________________
આપ્તવાણી-૬
આપ્તવાણી-૬
ખોખું તૈયાર કરીએ છીએ. પછી ભાવ શું શું થાય ? ત્યારે કહે, ‘બુદ્ધિના આશય પ્રમાણે બધું ચિતરામણ થઈ જાય. બુદ્ધિના આશય પછી મહીં ફેરફાર થયા કરે !”
પ્રશ્નકર્તા : પ્રતિષ્ઠા કોણ કરે છે ?
દાદાશ્રી : એ અહંકાર કરે છે કે, “આ હું છું, હું જ ચંદુલાલ છું ને આ મારો કાકો છે, મામો છે.”
પ્રશ્નકર્તા : આ દારૂ પીએ છે, આ પૂજા કરે છે, એ શું છે ?
દાદાશ્રી : દારૂ પીએ છે તે મહીં ભાવ કર્યા હોય ને કે દારૂ વગર તો ના જ ચાલે. એટલે દારૂ પીવે ને પછી એ ના છૂટે, એટલે પ્રતિષ્ઠા કરતો નથી, પણ એ છે તે બુદ્ધિનો આશય બોલતી વખતે કેવો હોય છે, તે મહીં પ્રિન્ટ થઈ જાય છે. બુદ્ધિનો આશય બહુ જ સમજવાની જરૂર છે, આપણે અહીં બેઉ ઊડી જાય છે. અહીં તો પ્રતિષ્ઠા કરવાની જ બંધ થઈ જાય છે.
પ્રશ્નકર્તા : બુદ્ધિનો આશય જરા વિશેષ સમજાવો ને દાદા !
દાદાશ્રી : બુદ્ધિનો આશય એટલે ‘આપણે બસ ચોરી કરીને જ ચલાવવું છે, કાળાં બજાર કરીને જ ચલાવવું છે.” કોઈ કહેશે, ‘આપણે ચોરી ક્યારેય પણ નથી કરવી.” કોઈ કહે, “મારે આવું ભોગવી લેવું છે.” તે ભોગવી લેવા માટે એકાંતની જગ્યા હઉ તૈયાર કરી આપે. તેમાં પાછું પાપપુણ્ય કામ કરે છે. જે બધું ભોગવવાની ઇચ્છા કરી હોય એવું બધું એને મળી આવે. માન્યામાં ના આવે એવું બધું પણ એને મળી જાય. કારણ કે એના બુદ્ધિના આશયમાં હતું અને પુણ્ય ભેગું થાય તો કોઈ એને પકડીય ના શકે. ગમે તેટલા ચોકી પહેરા કરો તોય ! અને પુણ્ય પૂરું થાય ત્યારે એમ ને એમ પકડાઈ જાય. નાનું છોકરુંય એને ખોળી કાઢે કે “ઐસા ગોટાલા હૈ ઈધર!'
બુદ્ધિનો આશય અને ભાવ પ્રશ્નકર્તા ઃ તો આમાં ભોગવવાનું જે નક્કી કરે છે, ત્યાં શું બુદ્ધિનો આશય કામ કરે છે ?
દાદાશ્રી : હા, બુદ્ધિના આશય પ્રમાણે કામ કરે છે ! દુનિયામાં ના હોય એવુંય ભોગવવું પડે, જો ભોગવવાનો ભાવ કર્યો હોય તો ! અને તે વખતે પાછું એવું મંજૂરેય થાય છે. કારણ કે બુદ્ધિના આશયને પાછો પુણ્યનો આધાર છે.
એટલે “હું આ છું', “આ મારું છું’ એમ પ્રતિષ્ઠાથી આખા ભવની ‘બોડી’ તે મૂર્તિ ઊભી થાય છે અને જે ભાવ કરતી વખતે બુદ્ધિનો આશય કેવો હતો, શેમાં શેમાં હતો, એ બધું પ્રિન્ટ થઈ જાય છે. દરેકને બુદ્ધિનો આશય હોય,
પ્રશ્નકર્તા : બુદ્ધિનો આશય તો હંમેશાં બદલાતો હોય ?
દાદાશ્રી : હા, બુદ્ધિનો આશય બદલાય એ પ્રમાણે બધું ત્યાં પ્રિન્ટ થયા કરે.
પ્રશ્નકર્તા: ભાવ અને બુદ્ધિના આશયમાં ફરક શો ?
દાદાશ્રી : ભાવ એ તો અહીં આગળ માણસને એવા કાચ ઘાલી દે. તે પછી તેની આંખો બહુ સરસ હોય, છતાં પછી જે દેખાય છે તે ભાવ કહેવાય છે અને તે એવા ભાવ પર ચાલ્યા કરે. એટલે પછી એના ઉપરથી આ બધો સંસાર ઊભો થાય છે !
પ્રશ્નકર્તા: કાચમાંથી જે દેખાય છે એ ભાવ છે, તો કાચ એ દ્રવ્યકર્મ છે?
દાદાશ્રી : હા, કાચ છે એ દ્રવ્યકર્મ છે. એ જે કાચ તમને વીંટ્યા છે, એવા દરેકના જુદા જુદા હોય. દ્રવ્યકર્મ દરેકને જુદું જુદું હોય. લોકો દ્રવ્યકર્મને શું જાણે છે કે જે દેખાયું છે, જેવું દેખાયું, તે ભાવકર્મ છે. તે ભાવકર્મનું જે ફળ આવ્યું તેને દ્રવ્યકર્મ કહે છે. ભાવકર્મથી આ ક્રોધી થઈ ગયો, એને એ દ્રવ્યકર્મ કહે છે. દ્રવ્યકર્મની વાત બહુ સમજવા જેવી છે અને બુદ્ધિનો આશય વસ્તુ જુદી છે.
પ્રશ્નકર્તા : પણ બુદ્ધિનો આશય અને ભાવમાં ફરક શો ? દાદાશ્રી : ભાવકર્મ બધાને જ હોય, પણ પેલા બુદ્ધિના આશય દરેકને