________________
આપ્તવાણી-૫
ભૂલી જઈએ છીએ ! એટલો વખત કલાક-બે કલાક સ્વરૂપનું લક્ષ ચૂકી જવાય. અરે, કેટલાકને તો બાર-બાર કલાક સુધી ચૂકી જવાય. અને આ જગતમાં, જેને જ્ઞાન ના આપ્યું હોય તેને તો એ જ ચાલ્યા જ કરે. આખો દહાડો પાણી પારકા જ ખેતરમાં જાય. પંપ ઘરનો, એન્જિનપાણી બધું પોતાનું, પેટ્રોલ-ઓઈલ પોતાનું, ને તોય પાણી જાય લોકોનાં ખેતરમાં ! ‘સ્વરૂપ જ્ઞાન' પછી બધું પાણી પોતાના જ ખેતરમાં જાય. ‘સ્વક્ષેત્ર'માં જ જાય, પરક્ષેત્રમાં ના જાય.
૨૭
પ્રશ્નકર્તા : પંદર દહાડા સુધી યાદ ના આવે ને પછી યાદ આવે એ પરિગ્રહમાં જાય ?
દાદાશ્રી : હા. ભૂત આપણી પાછળ પડ્યું છે. તે આખી દુનિયાનાં ભૂતાં વળગ્યાં છે તમને ? તમને તમારાં ભૂતાં વળગેલાં છે. અમુક બાબત હોય એટલાં જ વળગેલાં છે. બીજાં બધાં વળગેલાં ના હોય !
સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ
પ્રશ્નકર્તા : ક્રોધ-માન-માયા-લોભને છોડવાનો રસ્તો, એ જ્ઞાન જ છે ? અને એ જ્ઞાન આ કાળને માટે સમન્વિત છે ?
દાદાશ્રી : સાચું જ્ઞાન તો એનું નામ કહેવાય કે જે ક્રોધ-માનમાયા-લોભને ઊડાડી મૂકે.
પ્રશ્નકર્તા : એ પ્રાપ્ત કેમ કરવું ?
દાદાશ્રી : એ જ જ્ઞાન અહીં તમને આપું છું. આ બધાને ક્રોધમાન-માયા-લોભ બધું ઊડી જ ગયેલું છે.
પ્રશ્નકર્તા : હૃદયની સરળતા આવવી એટલી સહેલી છે ?
દાદાશ્રી : સરળતા આવવી કે ના આવવી એ તો પૂર્વભવનો હિસાબ છે. એનું ‘ડેવલપમેન્ટ’ છે. જેમ સરળ થાય તેમ વધુ ઉત્તમ કહેવાય. પણ એ ‘ક્રમિકમાર્ગ’નું છે. એમાં સરળ માણસ ધર્મને પામે પણ એમાં કરોડ અવતારેય મોક્ષનું ઠેકાણું ના પડે. ને આ ‘અક્રમવિજ્ઞાન’ છે. આ
આપ્તવાણી-૫
એક જ અવતારી જ્ઞાન છે. અને જો આ જ્ઞાનની આરાધના અમારી આજ્ઞાપૂર્વક કરવામાં આવે ને તો નિરંતર સમાધિ રહે ! તમે ડૉક્ટરની લાઈન કરો તોય નિરંતર સમાધિ રહે. કશું જ નડશે જ નહીં ને અડશે નહીં. આ તો બહુ ઊંચું વિજ્ઞાન છે. તેથી કવિરાજ કહે છે કે દસ લાખ વર્ષે આવું થયું નથી, એવું આ થયું છે.
પ્રશ્નકર્તા ઃ શરણાગતિ જોઈએ એમ ?
૨૮
દાદાશ્રી : ના. અહીં શરણાગતિ જેવી કશી વસ્તુ જ નથી. અહીં તો અભેદભાવ છે. મને તમારા કોઈની જોડે જુદાઈ લાગતી જ નથી. દુનિયા જોડેય જુદાઈ લાગતી નથી.
ને આ
પ્રશ્નકર્તા : આપ તો બહુ ઊંચી કોટિના છો, અમે તો બહુ નીચી કોટિના છીએ.
દાદાશ્રી : ના. એવું નથી. તમે તો મારી કોટિના જ છો. તમે મને જોયા જ કરો. તેનાથી મારારૂપ થયા કરો. બીજો કોઈ રસ્તો નથી. જેને તમે જુઓ તે રૂપ થયા કરો.
પ્રશ્નકર્તા : સંસારના વ્યવહારમાં શુદ્ધતા, શુચિ જોઈએ ને ?
દાદાશ્રી : શુદ્ધતા એટલી બધી આવવી જોઈએ કે આદર્શ વ્યવહાર કહેવાવો જોઈએ. ‘વર્લ્ડ’માંય જોયો ના હોય, તેવો ઊંચામાં ઊંચો, વ્યવહાર હોવો જોઈએ. અમારો વ્યવહાર તો બહુ ઊંચો હોય.
આ વિજ્ઞાન એવું છે. હું જે તમને દેખાડું છું એ કેવળજ્ઞાનનો આત્મા છે અને આ જગતના લોકો જે આત્મજ્ઞાન કરે છે, એ શાસ્ત્રીય આત્મજ્ઞાન છે.
પ્રશ્નકર્તા : પાત્રતા કે અધિકારની વગર આ જ્ઞાન કેમ પચે ?
દાદાશ્રી : પાત્રતા કે અધિકારની અહીં જરૂર જ નથી. આચારના ધોરણ ઉપર આ નથી. બાહ્યાચાર એ શું છે ? જગત આખું બાહ્યાચાર ઉપર બેઠું છે. બાહ્યાચાર એ ‘ઈફેક્ટ’ છે, ‘કોઝિઝ’ નથી. ‘કોઝિઝ’ અમે