________________
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
વિચાર ઉદ્ભવે છે ?
દાદાશ્રી : વિચારને આશય જુદા છે. આશય એ તો તારણ છે. દરેક જીવને આશયમાં હોય, એવી એને ભૂમિકા મળે છે.
પ્રશ્નકર્તા : ગ્રંથિઓ આશય પ્રમાણે બંધાય છે ?
દાદાશ્રી : ગ્રંથિઓ જુદી વસ્તુ છે. ગ્રંથિને ને આશયને કાંઈ લેવા દેવા નથી. મૂળ પહેલાં વિચાર છે. એમાંથી ઇચ્છા થાય છે, ને ઇચ્છામાંથી આશય ઉત્પન્ન થાય છે. અને આશયમાંથી એને એની ભૂમિકા મળે છે. આ તમારા આશય પ્રમાણે દેહ મળ્યો છે. બીજા બધાં ‘એડજસ્ટમેન્ટ' મળે છે. અત્યારે તમને એ ‘એડજસ્ટ’ ના પણ થાય. પણ મળ્યું છે બધું જ તમારા આશય મુજબ.
જો તમારા આશયનું ના હોય તો તમને રાતે ઊંઘ જ ના આવે. બહારવટિયાને પુરુષને લુંટવાનો આશય હોય તો તેને સ્ત્રી ભેગી જ ના થાય. આશય પ્રમાણે બુદ્ધિ હોય, વિચારો હોય અને આખી જિંદગી આશય પ્રમાણે ચાલે. હવે એ ‘એડજસ્ટ’ કેમ થતું નથી ? પહેલાંના આશય પ્રમાણે બધું મળે છે, અત્યારના જ્ઞાન પ્રમાણે એ ‘એડજસ્ટ’ થતું નથી. છતાં આશયમાં હોય તે જ ગમે. આશયમાં “ચેન્જ' ના થાય. ફક્ત નવી ગ્રંથિ ના પડે ને જૂની ઓગળી જાય. પછી નિગ્રંથ થાય. હવે જ્ઞાન મળ્યા પછી નવો આશય ના બંધાય ને પાછલું ઓગળતું જાય.
પ્રશ્નકર્તા : નિગ્રંથ થવા શું કરવું ?
દાદાશ્રી : આપણે અહીં કરાવે છે એવી સામાયિકો કરવી. સામાયિકથી જે બહુ મોટી ગ્રંથિ હોય, જે બહુ હેરાન કરતી હોય તે ઓગળી જાય.
પ્રશ્નકર્તા : પોતાની ભૂલો સામાયિકમાં પ્રયત્ન કરીને જોવી ? સામાયિકમાં તો પ્રયત્ન કરવો પડે ને ?
દાદાશ્રી : ના, પ્રયત્ન એટલે તો મનને ક્રિયામાં લઈ જવું. મન ક્રિયાશીલ કરવું તે પ્રયત્ન, જયારે ‘જોવું’ તે ક્રિયામાં ના આવે.
પહેલાં જે ભૂલ નહોતી દેખાતી, તે જ ભૂલ હવે દેખાય છે. ક્રિયામાં ફેર નથી. દેખાય છે એ જ્ઞાનના પ્રતાપે !
પ્રતિષ્ઠાથી પૂતળું પ્રશ્નકર્તા: ‘પ્રતિષ્ઠિત આત્મા’ એટલે શું ?
દાદાશ્રી : જયાં સુધી ‘હું ખુદ કોણ છું' એ જાણે નહીં, ત્યાં સુધી જેને આપણે આત્મા ગણીએ છીએ કે ‘આ ચંદુલાલ હું જ છું', તે જ ‘પ્રતિષ્ઠિત આત્મા’. આત્મા એટલે શું ? પોતાની “સેલ્ફ'. આપણે એક મૂર્તિમાં પ્રતિષ્ઠા કરીએ એવું, આ પ્રતિષ્ઠા કરેલી છે, તેથી આપણને આ ફળ આપ્યા કરે છે. મૂળ દરઅસલ આત્માનું ભાન થાય ત્યારે કામ થઈ જાય. ‘પોતે કોણ છે ?” એનું ‘સેલ્ફ રીયલાઈઝ’ થવું જોઈએ.
પ્રશ્નકર્તા : આ ‘પ્રતિષ્ઠિત આત્મા’ને શુદ્ધાત્માનું ભાન જ નથી ને ?
દાદાશ્રી : એને ભાન પણ કેવી રીતે હોય ? પોતાનું ભાન તો જ્યારે ‘જ્ઞાની પુરુષ' કરાવે ત્યારે થાય.
પ્રશ્નકર્તા : ના, પણ તમે ‘જ્ઞાન’ આપ્યું, પછી ‘પ્રતિષ્ઠિત આત્માને ભાન થાય ને ?
દાદાશ્રી : હા, ત્યારે તો પોતાને ભાન થયું ને ? એ ભાન થયું ત્યારે તો એ ‘હું શુદ્ધાત્મા છું' એમ બોલવા માંડ્યો. પહેલાં જે ભાન હતું તેમાં ફેરફાર લાગ્યો. એટલે એને લાગ્યું કે, “આ તો હું ન હોય, હું તો શુદ્ધાત્મા છું !”
આત્મચિંત્વતા કોની ? પ્રશ્નકર્તા : આત્મા ચિંતવે તેવો થઈ જાય, તો તે ચિંતવે છે કોણ ?
દાદાશ્રી : ‘પ્રતિષ્ઠિત આત્મા’ જ ચિંતવે છે. મૂળ આત્મા તો કશું ચિંતવતો જ નથી. ચિંતવવાનો જે ભાવ કરે છે ને તે જ ‘પ્રતિષ્ઠિત આત્મા’ છે. ‘દરઅસલ આત્મા’ તો એવો છે જ નહીં. એ તો પ્યોર ગોલ્ડ જ જોઈ લો.