________________
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
પ્રશ્નકર્તા ઃ અસર તો થાય.
દાદાશ્રી : માટે તમે “ચંદુભાઈ છો ! અને આ “અંબાલાલ’ને કોઈ ગાળ દે, તો હું આ ‘અંબાલાલ'ને કહું કે “જુઓ, તમે કહ્યું હશે, તેથી આ તમને ગાળો દે છે !' અમને તદન જુદાપણું જ અનુભવમાં આવે છે. તમારુંય જુદું પડી જાય એટલે પછી ‘પઝલ' સોલ્વ થઈ ગયું. નહીં તો રોજ “પઝલ’ ઊભાં થયાં જ કરે !
પ્રશ્નકર્તા : આ ‘પઝલો’ છે, એ બધાં જીવન સાથે વણેલાં છે કે કર્મ ભોગવવા માટે એ છે?
દાદાશ્રી : એ અણસમજ છે. આ મનુષ્યો બેભાન છે ! શેનાથી બેભાન છે ? ‘પોતાના સ્વરૂપથી બેભાન છે !” “પોતે કોણ છે ?” એનું જ ભાન નથી ! કેટલી બધી અજાયબી કહેવાય ? તમને શરમ ના લાગી આ વાત સાંભળતાં ? પોતે પોતાથી અજાણ છે. એ શરમ આવે એવું છે ને ? અને ત્યાં બહાર પાછો નીકળે, ત્યારે કેટલો બધો રોફ મારે છે. અલ્યા, તને સ્વરૂપનું ભાન નથી, તે શું વગર કામનો કૂદાકૂદ કરે છે ! પોતે પોતાથી ગુપ્ત રહી શકે જ નહીં ને ! તમે તમારા પોતાથી ગુપ્ત થયા છો, તે આ કઈ જાતનું કહેવાય ? એટલા માટે, ભાનમાં લાવવા માટે હું આ ‘વિજ્ઞાન આપવા માગું છું. ‘આ’ જ્ઞાન નથી, ‘આ’ વિજ્ઞાન છે. જ્ઞાન ક્રિયાકારી ના હોય. આ ‘વિજ્ઞાન' ક્રિયાકારી હોય. આ જ્ઞાન લીધા પછી તમારે કશું કરવું ના પડે. જ્ઞાન જ કર્યા કરે. વિજ્ઞાન હંમેશાં ચેતન હોય અને શાસ્ત્રજ્ઞાન એ શબ્દજ્ઞાન છે. એ ક્રિયાકારી ના થઈ શકે. બહુ ત્યારે એ આપણને સદ્એસનો વિવેક કરાવડાવે. સદ્-અસનો વિવેક એટલે આ “સાચું કે આ ‘ખોટું’ એવું ભાન કરાવનારું છે અને આ તો “અક્રમ વિજ્ઞાન’ છે.
કારણ-કાર્યની શૃંખલા પ્રશ્નકર્તા : દેહ ને આત્મા વચ્ચે સંબંધ તો ખરો ને?
દાદાશ્રી : આ દેહ છે તે આત્માનું પરિણામ છે. જે જે “કૉઝિઝ’ કર્યા તેની આ ‘ઇફેક્ટ' છે. કોઈ તમને ફૂલ ચઢાવે તો તમે ખુશ થઈ જાવ અને તમને ગાળ દે એટલે તમે ચીડાઈ જાવ. તે ચીડાવામાં ને ખુશ થવામાં બાહ્ય દર્શનની કિંમત નથી, અંતરભાવથી કર્મ ચાર્જ થાય છે. તેનું પછી આવતે
ભવ ‘ડિસ્ચાર્જ' થાય છે, તે વખતે તે ‘ઇફેક્ટિવ’ છે. આ મન, વચન, કાયા ત્રણેય “ઇફેક્ટિવ' છે. ‘ઇફેક્ટ’ ભોગવતી વખતે બીજાં નવાં કોઝિઝ ઉત્પન્ન થાય છે. જે આવતા ભવે પાછાં ‘ઇફેક્ટિવ થાય છે. આમ ‘કૉઝિઝ એન્ડ ઇફેક્ટ’, ‘ઇફેક્ટ એન્ડ ‘કૉઝિઝ' એમ ઘટમાળ નિરંતર ચાલ્યા જ કરે છે.
મનુષ્યજન્મ એકલામાં જ ‘કૉઝિઝ બંધ થઈ શકે એમ છે. બીજી બધી ગતિમાં તો ખાલી ‘ઇફેક્ટ' જ છે. અહીં ‘કૉઝિઝ એન્ડ ‘ઇફેક્ટ બને છે. અમે જ્ઞાન આપીએ છીએ, ત્યારે કૉઝિઝ બંધ કરી દઈએ છીએ. પછી નવી ‘ઇફેક્ટ’ થાય નહીં.
પ્રશ્નકર્તા: ‘ઇફેક્ટિવ’ રહેવું એ સારું છે કે “ઇફેક્ટિવ મટી જાય એ સારું છે ?
દાદાશ્રી : એમ મટાડીએ તો તો આ બધા લોકોને કશાની જરૂર જ ના રહે. જરાક દવા ચોપડીએ કે મટી જાય. ટાઢ ના વાય, તાપ ના લાગે, એટલે પંખા, કપડાં કશાની જરૂર ના રહે.
પ્રશ્નકર્તા : આ જન્મ-મરણનાં કારણની જે ‘ઇફેક્ટ' છે, તે નીકળી જાય એ સારું કે રહે તો સારું ?
દાદાશ્રી : “ઇફેક્ટ’ કોઈ દહાડોય એમ નીકળી ના જાય. ‘ઇફેક્ટ’ એટલે પરિણામ. પરિણામને ખસેડી ના શકાય. પણ ‘કૉઝિઝ'ને બંધ કરી શકાય.
પ્રશ્નકર્તા : એ કાર્ય-કારણ ભાવનું છે ?
દાદાશ્રી : હા, ‘ઇફેક્ટ’ એ કાર્ય છે અને કાર્યમાં ફેરફાર ના થાય. આ જે ‘ઇફેક્ટ છે એ ‘ડિસ્ચાર્જ છે અને મહીં ‘ચાર્જ થયા કરે છે. “ચાર્જ એ બંધ કરી શકાય. ‘ડિસ્ચાર્જ બંધ ના કરી શકાય.
અકર્તાપદે અબંધદશા પ્રશ્નકર્તા: ‘કૉઝિઝ’ બંધ કરવાની પ્રક્રિયા શી છે ? દાદાશ્રી : “હું આ કરું છું એ ભાન તૂટ્યું, ત્યારથી ‘કૉઝિઝ’ બંધ