________________
આપ્તવાણી-૬
[૪]. પડઘા પાડે દુઃખ પરિણામ આપણાથી બીજાને દુઃખ થાય છે ને એ જે દેખાય છે એ આપણો ‘સેન્સિટિવનેસ’નો ગુણ છે. “સેન્સિટિવનેસ’ એ એક જાતનો આપણો ‘ઈગોઈઝમ' છે. એ ‘ઈગોઈઝમ' જેમ જેમ ઓગળતો જશે તેમ તેમ આપણાથી સામાને દુઃખ નહીં થાય. આપણું ‘ઈગોઈઝમ' હોય ત્યાં સુધી સામાને દુ:ખ થાય જ.
પ્રશ્નકર્તા : એ તો આપની અવસ્થાની વાત થઈ ! હવે અમારા માટે પ્રશ્નનો ઉકેલ આવવો જોઈએ ને ?
દાદાશ્રી : હા, આવવો જ જોઈએ. પ્રશ્નકર્તા પણ આનાથી તો પોતા પૂરતો જ ઉકેલ આવે ને ?
દાદાશ્રી : પોતા પૂરતો નહીં, દરેકનો ધીમે ધીમે ઉકેલ આવવો જ જોઈએ. પોતાનો ઉકેલ આવે તો જ સામાનો ઉકેલ આવે એવું છે. પણ પોતાનું ‘ઈગોઈઝમ’ છે ત્યાં સુધી સામાને નિયમથી અસર થયા કરવાની. એ ‘ઈગોઈઝમ' ઓગળી જ જવો જોઈએ.
આ તો ‘ઈફેક્ટસ્ છે ખાલી ! દુનિયામાં દુઃખ જેવી વસ્તુ જ નથી. આ તો ‘રોંગ બિલીફ છે ખાલી. એને સાચું માને છે. હવે એમની દૃષ્ટિએ
તો એ ખરેખર એમ જ છે ને ? એટલે કોઈ પણ પ્રકારની અસરો જ ના થાય, એ માટે આપણે શું થવું જોઈએ ? આપણે ચોખ્ખા થઈ જવું જોઈએ. આપણે ચોખ્ખા થયા તો બધું ચોખ્ખું થયા વગર રહેતું નથી.
સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં, સામાનો શો દોષ ? એ તો એમ જ માનીને બેઠા છે કે આ સંસાર એ જ સુખ છે ને આ જ સાચી વાત છે. એને આપણે એમ મનાવવા જઈએ કે તમારી માન્યતા ખોટી છે, તો તે આપણી જ ભૂલ છે ! આપણી જ કંઈક એવી કચાશ રહી જાય છે. મેં મારા અનુભવથી જોયેલું છે. જ્યાં સુધી મને એવું પરિણામ હતું, ત્યાં સુધી એવી ‘ઈફેક્ટો” બધી વર્તતી હતી. પણ જ્યારે મારા મનમાંથી એ ગયું. શંકા ગઈ, તો બધું ગયું ! તે આ પગથિયાં જોઈને, અનુભવ કરીને હું ચઢેલો છું. તમે જે કહો છો, તે બધાં પગથિયાં મેં જોયેલાં છે અને તેમાંથી અનુભવ કરીને ‘હું' ઉપર ચઢેલો છું. મેં જોયેલું છે, એટલે હું તમને માર્ગ બતાવી શકું. આ બધા લોકોને જે જ્ઞાન હું આપું છું, તે મારાં જોયેલાં પગથિયાં ઉપર જ લઉં છું. જે જે મારો અનુભવ નીકળેલો છે, તે જ રસ્તો તમને બતાવું છું. બીજો રસ્તો હોય નહી ને ?
પહેલાં તો કંઈક દુઃખનો વિચાર આવ્યો, એટલે આપણે તેને ગમે તે જોખમ કરીને પણ બીજો સુખનો ‘આઈડિયા’ (કલ્પના) ગોઠવી દેતા હતા. ચિંતા થાય તો સિનેમા જોવા પેસી જાય, બીજું કરે. બીજાના ભોગે પણ તે ઘડીએ તો દુ:ખને ઉડાડી મૂકે અને સ્વરૂપનું જ્ઞાન થયા પછી તે બીજાના ભોગે દુ:ખને ઉડાડી મૂકતો નથી. એટલે એને દુ:ખ બહુ સહન કરવું પડે, એવું મારા અનુભવમાં આવેલું છે ! મેં પણ પોતે આ અનુભવ કરેલો છે, કારણ કે બીજાનાં દુઃખે હું, સુખી થવા માટે તે ઘડીએ મારા મનને બીજા પર્યાય દેખાડું નહીં. અને જગત શું કરી રહ્યું છે ? કે પોતાનું દુઃખ કાઢવા માટે બીજા વિષયમાં પડે એટલે એ દુ:ખ આમથી આમ ફેરવે જગત એ જ કરી રહ્યું છે ને ? જરાક દુઃખ પડે કે વટાવ વટાવ કરે છે ને ? મહીં કેટલો સામાન ભરેલો છે ? આપણે તો એને કહીએ છીએ કે આને ભોગવો જ. વટાવી નહીં ખાવાનું ! સિલક એમ ને એમ અનામત રાખવાની.
આ દુ:ખ આવી પડે તેની પર લોક દવા ચોપડે છે. અલ્યા, ઊલટું