________________
આપ્તવાણી-૬
જોખમ વધાર્યું તે ! એ દુઃખને તો તું અનુભવપૂર્વક જોઈશ તો એનું જોખમ ઘટશે. દુ:ખ ધક્કા મારવાથી જતું નહીં રહે. એ તો ઊલટું વધાર્યું, તે સિલકમાં તો રહ્યું જ. જેણે એક દુ:ખ ઓળંગ્યું, તે પછી અનંતા દુ:ખ
ઓળંગે. એ દુ:ખ ઓળંગવાનો બહારવટિયો થઈ ગયો ! મેં તો કેટલાંય દુ:ખ ઓળંગેલાં, એટલે હું બહારવટિયો જ થઈ ગયેલો ને !
[૫]
વ્યવહારમાં ગૂંચવાડો પ્રશ્નકર્તા : વ્યવહારમાં ગાંઠો ફૂટે, તે એવી એવી ફૂટે છે કે એનું સમાધાન લેતાં આકરું પડી જાય ?
દાદાશ્રી : આપણાં આ ‘પાંચ વાક્યો’ છે, તે છેવટે સમાધાન લાવે એવાં છે. મોડાં-વહેલાં પણ એ સમાધાન લાવે. બાકી બીજી કોઈ રીતે સમાધાન ના થાય. તેથી જ આ જગત ગુહ્ય કોયડો છે. ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ.’ તે કોઈ દહાડો સોલ્વ થાય જ નહીં. આખો દહાડો પોતે વ્યવહારમાં ગૂંચવાયેલો જ હોય, પછી શી રીતે આગળ એ પ્રગતિ માંડે ? કંઈક કોયડા ઊભા થયા જ કરે. સામો ભેગો થયો કે કોયડો ઊભો થયો.
પ્રશ્નકર્તા : એક કોયડો પૂરો કર્યો હોય, ત્યાં બીજો કોયડો મોં ફાડીને ઊભો જ હોય.
દાદાશ્રી : હા, આ તો કોયડાનું સંગ્રહસ્થાન છે. પણ જો તું તારી જાતને ઓળખી જાય તો થઈ ગયું તારું કલ્યાણ !!! નહીં તો આ કોયડા તો છે જ ડૂબવા માટે ! આ બધી પારકી પીડા છે, એવું સમજાય તોય અનુભવજ્ઞાન છે. અનુભવમાં આવે કે આ પીડા મારી ન હોય, પારકી છે; તોય કલ્યાણ થઈ જાય.
‘ક’તી કરામતો મહીં બધાં જાતજાતના ‘ક’ બેઠેલા છે. ‘ક’ એટલે કરાવનારા.
' થયું