________________
આપ્તવાણી-૬
૩૮
આપ્તવાણી-૬
શંકા એટલે શું? પોતાના આત્માને બગાડવાનું સાધન. શંકા એ દુનિયામાં મોટામાં મોટી ખરાબ વસ્તુ છે અને શંકા સો ટકા ખોટી હોય છે અને જ્યાં શંકા નથી રાખતો ત્યાં શંકા હોય છે. જ્યાં વિશ્વાસ રાખે છે, ત્યાં જ શંકા હોય છે ને જ્યાં શંકા છે ત્યાં કશું છે જ નહીં. આમ બધી જ રીતે તમે માર ખાવ છે. અમે તો ‘જ્ઞાનથી જોયેલું છે કે તમે બધી જ રીતે માર ખા ખા કરો છો.
પ્રશ્નકર્તા : આ શંકાવાળી વાતનું ના સમજાયું; જ્યાં વિશ્વાસ રાખીએ છીએ, ત્યાં જ શંકા હોય છે.
દાદાશ્રી : એવું છે ને, તમે કયા જ્ઞાનના આધારે આ દૃષ્ટિ માપી શકો છો ? અરે ! ઉઘાડી આંખે જોયું હોય તોય ખોટું પડે છે ! આ તો બુદ્ધિજન્ય જ્ઞાનથી, વિચારણા કરીને જુઓ છો ! એ તમને માર ખવડાવી ખવડાવીને તેલ કાઢી નાખશે ! તેથી અમે કહીએ છીએ કે બુદ્ધિથી છેટા બેસો, બુદ્ધિ તો ઘડીક વારેય જંપીને બેસવા ના દે. આ તમારું તો બહુ સારું છે. તમારી ભાવના સારી એટલે પાછા માર્ગે વળી ગયા.
પ્રશ્નકર્તા : પછી તો મેં પ્રતિક્રમણનું જોર બહુ વધાર્યું. પરોઢીએ ઊઠીને પ્રતિક્રમણ કરતો'તો !
દાદાશ્રી : એ પ્રતિક્રમણ અહીં શીખ્યા, તે તેણે બહુ કામ કાઢી નાખ્યું. આ પ્રતિક્રમણના આધારે તો તમે જીવતા રહ્યા છો. તમારે તો આટલું જ ઘર છે. મારે તો કેટલાય માણસોનું ઘર છે. પણ કોઈની ઉપર શંકા જ નહીં.
ઠાઠડીમાં સથવારે કોણ ?
અનંત અવતાર આની આ જ પીડામાં પડ્યો છે ! આ તો આ અવતારનાં બૈરાં-છોકરાં છે, પણ દરેક અવતારે જ્યાં ને ત્યાં બૈરાં-છોકરાં જ કર્યા છે ! રાગ-દ્વેષ કર્યા છે ને કર્મો જ બાંધ્યાં ! આ સગાઈ-બગાઈ કશું ના મળે ! આ તો કર્મફળ આપ્યા કરે. ઘડીકમાં અજવાળું આપે ને ઘડીકમાં અંધારું આપે. ઘડીકમાં ફટકો આપે ને ઘડીકમાં ફૂલ ચઢાવે ! આમાં સગાઈ તો હોતી હશે !
આ તો અનાદિથી ચાલ્યા જ કરે છે ! આપણે આને ચલાવનાર કોણ ? આપણે આપણા કર્મથી કેમ છૂટાય, એ જ “જોયા કરવાનું છે. છોકરાંને ને આપણે કશી લેવાદેવા નથી. આ તો વગર કામની ઉપાધિ ! બધાં કર્મોને આધીન છે. જો ખરી સગાઈઓ હોય ને તો ઘરમાં બધાં નક્કી કરે કે આપણે ઘરમાં વઢવાડ નથી કરવી. પણ આ તો કલાક-બે કલાક પછી બાકી પડે ! કારણ એ કોઈના હાથમાં સત્તા જ નથી ને ! આ તો બધા કર્મના ઉદય. ફટાકડા ફૂટે તેમ ફટાફટ ફટાફટ ફૂટે છે ! કોઈ સગો નથી ને વહાલોય નથી, તો પછી શંકા-કુશંકા કરવાની ક્યાં રહી ? ‘તમે પોતે “શુદ્ધાત્મા', આ ‘તમારું’ ‘પાડોશી’ શરીર જ તમને દુઃખ આપનારું છે ને ! અને છોકરાં તો ‘તમારાં’ ‘પાડોશી’નાં છોકરાં. એમની જોડે આપણે શી ભાંજગડ ? અને પાડોશીનાં છોકરાં માને નહીં; ત્યારે આપણે એમને જરાક કહેવા જઈએ તો છોકરાં શું કહે છે કે, “અમે શાનાં છોકરાં તમારાં ?” અમે તો ‘શુદ્ધાત્મા છીએ” ! કોઈને કોઈની પડેલી નથી !!!
પ્રશ્નકર્તા : સરવૈયું કાઢીએ તો બધા હિસાબ લેવા આવ્યા હોય. અને હિસાબ ચૂકવીએ પણ એમાં ‘સમભાવે નિકાલ થાય છે કે નહીં, એટલું જ અમારે જોઈએ.
પ્રશ્નકર્તા: ‘હું કહું છું, એ સાચું છે', એવું માનવું નહીં એમ ?
દાદાશ્રી : સાચું હોય તોય આપણે શું? મારું કહેવાનું કે ઠાઠડીમાં એકલાને જ જવાનું હોય છે ને ! પછી આ વગર કામની ભાંજગડો માથે લઈને ક્યાં ફરીએ ?
દાદાશ્રી : “સમભાવે નિકાલ થાય તો કલ્યાણ થઈ જાય.
પ્રશ્નકર્તા આપે તો કૃપા કરી જ્યારે અમે અમારાં ‘વક્રમ’ કર્યા. પણ એ ચોખ્ખાં થઈ ગયાં એ હકીકત છે.
દાદાશ્રી : તમે દાદાને આટલું વળગી રહ્યા, તે બહુ થઈ ગયું. એક દહાડો સરવૈયું સમજાશે કે સાચું હતું આ.
જન્મ પહેલાં ચાલતો ને મૂઆ પછી ચાલશે, અટકે ના કોઈ દિ’ વ્યવહાર રે, સાપેક્ષ સંસાર રે....
- નવનીત