________________
આપ્તવાણી-૬
૩૫
આપ્તવાણી-૬
લોભક, મોહક, ક્રોધક, ચેતક... મોહક મોહને કરાવનાર છે. મોહ આપણે ના કરવો હોય તોય કરાવે !
પ્રશ્નકર્તા : મગજમાં એવું થયા કરે કે આ હાથે કરીને શું કરવા આપણે ઊભું કરીએ છીએ ? આ બંધાય છે કે છૂટે છે, એવો વિચાર મારે શું કરવા કરવો ?
દાદાશ્રી : ના, એ વિચાર ના કરવો હોય તોય આવે જ. પેલો ‘ક’ તમને કરાવડાવે. તમને મહીં ગૂંચવ ગૂંચવ કરે અને કોઈને માટે તો વિચારવા જેવું જગત જ નથી. તેમાં એવું વિચારવામાં આવે છે, તેનું શું થાય ? માર ખાવો પડે ! પારકી પંચાત માટે જગત નથી. તમારી પોતાની ‘સેફ સાઈડ’ કરી લેવા માટેનું આ જગત છે.
પ્રશ્નકર્તા: હવે આ પંચાત મારા મગજમાં ગરી ગઈ છે તો તેને કાઢવી કેવી રીતે ?
દાદાશ્રી : એ તો આપણે એને ઓળખીએ કે આ તો દુશ્મન છે ને આ પિતરાઈ છે. એમ ઓળખ્યા પછી દુશ્મનને આપણે સંભારીએ નહીં.
‘જ્ઞાતીપુરુષ'તી કરુણા તે સમતા ! પ્રશ્નકર્તા: પણ એ ચોંટેલું જ એવું હોય કે માથામાંથી એ ખસે જ નહીં.
દાદાશ્રી : જુઓને ! તમને મારા માટે કેટલી બધી ભક્તિ છે, એ બધું હું બહુ સારી રીતે ઓળખું, પણ છતાંય તમને અહીં કો'ક દહાડો દેખાડે કે આ ‘દાદા’ આવા છે.
પ્રશ્નકર્તા : અરે, દાદાને ગાળો હઉ ભાંડું. દાદાને નહીં, અંબાલાલ પટેલને !
ખબર પડશે. આ માર શું કરવા ખવડાવતા હશે ? મારે શું લેવાદેવા ? દાદાને શી લેવાદેવા ? મેં આવાની ક્યાં મિત્રાચારી કરી કે અમને માર ખવડાવે છે. એવો કો'ક દહાડો તમને અનુભવ થાય.
પ્રશ્નકર્તા : દાદા, તે અનુભવ થયો. થાય નહીં, થયો ! અનુભવ કેવો કે અમને એમ થતું હતું કે આ ડોસો હેરાન કરે છે ને મેં તો આ પટેલિયાને હોળીનું નારિયેળ કર્યું, પણ તે બધું એ ડોસાએ જ સુધારી કાઢ્યું !!! મેં કહ્યું, જાન છૂટી ! બાકી મેં તો દાદા તમને એટલી બધી ગાળો ભાંડી હતી કે કંઈ બાકી જ રાખ્યું નહોતું. તોય અંદરખાને એવું થયા કરે કે “આ દાદા છે, એ તો સાચા છે.”
દાદાશ્રી : તે અમેય ઘેર બેઠાં જાણીએ બધું. તે એક ફેરો તો મેં તમને કહ્યું પણ હતું કે તમે આડુંઅવળું બોલોને તોય તેનો મને વાંધો નથી. તમે તમારી મેળે અહીં આવ્યા કરજો. કો'ક દહાડો બધું ધોવાશે ! તમે આડુંઅવળું બોલો તેની અમને કિંમત ના હોય. અમે તો તમારું કેમ કરીને શ્રેય થાય, એ જ જોયા કરીએ. તમારું, તમારાં ઘરનાંનું, બધાંનું શ્રેય જોયા કરીએ. તમે તો તમારી પ્રકૃતિ પ્રમાણે બોલો છો. તમારી દૃષ્ટિ ખરેખર એવી નથી. તમારી દાનતેય એવી નથી, તમારા વિચારોય એવા નથી, એ બધું જ અમે જાણીએ.
એટલે હવે “આ માર ખવડાવનાર છે અને આ મિત્ર છે' એવું તમે માલને ઓળખો. એ માર ખવડાવનારા આવે તો “આવ બા, તમારું જ ઘર છે' કરીને પાછા કાઢી મૂકીએ.
જે મહીં દેખાડે છે તે બધું ખોટું છે, સોએ સો ટકા ખોટું દેખાડે છે, એવું તમને સમજાય છે ને ?
શંકાનું સમાધાત હોય તહીં ! પ્રશ્નકર્તા : પણ દાદા, સમાધાન લેતાં આકરું પડે છે.
દાદાશ્રી : સમાધાન શી રીતે થાય ? શંકાનું સમાધાન દુનિયામાં ના હોય ! સાચી વાતનું સમાધાન હોય, શંકાનું સમાધાન ક્યારેય પણ થાય નહીં.
દાદાશ્રી : એ બધાની મને ઘેર બેઠાં ખબર પડે. પણ તમને ‘ક’ કેવા ફસાવે છે ને કેવો માર ખવડાવે છે ! તે અમે તમારી ઉપર કરુણા રાખીએ કે આ માર ખાતાં ખાતાં કો'ક દહાડો ડાહ્યા થશે. કો'ક દહાડો