________________
૧૧૮
આપ્તવાણી-૪
દાદાશ્રી : ધર્મ ત્યાગમાંય ના હોય ને ભોગમાંય ના હોય, બન્ને વિપરીત માન્યતાઓ છે. ત્યાગવાળો પાછો ગ્રહણ કરે. આપણામાં કહેવત છે ને, કે ત્યાગે સો આગે ? એટલે જેટલો ત્યાગ કરશો એનું અનેકગણું થઇને પાછું આવશે અને ગ્રહણ કર્યું તો એને પાછી ગ્રહણની અડચણો આવશે એટલે એને પાછી ત્યાગ કરવાની ભાવના થશે. કારણ કે બહુ ગ્રહણ થઇ જાય એટલે કંટાળો આવે.
પ્રશ્નકર્તા : એટલે ત્યાગવું કે ના ત્યાગવું ?
દાદાશ્રી : ત્યાગવું કેટલું ? આપણા માથે જેટલો બોજો ઊચકી શકાય એટલા બોજાની જરૂર ને વધારાનો ત્યાગ કરી દેવો જોઇએ. એના બદલે લોકો બોજો વધાર વધાર કરે છે. આર્તધ્યાન ને રૌદ્રધ્યાન થાય એવું હોય તો એટલો વધારાનો માલ ત્યાગી દેવો. ત્યાગ એનું નામ કહેવાય કે એ આર્તધ્યાન ને રૌદ્રધ્યાન ના કરાવડાવે.
(૧૪) સાચી સમજ ધર્મની !
ધર્મનું સ્થાન
...ત્યારે ધર્મે રક્ષણ કર્યું ?
પ્રશ્નકર્તા : ધર્મ કયે ઠેકાણે છે ?
દાદાશ્રી : ધર્મ બે પ્રકારના છે. એક લૌકિક ધર્મ અને બીજો અલૌક્કિ ધર્મ. લૌકિક ધર્મો સંસારિક સુખો આપે. મિથ્યાત્વ સહિત જે જે ક્રિયાઓ કરવામાં આવે છે એ બધા લોકિક ધર્મો કહેવાય, એનું ફળ સંસાર છે. એનાથી ભૌતિક સુખો મળે, પણ મોક્ષ ના મળે. જ્યારે અલૌકિક ધર્મમાં આવે એટલે કે મિથ્યા દર્શન તૂટે ત્યારથી મોક્ષનો રસ્તો જડી ગયો કહેવાય. મિથ્યા દર્શન તૂટે કેવી રીતે ? ‘જ્ઞાની પુરુષ' એને જ્ઞાનમાં સમજાવે કે આ બધી ‘રોંગ બીલિફો’ છે, અને એ “રોંગ બીલિફો’ ફ્રેકચર કરી નાખે અને ‘રાઇટ બીલિફ’ એની માન્યતામાં કાયમને માટે બેસી જાય એવી એમની કૃપા ઊતરે ત્યારે સમ્યક દર્શન થાય અને સમ્યક દર્શન થયું એની સાથે સમ્યક જ્ઞાન થયા જ કરે અને સમ્યક ચારિત્ર્ય પણ આવ્યા જ કરે.
તમારું ગજવું કપાય ને પાંચ હજાર રૂપિયા જાય તો તમને નહીં ઉપાધિ, ઉપાધિ થઇ જાય. ફોજદારને કહો કે, “સાહેબ, જુઓ અહીંથી કાપ્યું છે, અહીંથી કાપ્યું છે.' કારણ કે, ‘તમે “ચંદુલાલ” છો અને મારું ગજવું કપાયું’ એવું માનો છો. અને આ ભઇ છે તે સીધા ઘેર જાય, કશું કોઇ ને દેખાડે કરે નહીં. કારણ કે એ ‘પ્રવીણભાઈ” જ નહીં ને? ને ગજવુંય એમનું નહીં. એટલે એમને કશી ઉપાધિ જ ના રહે ને ? એનું નામ મુક્તિ. સંસાર અડે નહીં એનું નામ મુક્તિ. અને તમને તો ઉપાધિ અડે ને ?
પ્રશ્નકર્તા : એકદમ, ચારેકોરથી અડે.
દાદાશ્રી : આખી જિંદગી ધર્મ કર્યો, અરે અનંત અવતારથી ધર્મ કર્યો, પણ ધર્મ તમારો સગો ના થયો. એક ગજવું કપાય તે પહેલાં ધર્મ જતો રહે, એ ધર્મ જ ના કહેવાય. હરેક મિનિટે હાજર રહે તેનું નામ ધર્મ કહેવાય. ધર્મ રક્ષણ આપે, શાંતિ આપે, સમાધિ આપે. ચિંતા ના કરાવડાવે. ચિંતા થાય એને ધર્મ ના કહેવાય. શેની ચિંતા કરો છો ? છોડી મોટી થઈ
ધર્મ : ત્યાગમાં કે ભોગમાં !?
પ્રશ્નકર્તા : ધર્મ એ ત્યાગમાં છે કે ભાગમાં છે ?