માણસ એવો રહી શકે. અગર તો સામાન્ય જનતામાં કો'ક માણસ એવી રીતે રહી શકે, એવા પુણ્યશાળી લોકો હોય છે ! પણ એ તો અમુક જગ્યાએ રહી શકે, દરેક બાબતમાં
૯૮
આપ્તવાણી-૬
ના રહી શકે !
બધી આત્મશક્તિ જો કદી ખલાસ થતી હોય તો તે ઘર્ષણથી. સંઘર્ષથી સહેજ પણ ટકરાયા તો ખલાસ ! સામો ટકરાય તો આપણે સંયમપૂર્વક રહેવું જોઈએ ! ટકરામણ તો થવી જ ના જોઈએ. પછી આ દેહ જવાનો હોય તો જાય, પણ ટકરામણમાં ના આવવું જોઈએ.
દેહ તો કોઈના કહેવાથી જતો રહેતો નથી. દેહ, એ તો વ્યવસ્થિતના તાબે છે !
આ જગતમાં વેરથી ઘર્ષણ થાય છે. સંસારનું મૂળ બીજ વેર છે. જેનાં વેર અને ઘર્ષણ, બે બંધ થયાં તેનો મોક્ષ થઈ ગયો ! પ્રેમ નડતો નથી, વેર જાય તો પ્રેમ ઉત્પન્ન થાય.
મારે ખાસ ઘર્ષણ નહીં થવાનું. મને ‘કોમનસેન્સ’ જબરજસ્ત એટલે તમે શું કહેવા માગો છો એ તરત જ સમજાઈ જાય. લોકોને એમ લાગે કે આ દાદાનું અહિત કરી રહ્યા છે, પણ મને તરત સમજાઈ જાય કે આ અહિત અહિત નથી. સાંસારિક અહિત નથી ને ધાર્મિક અહિતેય નથી અને આત્મા સંબંધમાં અહિત છે જ નહીં. લોકોને એમ લાગે કે આત્માનું અહિત કરી રહ્યા છે, પણ અમને એમાં હિત સમજાય. એટલો આ ‘કોમનસેન્સ’નો પ્રભાવ. તેથી અમે ‘કોમનસેન્સ'નો અર્થ લખ્યો છે કે ‘એવરીવ્હેઅર એપ્લિકેબલ.'
હાલની જનરેશનમાં ‘કોમનસેન્સ’ જેવી વસ્તુ જ નથી. જનરેશન ટુ જનરેશન ‘કોમનસેન્સ' ઓછી થતી ગઈ છે.
આખું જગત ઘર્ષણ અને સંઘર્ષણમાં પડેલું છે. આ દિવાળીને દહાડે બધા નક્કી કરે કે આજે ઘર્ષણ નથી કરવું. માટે તે દહાડે સારું સારું ખાવાનું મળે, સારાં સારાં કપડાં પહેરવાનાં મળે, બધું જ સારું સારું મળે. જ્યાં જાવ ત્યાં ‘આવો, આવો' કરે એવો પ્રેમ મળે. સંઘર્ષ ના હોય તો પ્રેમ રહે. ખરું-ખોટું જોવાની જરૂર જ નથી. વ્યવહારિક બુદ્ધિ વ્યવહારમાં તો કામ લાગે જ, પણ એ તો એની મેળે એડજસ્ટ થયેલી જ છે. પણ બીજી વિશેષ બુદ્ધિ છે, એ જ હંમેશાં સંઘર્ષ કરાવે છે !