________________
આપ્તવાણી-પ
૨૯
૩૦
આપ્તવાણી-પ
ઊડાડી મૂકીએ છીએ. પછી ‘ઈફેક્ટ’ તો એની મેળે ધોવાઈ જશે.
પરમ વિનય પ્રશ્નકર્તા : પરમ વિનય એ આચાર ખરો ?
દાદાશ્રી : પરમ વિનય તો એની મેળે ઉત્પન્ન થાય. આ “જ્ઞાન” જ ઉત્પન્ન કરે છે. જેમ છોકરાંને આ શીશી ‘પોઈઝન'ની છે અને ‘પોઈઝન’ એટલે શું એવું સમજાવવામાં આવે પછી એ એને અડતો નથી. એવી રીતે આ જ્ઞાન અવિનય છોડાવે છે, ને પરમ વિનય ઉત્પન્ન કરાવે છે. તમારે પરમ વિનયમાં રહેવાનું નથી પણ..
પ્રશ્નકર્તા : રહેવાઈ જાય. દાદાશ્રી : હા એની મેળે જ પરમ વિનયમાં રહેવાય.
દાદા દરબારતો વિનય દાદાશ્રી : આ અમે આવીએ અને તમે બધાં ઊભાં થઈ જાઓ. તે આ ઊઠબેસ કરવાથી તો પાર આવે એવું નથી. એનાથી તો દમ નીકળી જાય.
પ્રશ્નકર્તા : દેરાસરમાં તો ભગવાનની મૂર્તિ પાસે વંદના કરતી વખતે ઊઠબેસ જ કરે છે ને ?
દાદાશ્રી : ત્યાં ઊઠબેસ કરે તો વિનયના બહુ માર્ક છે અને આપણે અહીં તો બીજી કમાણી ઘણી કરવાનીને ? વિનયનું ફળ મોક્ષ છે; ક્રિયાઓનું ફળ મોક્ષ નથી. દેરાસરમાં વિનય કરો, તે દેખાય છે. આમ ક્રિયા ખરી, પણ તે વખતે અંદર સૂક્ષ્મ વિનય છે તે મોક્ષને આપનારો છે. વંદન કરે તે ઘડીએ ગાળો ભાંડતો ના હોય અને “અહીંનો વિનય અભ્યદય ને આનુષંગિક બન્ને ફળ આપે ! ગુરુ મહારાજને વિનય કરી બહાર આવીને નિંદા કરે તો પછી બધી ધૂળધાણી જ થઈ જાય. વિનય કરો તેની નિંદા ના કરો ને નિંદા કરવી હોય તો ત્યાં વિનય કરશો નહીં. એનો કશો અર્થ જ નહીં ને ?
તમારે તો અહીં કશું કરવાનું જ રહ્યું નથી ને? આ ઊભા થવાની તો એટલા માટે ના પાડીએ કે આ કાળમાં લોકોનાં પગનાં ઠેકાણાં નથી. આખો દહાડો દોડધામ, દોડધામ થાય. આ રેલવેએ પુલ ચઢાવી ચઢાવીને દમ કાઢી નાખ્યો ! હવે તેમાં તમને કહીએ કે ઊભા થાવ, બેસી જાવ તો તેનો ક્યારે પાર આવે ? એના કરતાં આપણે સહીસલામત રહો ને. જેને જેમ અનુકુળ આવે તેમ બેસો. ‘દાદા'ને બધું પહોંચી ગયું છે. આ ‘દાદા’ તો તમારા ભાવને જ જુએ છે, ક્રિયાને નથી જોતા.
સમજતી શ્રેણીઓ પ્રશ્નકર્તા : સામો દોષિત ના દેખાય તે માટે ‘પ્રકૃતિ કરે છે' એ સમજથી કામ લઉં છું.
દાદાશ્રી : એ ‘ફર્સ્ટ સ્ટેજ'ની વાત છે, પણ છેલ્લી વાતમાં આ કશું જ બનતું નથી. આત્મા આનો જાણકાર જ છે. બીજું કશું જ નથી. તેને બદલે માની બેઠો છે કે સામાએ જ કર્યું ! ‘રોંગ બિલીફ જ છે ખાલી.
પ્રશ્નકર્તા : એકના એક છોકરાને મારી નાખ્યો...
દાદાશ્રી : તે મરતો જ નથી. જે મૂળ સ્વભાવ છે, જે “મૂળ વસ્તુ છે, તે મરતો જ નથી. આ તો જે નાશવંત ચીજો છે તેનો નાશ થયા જ કરે છે.
જગત નિર્દોષ જ દેખાય. જેને ઓછી સમજણ હોય તે હિસાબ ગોઠવીને કહે ‘હિસાબ હશે.’ નહીં તો, “મારો છોકરો છે” એવું હોય જ નહીં ને !! ભગવાનની ભાષા સમજાઈ, તેને તો બધું જગત નિર્દોષ જ દેખાય ને ? કોઈ ફૂલ ચઢાવે તોય નિર્દોષ દેખાય ને પથ્થર મારે તોય નિર્દોષ દેખાય ! એકે મારી નાખ્યો ને એકે બચાવ્યો. પણ બન્ને નિર્દોષ દેખાય, વિશેષતા ના દેખાય આમાં.
તમને અમારા જ્ઞાનની સમજથી સમજવું હોય તો “વ્યવસ્થિત” છે, ‘હિસાબ છે', એવું તમારે સમજવું પડે. એથી આગળ જશો એટલે