________________
આપ્તવાણી-૬
પ્રતિક્રમણ કરી લેવું. અને સામો ગમે તે બોલે, ત્યારે વાણી પર છે ને પરાધીન છે, એનો સ્વીકાર કર્યો. એટલે તમારે સામાનું દુઃખ રહ્યું જ નહીં ને ?
૧૭
હવે તમે પોતે અવળું બોલો પછી તેનું પ્રતિક્રમણ કરો, એટલે તમારા બોલનું તમને દુઃખ ના રહ્યું. એટલે આ રીતે બધો ઉકેલ આવી જાય છે. પ્રશ્નકર્તા : વાણી જડ છે, છતાં ‘ઈફેક્ટિવ’ કેમ છે ?
દાદાશ્રી : હા, વાણી જડ છે. છતાં વધારેમાં વધારે ‘ઇફેક્ટિવ’ વાણી જ છે. એને લીધે તો આ જગત ઊભું રહ્યું છે. વાણીનો સ્વભાવ જ
‘ઇફેક્ટિવ’ છે.
પ્રશ્નકર્તા : વાણી ઉપર કંટ્રોલ શી રીતે લાવવો ?
દાદાશ્રી : વાણી ઉપર કંટ્રોલ તો.... એક તો જ્ઞાની પાસેથી આજ્ઞા લઈને મૌન ધારણ કરે તો થાય. નહીં તો પોતે મૌન ધારણ કરવું, પણ એ તો પોતાને આધીન નથી. ઉદયથી એની મેળે મૌન નહીં આવે. કારણ કે ઉદય તો બધું વ્યવસ્થિતને આધીન છે. માટે જ્ઞાનીની આજ્ઞા લઈને મૌન લે તો હિતકારી છે. બીજું વાણીના કંટ્રોલ માટે પ્રતિક્રમણ કરે તો થાય. વાણી ટેપરેકર્ડ છે. તે છપાયેલાની બહાર વધારે કે ઓછું કશું બોલાવાનું નથી. એટલે કંટ્રોલ માટે આ બે જ રસ્તા છે.
પ્રશ્નકર્તા : પૂર્વભવમાં કે બીજા ભવમાં એ જ સંયોગોને એ જ માણસો ભેગા થવાના છે, ને એ જ વાણી નીકળવાની છે એવું છે ? ટેપ થયેલું છે, એનો અર્થ શો ?
દાદાશ્રી : આપણે અહીં સાહેબ ઝપાટાબંધ બોલે છે અને પેલો લખી લે છે. તે શી રીતે લખી લેતો હશે ? એ શું ભાષા હોય છે ?
પ્રશ્નકર્તા : ‘શોર્ટહેન્ડ’
દાદાશ્રી : અને એનાથી આગળ કશુંક નવું નીકળેલું છે ને ? પેલું ‘કોડ લેન્ગવેજ’ કહે છે કે શું ?
પ્રશ્નકર્તા : હા, ‘કોડ લેન્ગવેજ.’
આપ્તવાણી-૬
દાદાશ્રી : આ બધું ‘કોડ લેન્ગવેજ’ અને ‘શોર્ટહેન્ડ’માં બધું અંદર ‘ટાઈપ’ થાય છે. આપણો ભાવ અંદર થયો કે, ભલભલાને બેસાડી દઉં એવી વાણી બોલું એવો હું છું.’ એટલે આટલા ‘કોડવર્ડ'થી આખું પેલું પ્રકાશમાન થઈ જાય. એને હું ‘ટેપરેકર્ડ’ કહું છું. તમે ‘કોડવર્ડ’ જે મહીં કર્યા છે, તેનું આ ટેપ થઈ ગયેલું છે.
૧૮
અને ગમે તેવી કઠોર ભાષા બોલનારોય સંતપુરુષ પાસે સુંદર વાણી બોલે છે. ત્યારે આપણે ના સમજીએ કે આ કઠોર વાણીવાળો છે કે મધુર વાણીવાળો છે.
પ્રશ્નકર્તા : વાણી નીકળે ત્યારે કઈ જાતની અને કેવા પ્રકારની જાગૃતિ રાખવી ?
દાદાશ્રી : પેલાને છાતીનાં પાટિયાં બેસી જાય એવો મોટો પથરો મારીએ, તો તે વખતે આપણી જાગૃતિ ઊડી જ જાય ! નાનો પથરો મારીએ તો જાગૃતિ ના ઊડે. એટલે પથરો નાનો થશે ત્યારે એ જાગૃતિ આવશે.
પ્રશ્નકર્તા : એટલે આપણે પથરો કેવી રીતે નાનો કરવો ?
દાદાશ્રી : પ્રતિક્રમણથી !
પ્રશ્નકર્તા : ટેપ થઈ ગયેલી વાણી ફેરવાય કઈ રીતે ?
દાદાશ્રી : તમે ફક્ત જ્ઞાની પાસેથી આજ્ઞા લઈને મૌનવ્રત ધારણ કરો
તો એના ઉપાય છે. બાકી એ તો કુદરતને ફેરવવા જેવી વસ્તુ છે. માટે ‘જ્ઞાનીપુરુષ’ પાસેથી આશા લઈને કરે, તો ‘જ્ઞાનીપુરુષ’ જોખમદાર બનતા નથી અને જોખમદારી એમ ને એમ અધવચ્ચે ઊડી જાય છે. એટલે આ એક જ ઉપાય છે.
પ્રશ્નકર્તા : વાણી બોલતી વખતના ભાવ અને જાગૃતિ પ્રમાણે ટેપિંગ થાય છે ?
દાદાશ્રી : ના, એ ટેપિંગ વાણી બોલતી ઘડીએ થતું નથી. આ તો મૂળ આગળ જ થઈ ગયું છે. એને પછી આજે શું થાય ? છપાયા પ્રમાણે જ વાગે.