________________
આપ્તવાણી-૬
૬૪
આપ્તવાણી-૬
થઈ ગયાં ! પછી નવાં ‘કૉઝિઝ’ ઉત્પન્ન થવાનાં નહીં ને જૂનો માલ છે, તે ‘ડિસ્ચાર્જ થયા કરવાનો. હવે જુનો માલ કેવી રીતે ‘ડિસ્ચાર્જ થાય છે, તે આપને સમજાવું.
અહીંથી ચાલીસ માઈલ છેટેથી એક ‘ઇરીગેશન’ ટેન્કમાંથી મોટી પાઈપ દ્વારા અહીં અમદાવાદમાં તળાવ ભરવા પાણી આવતું હોય, તો એ તળાવ ભરાઈ ગયા પછી આપણે ત્યાં ફોન કરીએ કે હવે પાણી આપવાનું બંધ કરી દો. તો એ લોકો તરત બંધ કરી દે, છતાં અમુક ટાઈમ સુધી અહીં તો પાણી ચાલુ જ રહે. કારણ ચાલીસ માઈલની પાઈપમાં પાણી અંદર રહેલું, તે તો આવવા દેવું પડે ને ? એને શું કહેવાય ? અમે એને ‘ડિસ્ચાર્જ કહીએ છીએ. એવી રીતે અમારી પાસે જ્ઞાન લીધેલાનું “ચાર્જ બંધ થઈ જાય છે. ‘હું કરું છું” એ ભાન તૂટી જાય છે, વ્યવસ્થિત કરે છે અને શુદ્ધાત્મા’ જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. પછી જે થાય તે ‘જોયા' કરવાનું છે. એટલે કર્તાપદ આખું ઊડી જાય છે કે જેનાથી ‘ચાર્જ' થતું હતું. પછી જે ‘ડિસ્ચાર્જ રહ્યું, તેનો નિકાલ કરવાનો રહે છે. પ્રારબ્ધ બન્યાં પુરાણાં, “વ્યવસ્થિત' જ્ઞાત શમણાં
પ્રશ્નકર્તા: આપ ‘વ્યવસ્થિત’ શક્તિને પ્રભુશક્તિ કહો છો કે પ્રારબ્ધ કહો છો ?
દાદાશ્રી : ના, આ ‘વ્યવસ્થિત’ શક્તિ અને પ્રારબ્ધ એને કંઈ લેવાદેવા નથી. કોઈ પણ માણસ પ્રારબ્ધને માને તો લોકો આવીને શું કહે, ‘તું પુરુષાર્થ કર, નકામો પ્રારબ્ધ ઉપર બેસી ના રહીશ.” એટલે પ્રારબ્ધ એ પાંગળા અવલંબનવાળી વસ્તુ છે અને ‘વ્યવસ્થિત’ તો ‘એક્ટ' તેમ જ છે.
પ્રશ્નકર્તા: ‘વ્યવસ્થિત' એટલે પૂર્વનિશ્ચિત ? એ પૂર્વનિર્ધારિત છે ?
દાદાશ્રી : હા, સંપૂર્ણ પુર્વનિશ્ચિત છે ! પણ જ્યાં સુધી આપણને સંપૂર્ણ જ્ઞાન નથી, ત્યાં સુધી આપણે બોલવું ના જોઈએ કે ‘વ્યવસ્થિત' જ છે. આ મન-વચન-કાયા ‘વ્યવસ્થિત'ને તાબે જ છે. આ હાથ ઊંચો કરે, મહીં વિચાર કરે, મહીં પ્રેરણા થાય છે, એ બધું ‘વ્યવસ્થિત'ને તાબે છે. આપણે ‘શુદ્ધાત્મા’ ને બીજું બધું એને તાબે ! એટલે એમાં હાથ ઘાલવો
નહીં. ‘શું થઈ રહ્યું છે? તેને જોયા કરવાનું !
પ્રશ્નકર્તા : તો પછી “શુદ્ધાત્મા’ એટલો ‘વ્યવસ્થિત'ના બંધનમાં આવ્યો કે નહીં ?
દાદાશ્રી : ના, ‘શુદ્ધાત્મા’ બંધનમાં નથી. ‘શુદ્ધાત્મા’ થયા પછી જ્ઞાતા-દ્રષ્ટા રહેવાની જ જરૂર છે.
હું ટોપ' ઉપર જઈને આ બધી વાત કરું છું જગતના લોકોએ જે વાત કરેલી છે, તેમાં કેટલાક લોકોએ ડુંગરની તળેટીમાં રહીને વાત કરેલી છે, કેટલાકે પાંચ ફુટ ઉપર ચઢીને વાત કરી છે, તો કેટલાકે દસ ફૂટ ઉપરથી વાત કરી છે અને હું એટલે સુધી ચઢ્યો છું કે, મારું ડોકું ઉપરના ‘ટોપ'ને જુએ અને નીચેનો બધો જ ભાગ દેખાય ! જ્યારે વીતરાગોએ તો ‘ટોપ” ઉપર ઊભા રહીને વાત કરી છે ! “ટોપ” ઉપર સંપૂર્ણ સત્ય છે ! આ હું જે કહું છું તેમાં કંઈક સહેજ ખામી આવે. કારણ કે ‘ટોપ” ઉપરનું બધું ના જોઈ શકું ! ‘ટોપ” ઉપરની તો વાત જ જુદીને ?
પ્રશ્નકર્તા : મહાવીર ભગવાન એમ કહે છે કે કર્મક્ષય બીજી કોઈ પણ વ્યક્તિ દ્વારા થઈ શકે નહીં, એટલે એમાં ‘જ્ઞાની” પણ આવી જાય ?
દાદાશ્રી : ના, જ્ઞાની તો પોતે પોતાનાં કર્મ ખપાવે અને બીજાનાં હઉ ખપાવી દે ! એટલે એમણે એ જે વાત કરી છે એ “જ્ઞાની” ના હોય તેને માટે વાત કરી છે !
પ્રશ્નકર્તા : ‘જ્ઞાની'ને પ્રકૃતિ ઉપર પ્રભુત્વ હોય ?
દાદાશ્રી : ના, ના હોય ! પણ પ્રકૃતિની એમની ઉપર અસર ના હોય. પોતાની સ્વતંત્રતા પર પ્રકૃતિની અસર ના હોય, પણ પ્રકૃતિને આધીન તો “મહાવીર ભગવાન'નેય રહેવું પડતું હતું !
પ્રશ્નકર્તા : આપનું જ્ઞાન લીધું હોય છતાં એમને સમાધિ વર્તતી ના હોય, એની ‘ભરેલી પાટી’ હોય, પણ એવું ‘વ્યવસ્થિત'ના હાથમાં ખરું કે અમુક દિવસે પાટી બધી કોરી થશે ?
દાદાશ્રી : આમાં ‘વ્યવસ્થિત’ શક્તિ કંઈ નુકસાન કરતી નથી.