________________
આપ્તવાણી-૬
પ્રશ્નકર્તા ઃ શેઠે ભાવ કર્યા હશે, આને નોકરીએ રાખવાનો. આપણે ભાવ કર્યા હશે કે ત્યાં નોકરી કરવી, તેથી આ ભેગું થયું ?
દાદાશ્રી : ના, એવો ભાવ ના હોય.
પ્રશ્નકર્તા : તો એ લેણ-દેણ હશે ?
દાદાશ્રી : ના, એવું કશું ય નહીં.
પ્રશ્નકર્તા : તો એની પાસે નોકરીએ કેમ ગયો ?
te
દાદાશ્રી : ના, એ તો એનો હિસાબ બધો. શેઠને અને એને ઓળખાણેય નહીં ને પાળખાણેય નહીં. શેઠના બુદ્ધિના આશયમાં એવું હોય કે મારે આવા નોકર જોઈએ અને નોકરના બુદ્ધિના આશયમાં હોય કે મારે આવા શેઠ જોઈએ. તે બુદ્ધિના આશયમાં છપાયેલું હોય, તે પ્રમાણે ભેગું થઈ જ જાય !
આ છોકરાં થાય છે, તેય બુદ્ધિના આશય પ્રમાણે હોય છે. ‘મારે એકનો એક છોકરો હશે તોય બહુ થઈ ગયું, મારું નામ કાઢશે.’ એના બુદ્ધિના આશય પ્રમાણે નામ કાઢે. જૈનો એવું કહે છે કે, મારો છોકરો હોય તે દીક્ષા લે તો બહુ સારું, એનું કલ્યાણ તો થાય ! પછી જૈનોનાં મા-બાપ છોકરાને દીક્ષા પણ રાજીખુશીથી લેવા દે અને આ બીજાઓને દીક્ષાની વાત કરો જોઈએ ? એ ના પાડે. કારણ કે એવા એમણે ભાવ જ નહીં કરેલા.
કુદરત અને બુદ્ધિતો આશય
આ ‘વાઈફ’ મળે છે તેને ‘આ મારી ‘વાઈફ’ થાય'' એવા કશા ભાવ નહીં કરેલા. કશું ભાવ નથી, ઓળખાણ નથી, પાળખાણ નથી, એ તો બુદ્ધિના આશય પ્રમાણે ભેગી થઈ જાય છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એવાં હોય કે કન્યાઓની બહુ અછત હોય ત્યારે એના બુદ્ધિના આશયમાં શું હોય કે આપણને તો જેવી મળશે તેવી પૈણીશું, બસ મળવી જોઈએ. તો તેને તેવી મળે. પણ પછી પેલો બૂમો પાડે કે, આ બૈરી આવી છે, તેવી છે ! અલ્યા, તેં જ નક્કી કરી હતી, હવે શેની બૂમો પાડે છે ? પેલો પાછી બીજાની સુંદર વધુ જુએ, એટલે એને પોતાને ઘેર અધૂરું લાગે ! પણ પાછો
આપ્તવાણી-૬
સંતોષ તો પોતાને ઘેર જ થાય. પાછો કહેશે કે, મારે ઘેર જ રહીશ !
કુદરત શું કહેવા માગે છે કે તારા બુદ્ધિના આશય પ્રમાણે તને મળ્યું છે, તેમાં તું કકળાટ શાને માટે માંડે છે ? બીજાનો બંગલો જુએ ને મહીં કકળાટ કરે. પણ પાછું ગમે તો એને પોતાનું જ ઝૂંપડું !
અંતિમ પ્રકારતો બુદ્ધિતો આશય
બુદ્ધિના આશયમાં એવું હોય કે જ્ઞાની મળે ને કંઈક હવે છૂટકારો થાય, હવે તો થાક્યો આ રઝળપાટથી; ત્યારે એને જ્ઞાની મળે ! હવે આવો બુદ્ધિનો આશય તો કોઈ કરે જ નહીં ને ? લોકોને આ મોહ ક્યાંથી છૂટે? પ્રતિષ્ઠાનો કર્તા, પરસત્તામાં !!
૧૦
દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ને ભવ પરિવર્તન પામ્યા જ કરે છે. જેટલું મોઢે બોલે તેટલો અહંકાર છે, ને તેનાથી પ્રતિષ્ઠા થયા કરે છે. આ અહંકાર જે કરે છે, તેય પોતે નથી કરતો, તેય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવ કરાવડાવે છે. ‘જ્ઞાની’ પાસે જ્ઞાન મળે તો અહંકાર જાય. ને અહંકાર ગયો તો બધી પ્રતિષ્ઠા બંધ થઈ ગઈ ! પછી એ ક્યાં જાય ? મોક્ષમાં !
પ્રશ્નકર્તા : અહંકાર એ પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવને આધીન છે ?
દાદાશ્રી : હા, તેથી એ પ્રતિષ્ઠા કરે છે. દેખાવમાં એવું લાગે કે આ પ્રતિષ્ઠા અહંકાર પોતે કરે છે, પણ સંજોગો કરાવડાવે છે. તેનાથી પ્રતિષ્ઠા ઊભી થાય છે. હવે પ્રતિષ્ઠામાંથી પાછા સંજોગો ઊભા થાય છે, એ પાછા પ્રતિષ્ઠા કરાવડાવે છે. એટલે પોતે આમાં કશું કરતો જ નથી ! તેથી આપણે એને ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' કહીએ છીએ. બધું સંજોગો કરાવડાવે છે ને પોતે માને છે કે ‘મેં કર્યું.’ હવે ‘મેં કર્યું' એવી માન્યતા પણ સંજોગો કરાવડાવે છે. ત્યારે કોઈ પૂછે કે આને અહંકાર કહેવાય કે નહીં ? ત્યારે કહીએ, “હા, અહંકાર જ ને ? કારણ કે કરે છે બીજો ને ‘મેં કર્યું’ માને છે.”
પ્રશ્નકર્તા : અહંકાર પણ સંજોગોને આધીન થાય છે ?