________________
આપ્તવાણી-૬
Fપ
પોતાની અજાગૃતિ નુકસાન કરે છે ! જો મારાં આપેલાં વાક્યોના અમલમાં રહે તો તેને નિરંતર સમાધિ રહે. પોતે “જાગૃત’ રહેવાની જરૂર છે ! આ ‘જ્ઞાન’ હું આપું છું ત્યારે તમને આત્માની જાગૃતિમાં લાવી દઉં છું ! આત્માની સંપૂર્ણ જાગૃતિને ‘કેવળજ્ઞાન’ કહ્યું છે ! જાગૃતિ ઉત્પન્ન થાય એટલે પોતાના બધા જ દોષો દેખાય ! પોતાના રોજના પાંચસો-પાંચસો દોષો ‘પોતે' જોઈ શકે ! જે દોષ જુએ, તે દોષ અવશ્ય જાય !
આપણે અહીં આ ‘વિજ્ઞાન’ છે. પોતાના દોષ દેખાવા માંડ્યા, ત્યારથી એની ભગવાન થવાની શરૂઆત થઈ ! નહીં તો પોતાનો દોષ કોઈનેય દેખાય નહીં. પોતે જજ, પોતે વકીલ છે ને પોતે આરોપી હોય તો, પોતાનો દોષ કેવી રીતે જોઈ શકે ?
કષાયોની શરૂઆત પ્રશ્નકર્તા: ‘ચાર્જ કષાય અને ‘ડિસ્ચાર્જ કષાય વિશે મારે જાણવું
દાદાશ્રી : અત્યારે તમને જે કષાય થઈ રહ્યા છે, તમે કો'કની જોડે અત્યારે ગુસ્સે થઈ ગયા હો, તો એ કષાય ‘ડિસ્ચાર્જ છે. પણ એની અંદર તમારો ભાવ છે, તો ફરી ‘ચાર્જ'નું બી પડયું.
પ્રશ્નકર્તા કોઈ પણ ‘ડિસ્ચાર્જ થાય તો, તેમાં ચાર્જ તો થાય ને ? ભાવકર્મ આવે ને ?
દાદાશ્રી : ના, એ ‘ડિસ્ચાર્જ થાય ત્યારે ‘ચાર્જ” ના કરવું હોય તો, અમારી પાસે ‘જ્ઞાન’ લીધેલું હોય તેને ‘ચાર્જ થાય જ નહીં. પછી કર્મ ચોંટે જ નહીં.
પ્રશ્નકર્તા: એનો કોઈ ટેસ્ટ ખરો કે આ ‘ડિસ્ચાર્જ છે ને આ ‘ચાર્જ
દાદાશ્રી : હા, બધો ટેસ્ટ છે. પોતાને બધી ખબર પડે. જો ચાર્જ થાય તો તેની સાથે અશાંતિ થાય, અંદર સમાધિ તૂટી જાય અને ચાર્જ ના થાય એમાં તો સમાધિ જાય નહીં !