________________
આપ્તવાણી-૫
યમરાજા વશ વર્તે તે...
દાદાશ્રી : સંયમ કોને કહેવાય ?
૨૫
પ્રશ્નકર્તા : વ્યાખ્યા ખબર નથી.
દાદાશ્રી : આ તો ભગવાનનો શબ્દ કહેવાય.
પ્રશ્નકર્તા : સમજીને જ્ઞાનમાં આપણે રહીએ એ સંયમ.
દાદાશ્રી : આ બધા ‘કંટ્રોલ’માં રહે છે, ‘આઉટ ઑફ કંટ્રોલ’ નથી થતા એને સંયમ નથી કહેવાતો. સંયમ તો જુદી જ વસ્તુ છે. એને સંયમધારી કહેવાય !
જેને યમરાજા પકડે નહીં એનું નામ સંયમી ! સંયમધારીને ભગવાને વખાણ્યા છે. સંયમધારીનાં તો દર્શન કરવાં પડે ! યમરાજાને જેણે વશ કર્યા છે !!!
પ્રશ્નકર્તા ઃ યમરાજાને વશ કર્યા છે, એ કેવી રીતે ?
દાદાશ્રી : યમરાજા વશ થયા ક્યારે કહેવાય કે જેને મરણની બીક ના લાગતી હોય, ‘હું મરી જઈશ, હું યમરાજાના કબજામાં છું' એવું ના લાગતું હોય તે સંયમધારી કહેવાય.
સંયમનો અર્થ અત્યારે લોકો ક્યાંનો ક્યાં લઈ ગયા છે ! ભગવાનની ભાષાનો શબ્દ એકદમ નીચલી કક્ષામાં લઈ ગયા છે. ભગવાનની નિશ્ચય ભાષા વ્યવહારમાં લાવ્યા છે. અત્યારે લોકો જેને
સંયમ કહે છે પણ ખરેખર તે સંયમ ના કહેવાય. આ તો કંટ્રોલ કર્યો કહેવાય. તે ‘કંટ્રોલ’ મનુષ્યોનો ઓછો હોય છે માટે તેમને ‘કંટ્રોલ’ કરવો પડે છે. જાનવરો માત્ર બધાં કંટ્રોલવાળાં છે. મનુષ્ય એકલાં જ ‘ડીકંટ્રોલ’વાળાં છે. પોતાનું ભાન જ નથી.
પ્રશ્નકર્તા : સત્તા છે પણ જવાબદારીનું ભાન નથી.
દાદાશ્રી : જ્યારે કંટ્રોલની સંપૂર્ણ સત્તા હાથમાં આવી ત્યારે
આપ્તવાણી-પ
દુરુપયોગ કર્યો. એટલે પોતે નિરાશ્રિત થઈ ગયો ! આ ગાયો-ભેંસોને ચિંતા થાય ખરી ?
૨૬
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : ત્યારે આ મનુષ્યો એકલાને જ ચિંતા થાય છે. કારણ કે સત્તાનો દુરુપયોગ કર્યો. ચિંતા ઊભી થઈ કે પોતે નિરાશ્રિત થયો. ‘મારું શું થશે ?” એવું જેને જેને થાય એ બધા નિરાશ્રિત.
યાદ આવે તે પરિગ્રહ
નાસ્તા કરવામાં વાંધો નથી. લત લાગવી ના જોઈએ. આત્માને ખેંચી ના જાય એટલી જાગૃતિ રાખવી જોઈએ. ખેંચાઈ જવાય તો પ્રતિક્રમણ કરવું જોઈએ. જમવામાં શું ખેંચી જાય છે ?
પ્રશ્નકર્તા : તીખું.
દાદાશ્રી : પછી યાદ આવે છે ?
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : તો એ ખાધું જ ના કહેવાય, યાદ આવ્યું તો પરિગ્રહ. યાદ ના આવ્યું તો એ પરિગ્રહ ના કહેવાય. ચોપડો લખવાનો બાકી હોય તો યાદ આવે કે આટલી સિલક બાકી છે. માખી ત્યાં જ ભ્રમણ કરતી હોય.
આ ‘દાદા’ની યાદગીરી જ એવી છે કે બધું ભૂલાડી દે. એમને એમ જ પરિગ્રહ ભૂલાડી દે !
પ્રશ્નકર્તા : સાધારણ સંયોગોમાં જે આપણને યાદ આવતું ના હોય પણ એ સામે આવે અને અમુક કલાક સુધી રહે એ પરિગ્રહમાં ગણાય કે ?
દાદાશ્રી : હાસ્તોને ! જે આપણને સ્વરૂપથી છેટા કરે એ પરિગ્રહ ! એ ગ્રહ વળગ્યો છે, પરિગ્રહનું ભૂત વળગ્યું છે. તેથી ‘આપણે’ ‘સ્વરૂપ’