________________
આપ્તવાણી-૬
૭૫
આપ્તવાણી-૬
જ નહીં. જ્યારે અમે તમને ‘વિજ્ઞાન’ આપ્યું છે કે ‘વ્યવસ્થિત’ બધું ચલાવી
લેશે.
પ્રશ્નકર્તા : મને દ્વેષ થયો, તો તેમાં આત્મા ભળ્યો કે નહીં ? એ દ્વેષ કોણે કર્યો ? મેં કર્યો ?
દાદાશ્રી : આત્મા ભળે ત્યારે શું થાય ? રાગ ને દ્વેષ બેઉ થાય. હવે રાગ-દ્વેષ થયા, તે ખબર કેમ પડે ? કહે કે દ્વેષ થાય ત્યારે મહીં ચિંતા થાય, જીવ બળે. આ જ્ઞાન પછી આત્મા ભળે નહીં. એટલે નિરાંતની સ્થિતિ રહે, નિરાકુળતા રહે. નિરાકુળતા એટલે સિદ્ધ ભગવાનનો ૧/૮ ગુણ ઉત્પન્ન થયો કહેવાય. જગત તો આકુળતા ને વ્યાકુળતામાં જ હોય, તરફડાટ તો રહ્યા જ કરે, તેથી ‘જ્ઞાની'ને શોધે.
લોકો શું જાણે છે કે, આત્મા ભાવ કરે છે. ખરી રીતે આત્મા ભાવ કરતો નથી. ભાવકો ભાવ કરે છે. એને જો સાચા માન્યા એટલે ભળ્યો. ભાવ થયા એને સાચા માનવા, એનું નામ જ ભળ્યો. એનાથી બીજ નંખાય.
પ્રશ્નકર્તા : ભાવક એટલે જનાં કર્મો ?
દાદાશ્રી : ભાવક એટલે મનની ગાંઠો. કોઈને માનની ગાંઠ, કોઈને લોભની ગાંઠ, તો કોઈને ક્રોધની ગાંઠ, તો કોઈને વિષયની ગાંઠ. આ ગાંઠો જ હેરાન કરે છે; આત્મા પ્રાપ્ત થયા પછી ભાવોમાં ભાવ ભળે નહીં, તેથી નિરાકુળતા રહે.
તિરાકુળ આનંદ
આનંદ બે પ્રકારના : એક આપણને ‘બિઝનેસ’માં ખૂબ રૂપિયા મળી જાય, સારો સોદો થઈ ગયો, તે ઘડીએ આનંદ થાય. પણ તે આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ, મૂચ્છિત આનંદ કહેવાય. છોકરો પૈણાવે, છોડી પૈણાવે તે ઘડીએ આનંદ થાય, તે પણ આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ, મૂચ્છિત આનંદ કહેવાય અને નિરાકુળ આનંદ થાય તો જાણવું કે આત્મા પ્રાપ્ત થયો.
પ્રશ્નકર્તા : નિરાકુળ આનંદ કયો કહેવાય ?
દાદાશ્રી : અહીં સત્સંગમાં જે બધો આનંદ થાય છે, તે નિરાકુળ આનંદ છે. અહીં આકુળતા-વ્યાકુળતા ના હોય.
આકુળ-વ્યાકુળવાળા આનંદમાં શું થાય કે મહીં ઝંઝટ ચાલ્યા કરતી હોય. અહીં ઝંઝટ બંધ હોય અને જગત વિસ્મૃતિ રહ્યા કરે. હમણાં કોઈ વસ્તુને લઈને આનંદ આવે તો આપણે સમજીએ કે આ પૌગલિક આનંદ છે. આ તો સહજ સુખ ! એટલે નિરાકુળ આનંદ, આકુળતા-વ્યાકુળતા નહીં. જાણે ઠરી ગયેલા હોઈએ એવું આપણને લાગે. ઉન્માદ કશો ના હોય.
જેનો પરિચય કરીએ, તે રૂપ આપણે થઈએ.
પ્રશ્નકર્તા : આપે જે આપ્યું છે તેનાથી, આ કાળમાં આપ જે સ્થિતિમાં પહોંચ્યા છો, તે સ્થિતિ સુધી અમે પહોંચી શકીએ ખરા ?
દાદાશ્રી : આપણું બીજું કામ જ શું છે ? આપને નિરાકુળતા પ્રાપ્ત થઈ છે ને ?
પ્રશ્નકર્તા: હા.
દાદાશ્રી :નિરાકુળતા એ સિદ્ધ ભગવાનનો ૧૮ ગુણ છે. ૧૮ સિદ્ધ થયા. પછી ચૌદ આની બાકી રહે. તે પછી થઈ જશે. સિદ્ધ થયા છો ને ? સિક્કો વાગી ગયો ને ? પછી શો ભો ? અત્યારે કોઈ ઉપરથી આવે ને કહે કે, “ચાલો સાહેબ મોક્ષમાં.’ તો હું શું કહું, ‘કેમ ઉતાવળ છે આટલી બધી?” ત્યારે એ કહે કે, ‘તમારી ઉપર અમને લાગણી થાય છે !” ત્યારે હું કહું કે, ‘લાગણી મારી ઉપર ના રાખીશ, બા ! હું લાગણી રાખવા જેવો પુરુષ
આખા જગતમાં જે આનંદ છે, તે આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ છે અને ‘જ્ઞાની’ થયા પછી નિરાકુળ આનંદ ઊભો થાય છે. | જ્ઞાની પુરુષ' પાસે નિરાકુળ આનંદ ઉત્પન્ન થાય. પુદ્ગલની કંઈ લેવાદેવા નથી, તો પછી આ સુખ ઉત્પન્ન ક્યાંથી થયું ? ત્યારે કહે કે એ સ્વાભાવિક સુખ, સહજ સુખ ઉત્પન્ન થયું. તે જ આત્માનું સુખ છે અને એટલું જેને ફિટ થઈ ગયું ને એ સહજસુખના સ્વપદમાં રહ્યો, તે પછી ધીમે ધીમે પરિપૂર્ણ થાય !