________________
આપ્તવાણી-૪
૧૧૩
૧૧૪
આપ્તવાણી-૪
બળ્યા કરે છે.' એ શી રીતે સહન થાય ? જેનો અંતરદાહ ગયો ત્યારથી જ મુક્તિની નોબતો વાગી !
અંતસુખ - બાહ્યસુખ
જોડે વાત કરો તોય નર્યા અંહકારથી વાત કરે છે. શેઠ મોંઘા ભાવની ચા પાય, પણ જયાં સુધી ભાવરૂપ દ્રવ્ય પડયું નથી ત્યાં સુધી ગમે તેવું સોળ આની સોનું હોય તોય નકામું છે. શેઠનું મોટું જોઇએ તો જાણે શેઠ હસવાનું જ ભૂલી ગયેલા હોય તેવું લાગે ! આ બાહ્યસુખની કેવી ભેટ(!)?
અંતરશાંતિ તૃપ્તિ આપે ને બાહ્ય શાંતિથી લોભ વધ્યા કરે. જયાં સ્વાર્થ બુદ્ધિ છે ત્યાં અંતરશાંતિ ના રહે.
અહંકાર ઓગળે - સનાતન સુખ !
આજનું ભૌતિક વિજ્ઞાન “આઉટ ઓફ બેલેન્સ’ થઇ ગયું છે, ‘નોર્માલીટી'ની બહાર ગયું છે, તેથી ‘પોઇઝન’ થઈ ગયું છે. આજે આ ભૌતિક વિજ્ઞાનથી બાહ્યસુખ પાર વગરનાં થઇ ગયાં છે. ત્યારે બીજી બાજુ અંતરસુખ સુકાઇ ગયું છે ! અંતરસુખ અને બાહ્યસુખ, આ બેનું કંઇક ‘ઇક્વલ બેલેન્સ’ હોવું જોઇએ. થોડુંઘણું વધઘટ થયું હોય તો ચાલે, પણ તેનું પ્રમાણ હોવું જોઇએ. ભૌતિક સુખ નીચું ગયું હોય તો ચલાવી લેવાય, પણ આજે તો આંતરિક સુખ ખલાસ થઈ ગયું છે. આ અમેરિકામાં તો બિલકુલ ખલાસ થઇ ગયું છે. ત્યાંની પ્રજાને તો વીસ-વીસ ગોળીઓ ખાય ત્યારે માંડ ઊંઘ આવે છે ! અમેરિકાએ એક બાજુ પાર વગરનાં ભૌતિક સુખો મેળવ્યાં, ત્યારે બીજી બાજુ અંતરસુખ ખલાસ થઇ ગયું !! આ કેવું સાયન્સ !!
માણસો અંતરશાંતિ માટે બહાર દોડધામ કરે છે, પણ એમ દોડધામથી શાંતિ મળે ? અંતરશાંતિ હોય તો જ બહાર શાંતિ મળશે. માટે પહેલાં અંતરમાં સુખ છે એવું શ્રદ્ધામાં બેસવું જોઇએ તો અંતરશાંતિ મળે.
ભગવાને શું કહ્યું હતું કે અંતરસુખ ને બાહ્યસુખનો કાંટો જોયા કરજે. અંતરસુખ ઘટે ને બાહ્યસુખ વધે તો જાણજે કે મરવાનો થયો. કાંટો થોડોઘણો ઊંચાનીચો હોય તો ચલાવી લેવાય, પણ આ તો અંતરસુખની દાંડી સાવ ઊંચે જતી રહી તે તારી શી દશા થશે. આ બહારનાં સુખ વધારી દીઘાં, ચાલીસ લાખના ફલેટ લીધા હોય, ખાવા પીવાનું પાર વગરનું હોય, ટોપલે ટોપલા ફુટના હોય ત્યારે સાહેબને ‘બ્લડ પ્રેશર’ ને ‘હાર્ટએટેક આવેલાં હોય ને બાઇ સાહેબને ‘ડાયાબિટિસ' થયેલો હોય ! તે બેઉને મોટે ડોક્ટરે શીકી બાંધી દીધી હોય !!! પછી આ બધું ખાય કોણ ? તો કે’ ઘરના પેલા ઉંદરડા ઘાટી અને રસોયો, ખાઇ પીને લાલ ગલોલા જેવા થયેલા હોય ! ‘ફલેટ’માં જાવ તો જાણે સ્મશાનમાં ના પેઠા હોય ! શેઠ
જેટલું ઊંધું ચાલ્યા તેટલો ‘ઇગોઇઝમ' વધે ને જેટલો ‘ઇગોઇઝમ” ઓગળે તેટલું સુખ વર્યા કરે. અમારે ‘ઇગોઇઝમ' ખલાસ થઇ ગયો હોય, તેથી નિરંતર સનાતન સુખ રહે. દુઃખમાંય સુખ રહે તે ખરું સુખ. કોઇ અપમાન કરે ત્યારેય પોતાને મહીં સુખ લાગે ત્યારે એમ થાય કે, ‘અહોહો આ કેવું સુખ !
આત્મામાં પરમ સુખ જ છે, પણ કલુષિત ભાવને લીધે એ સુખ આવરાય છે. આ સુખ કયાંથી આવે છે ? વિષયોમાંથી ? માનમાંથી ? ક્રોધમાંથી ? લોભમાંથી ? આ કશામાંથી ના આવે તો સમજવું કે આ સમકિત છે.
જયાં કંઇ પણ દુઃખ થતું નથી ત્યાં આત્મા છે.
મિથ્યા દર્શનથી જ દુ:ખો !!
સંસારમાં દુ:ખની ઉપાસના ઊભી કરી છે, તેથી દુ:ખ છે. ખરી રીતે દુ:ખ નથી.
આ જગતમાં બધું જ છે, પણ દુઃખો શાથી ઊભાં થયાં છે ? અદર્શનથી જ. સમ્યક સમજણ કોને કહેવાય કે દુ:ખોમાંથી સુખનું શોધન
જે દુઃખથી આપણે ગભરાઇએ નહીં તે સામું આવે જ નહીં;