________________
આપ્તવાણી-૬
૫૯
પ્રશ્નકર્તા : પણ એ ઘવાય ત્યારે સારા-નરસાનું કશું જ ભાન ના રહે. દાદાશ્રી : હંમેશાં અહંકારને આંખો ના હોય; આંધળો જ હોય. પ્રશ્નકર્તા : એટલે એ બીજા બધા કરતાં અહંકાર ચડિયાતો ને ? દાદાશ્રી : હા, એ સરદાર છે. એની સરદારી નીચે તો આ બધું ચાલે છે !
પ્રશ્નકર્તા : તો તે વખતે ‘એડજસ્ટમેન્ટ’ શું લેવું ?
દાદાશ્રી : ‘એડજસ્ટમેન્ટ’ શું લેવાનું ? ‘આપણે જોયા જ કરવાનું કે કેવો આંધળો છે !' એ ‘એડજસ્ટમેન્ટ’ લેવાનું.
અહંકાર કોઈ વસ્તુ નથી. ‘આપણે’ જે માનીએ છીએ કે ‘હું આ છું’ એ બધોય અહંકાર અને ‘હું શુદ્ધાત્મા છું’ એટલો જ નિર્અહંકાર. ‘હું પટેલ છું’, ‘હું પચાસ વર્ષનો છું’, ‘હું કલેક્ટર છું’, ‘હું વકીલ છું.’ જે જે બોલ્યો
તે બધો અહંકાર.
પ્રશ્નકર્તા : સારું કરવા માટે જે પ્રેરે, એ પણ અહંકાર કહેવાય ?
દાદાશ્રી : હા, એ પણ અહંકાર કહેવાય. ખોટું કરવા પ્રેરે તેય અહંકાર કહેવાય. એ સારામાંથી ખોટું ક્યારે કરશે, તેય કહેવાય નહીં. કારણ કે આંધળો છે ને ?
તમે જેને દાન આપતા હો ને એ માણસ કશુંક એવો શબ્દ બોલી ગયો, તો તમે એને મારવા ફરી વળો ! કારણ કે એ અહંકાર છે.
પ્રશ્નકર્તા : લશ્કરી માણસ હોય, એ એમ કહે કે હું હિન્દુસ્તાન માટે લડું છું. તો એ અહંકાર ખરો ?
દાદાશ્રી : હા, એ બધા અહંકાર ખરા. પણ એ છેવટે સરવાળામાં કશો લાભ ના કરે. થોડું પુણ્ય બંધાય. સારું કરનારો ‘ક્યારે ખોટું કરશે’ એ કહેવાય નહીં. આજે હિન્દુસ્તાન માટે લડતો હોય ને કાલે એના કેપ્ટન જોડેય ઝઘડો કરે ! એનું કશું ઠેકાણું નહીં. અહંકાર તદન નફફટ વસ્તુ છે. ક્યારે ઊંધો ફરે તે કહેવાય નહીં. એ ધ્યેય વગરની વસ્તુ છે. અને
આપ્તવાણી-૬
જેટલા અહંકારથી ધ્યેય રાખતા હતા, એ બધા હિન્દુસ્તાનમાં પૂજાય છે. પ્રશ્નકર્તા : પણ આગળ વધવા માટે અહંકારની જરૂર તો ખરી ને ? દાદાશ્રી : એ અહંકાર તો એની મેળે હોય જ. અહંકાર આપણો રાખ્યો રહે નહીં. આવીને પેસી જ જાય !
ξα
પ્રશ્નકર્તા : માનસશાસ્ત્રમાં એવું લખ્યું છે કે પર્સનાલિટીના ડેવલપમેન્ટ’ માટે થોડા-ઘણાં અહંકારની જરૂર ખરી, એ ખરું છે ?
દાદાશ્રી : એ તો કુદરતી હોય જ. ‘ડેવલપમેન્ટ’ માટે કુદરતનો નિયમ જ છે કે અહંકાર ઊભો થાય ને પોતે ‘ડેવલપ’ થયા કરે. એમ કરતું કરતું ‘ડેવલપમેન્ટ’ પૂરું થવાનું થાય, ત્યારે હિન્દુસ્તાનમાં આવે. ત્યાર પછી એ ‘ડેવલપમેન્ટ’ની બહુ જરૂર રહી નહીં. મોક્ષનો માર્ગ મળી જાય, પછી આવા અહંકારના ગાંડાં કોણ કાઢે ? આ તો ગમે એટલો ડાહ્યો હશે, દાનેશ્વરી હશે, પણ ઘેર જાય એટલે ચિંતા, ઉપાધિઓ બહુ હોય જ ! આખો દહાડો અંતરદાહ ચાલુ જ હોય !
‘આત્મપ્રાપ્તિ’નાં લક્ષણો
પ્રશ્નકર્તા : મેં મારા આત્માને ઓળખ્યો હોય, તો મારામાં ક્યાં લક્ષણોની શરૂઆત થશે ? મારામાં કેવું પરિવર્તન થશે કે જેથી હું સમજી શકું કે હું રસ્તા ઉપર છું ?
દાદાશ્રી : પહેલું તો ‘ઇગોઇઝમ’ બંધ થઈ જાય. બીજું ક્રોધ-માનમાયા-લોભ જતાં રહે, તો જાણવું કે તમે આત્મા થઈ ગયા ! એવાં લક્ષણ તમને થયાં છે ?
પ્રશ્નકર્તા : ના, એ તો હજુ નથી થયાં.
દાદાશ્રી : એટલે એ લક્ષણો ઉત્પન્ન થાય તો પછી જાણવું કે તમે આત્મસ્વરૂપ થયા છો. અત્યારે તમે ‘ચંદુભાઈ’ સ્વરૂપ છો ! અત્યારે કોઈ બોલે કે, આ ડૉકટર ચંદુભાઈએ મારો કેસ બગાડ્યો.' એટલે તમને અહીં બેઠા બેઠા અસર થાય કે ના થાય ?