________________
આપ્તવાણી-૬
એટલે આપણે શું કહીએ છીએ કે શુદ્ધનું ચિંતવન કરીશું, તો તે રૂપ થઈશું અને બીજું ચિંતવન કરે તો તેવું થાય.
પ્રશ્નકર્તા : પણ એ ચિંતવન તો ‘પ્રતિષ્ઠિત આત્મા’નું જ ને ?
૧૫
દાદાશ્રી : હા, એનું જ. પેલો તો કશું જ કરતો નથી. ‘પ્રતિષ્ઠિત આત્મા’ જો ‘આમનો’ થઈ જશે, તો ‘શુદ્ધાત્મા’ થઈ જઈશ ને અવળો થશે તો અવળું થશે, એવું આપણે કહીએ છીએ. હવે સ્વરૂપજ્ઞાન મળ્યું ત્યારથી તમારે શુદ્ધાત્માનું ચિંતવન થયા કરશે. છતાં જે લાગે છે કે, ‘હું આમ છું’, ‘મને આમ થયું’, આ બધો મોહ છે. આ સત્સંગ કરીએ છીએ, તે પણ બધો મોહ જ છે. પણ આ ચારિત્રમોહ છે. ચારિત્રમોહ કોને કહેવાય ? કે સમભાવે નિકાલ કરી નાખીએ, તો એ ઊડી જ ગયો. એ પછી આપણને અડે નહીં અને પેલો ખરો મોહ તો પોતાને ચોંટ્યા વગર રહે જ નહીં. આ દર્શનમોહ ગયેલો એટલે ચારિત્રમોહ એકલો બાકી રહ્યો. એને ‘ડિસ્ચાર્જ’ મોહ કહેવામાં આવે છે.
જ્ઞાન ન હોય તેને તો હવે ‘ડિસ્ચાર્જ મોહ’માં તો ‘હું આમ છું ને તેમ છું’ એવી બધી કલ્પના રહ્યા કરે. તેથી તેવો થઈ જાય પાછો અને સ્વરૂપ જ્ઞાન પછી, ‘હું શુદ્ધાત્મા છું, હું શુદ્ધાત્મા છું’ એવું રહ્યા કરે એટલે શુદ્ધ થયા કરે અને ‘ચંદુલાલ’ને તો જે થવાનું હોય તે થાય, જે એનો પ્રકૃતિ સ્વભાવ છે એ તો નીકળવાનો જ. ‘તેને’ ને ‘તમારે’ લેવાદેવા નથી. ફક્ત એનો નિકાલ કરી નાખવાનો છે.
܀܀܀܀܀
[૨]
વાણીતું ટેપિંગ - ‘કોડવર્ડ'થી
પ્રશ્નકર્તા : વાણીને સુધારવાનો રસ્તો શો છે ?
દાદાશ્રી : વાણીને સુધારવાનો રસ્તો જ અહીં છે. અહીં બધું પૂછી પૂછીને સમાધાન કરી લેવું જોઈએ.
સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો અને વાણીના સંયોગો પર છે અને પરાધીન છે.' આટલું જ વાક્ય પોતાની સમજમાં રહેતું હોય, પોતાની જાગૃતિમાં રહેતું હોય તો સામો માણસ ગમે તે બોલે તોય આપણને જરાય અસર થાય નહીં અને આ વાક્ય કલ્પિત નથી. જે ‘એક્ઝેક્ટ’ છે, તે કહું છું.' હું તમને એમ નથી કહેતો કે મારા શબ્દને માન રાખીને ચાલો. ‘એક્ઝેક્ટ’ આમ જ છે. હકીક્ત તમને નહીં સમજ પડવાથી તમે માર ખાવ
છો.
પ્રશ્નકર્તા : સામો અવળું બોલે ત્યારે આપના જ્ઞાનથી સમાધાન રહે છે, પણ મુખ્ય સવાલ એ રહે છે કે અમારાથી કડવું નીકળે છે. તો તે વખતે અમે આ વાક્યનો આધાર લઈએ તો અમને અવળું લાઈસન્સ મળી જાય છે ?
દાદાશ્રી : એ વાક્યનો આધાર લેવાય જ નહીં ને ? તે વખતે તો તમને
પ્રતિક્રમણનો આધાર આપેલો છે. સામાને દુઃખ થાય એવું બોલાયું હોય તો