________________
આપ્તવાણી-૪
૧૧૫
૧૧૬
આપ્તવાણી-૪
ખુલ્લાં રાખે, જેને આવવું હોય તે આવે.
પગલ સુખ : ઉછીનો વ્યવહાર !
બહારવટિઓય આવતો નથી ને ભગવાન પણ આવતો નથી !
ભગવાન શું કહે છે કે જો તારે મોક્ષ જોઇતો હોય તો ‘જ્ઞાનીપુરુષ’ પાસે જા અને સંસારમાં સુખ જોઇતું હોય તો મા-બાપની ને ગુરુની સેવા કરજે. મા-બાપની સેવામાં તો અપાર સુખ પ્રાપ્ત થાય તેમ છે.
લોકોએ જેમાં સુખ માન્યું તેમાં આપણે પણ સુખ માનવું એ લોકસંજ્ઞા છે. અને આત્મામાં જ સુખ છે એમ માનવું એ જ્ઞાનીની સંજ્ઞા છે.
એક માણસ ભગવાનને રોજ પ્રાર્થના કરે કે, “હે ભગવાન ! મને સુખી કરો, સુખી કરો.’ બીજો માણસ પ્રાર્થના કરે ત્યારે બોલે કે, ‘હે ભગવાન ! ઘરનાં બધા માણસો સુખી થાય’. એમાં પોતે તો આવી જ જાય. ખરો સુખી બીજો માણસ થાય, પહેલાંની અરજી નકામી જાય. અને આપણે તો જગતકલ્યાણની ભાવના ભાવીએ તેમાં પોતાનું આંયતિક કલ્યાણ આવી જાય.
દુઃખડાં, ઉપકારી થાય !
પુદ્ગલ સુખની આશા છોડ, એ ઉછીનો વ્યવહાર છે. પુદ્ગલ સુખ ‘ફ્રી ઓફ કોસ્ટ’ આવતું નથી, એ તો લઇને પાછું વાળવું પડે છે. ઉછીનું લઇને કેટલા દહાડા સુખી થવું ? ઉછીના રૂપિયા કયારે લેવાય ? જયારે નાક કપાય ત્યારે. આ તો જયાંથી ત્યાંથી ઉછીનું લીધું, તે હવે પાછું આપવું પડે છે. જયારે પાછું આપો ત્યારે તે દુ:ખરૂપે આપવું પડે છે. શારીરિક, માનસિક કે વાચિક ગમે તે રીતે આપવું પડશે.
છોકરો પપ્પાજી, પપ્પાજી' કરે તો તે કડવું લાગવું જોઇએ. જો મીઠું લાગ્યું તો એને ઉછીનું સુખ લીધું કહેવાશે, એ પછી દુઃખ રૂપે પાછું આપવું પડશે. છોકરો મોટો થશે ત્યારે તમને કહેશે કે, ‘તમે અક્કલ વગરના છો.' ત્યારે થાય કે આમ કેમ ? તે પેલું તમે ઉછીનું લીધું હતું તે પાછું લે છે. માટે પહેલેથી ચેતો. અમે તો ઉછીનું સુખ લેવાનો વ્યવહાર જ મૂકી દીધેલો. અહો, પોતાના આત્મામાં અનંત સુખ છે ! એ મૂકીને આ ભંયકર ગંદવાડામાં પડવાનું ?
ઘરના કે બહારના કડવું બોલે તે સહન ના થાય, તેથી અમે કહ્યું કે વાણી એ “રેકર્ડો’ છે. આ કાળમાં ‘રેકર્ડો’ વાંકી વાગે છે. સામાની ગમે તેટલી ગમે તેવી ‘રેકર્ડ’ વાગતી હોય પણ આપણે ‘રેકર્ડ’ સ્વરૂપે સાંભળ્યા કરીએ ને સામો કંટાળે ત્યારે જાણવું કે ખરું જ્ઞાન પચ્યું છે. કષાય કોઇ દહાડો કષાયથી જીતાય નહીં, કષાય સમતાથી જ જીતાય.
ખાવાની કે બીજી કોઇ ચીજની ભાવના જ ના હોવી જોઇએ. પૌગલિક સુખની તમન્ના, અરે એનો વિચાર જ ના આવવો જોઇએ. કારણ કે એ ઉછીનો વ્યવહાર પોષાય તેમ નથી. એ પાછું માગે ત્યારે આપી શકાશે નહીં. પુદ્ગલ પોતે વીતરાગ છે. તમે તેને જયારથી લાવશો ત્યારથી ઉછીનો વ્યવહાર શરૂ થઇ જાય છે.
પ્રશ્નકર્તા: કુન્તાએ દુ:ખ માગ્યું, સુખ ના માગ્યું, કે જેથી ભગવાન યાદ આવે. તેનું રહસ્ય શું છે ?
દાદાશ્રી : એવું છે ઘરનું આ બારણું આપણે કાયમ બંધ રાખતા હતા. પણ એક જાય ને બંધ કરીએ, ત્યાર સુધીમાં બીજો ઠોકે. તે જાય એટલે બારણું વાસીએ ત્યાં ત્રીજો ઠોકે. આમ આખો દહાડો ચાલ્યા કરે. જો ત્રણ કલાકેય કોઇ ના ઠોકે તો વાસેલું કામનું; પણ આ તો વાસીએ ને ઠોકે, વાસીએ ને ઠોકે, એટલે વાસીએ એના કરતાં બારણું ખુલ્લું જ મૂકી દો ને ? એવું ઉપરાઉપરી દુ:ખ આવે ત્યારે દુ:ખને કહી દેવું કે, “આ બારણાં ખુલ્લાં છે. તારે જયારે આવવું હોય ત્યારે આવ ને જયારે જવું હોય ત્યારે જા.”
જેટલા સંતો થયા તે બધા શાના ભોક્તા હતા ! એ દુ:ખભોક્તા હતા. દુઃખ અને સુખ વિકલ્પ છે. એટલે વિકલ્પ ને “ચેંજ' કરી નાખે, એટલે દુઃખનું નામ સુખ ને સુખનું નામ દુ:ખ પાડી દે. પછી બારણાં