________________
આપ્તવાણી-૪
રહ્યા કરે તે ભગવત્ પ્રેમ. હજુ તો લક્ષ્મી માટે પ્રેમ વધારે છે. છોકરી પૈણાવતી વખતે ભગવાન ભૂલી જવાય છે એ મોહ છે, મૂર્છા છે. પ્રેમલક્ષણા ભક્તિ એ તો બહુ ઊંચી ભક્તિ છે, એમાં તો ભગવાન જાતે
હાજર થાય.
૮૭
નિર્દોષ દૃષ્ટિ ત્યાં જગ નિર્દોષ !!
પ્રશ્નકર્તા : નિર્દોષતા કેવી રીતે પ્રાપ્ત થાય ?
દાદાશ્રી : આખા જગતને નિર્દોષ જોશો ત્યારે. મેં આખા જગતને નિર્દોષ જોયું છે ત્યારે હું નિર્દોષ થયો છું. હિત કરનારને અને અહિત કરનારનેય અમે નિર્દોષ જોઇએ.
પ્રશ્નકર્તા : ‘રિલેટિવ’ તો દેખીતું દોષિત દેખાયને ?
દાદાશ્રી : દોષિત ક્યારે ગણાય ? એનો શુદ્ધાત્મા એવું કરતો હોય ત્યારે. પણ શુદ્ધાત્મા તો અકર્તા છે. એ કશુંય કરી શકે તેમ નથી. આ તો ‘ડીસ્ચાર્જ’ થાય છે, એમાં તું એને દોષિત ગણે છે. દોષ દેખાય તેનું પ્રતિક્રમણ કરવું. જયાં સુધી જગતમાં કોઇ પણ જીવ દોષિત દેખાય છે ત્યાં સુધી સમજવું કે અંદર શુદ્ધિકરણ થયું નથી, ત્યાં સુધી ઇન્દ્રિય જ્ઞાન
છે.
પ્રશ્નકર્તા : કડવાશ એ એક પ્રકારનો અહંકાર કહેવાય ? દાદાશ્રી : કડવાશ, મીઠાશ એ બેઉ કર્મનાં ફળ છે અને એ કર્મનાં ફળ જયાં સુધી અહંકાર હોય ત્યાં સુધી જ હોય. સારું કર્યાનો અહંકાર કર્યો તો મીઠાશ આવે, ખોટું કર્યાનો અહંકાર કર્યો તો કડવાશ આવે.
પ્રશ્નકર્તા : આ જગતમાં મુંઝવે છે કોણ ?
દાદાશ્રી : અજ્ઞાન.
પ્રશ્નકર્તા : ક્ષમા માગનાર મોટો કે ક્ષમા આપનાર મોટો ?
દાદાશ્રી : ક્ષમા તો ઘોડાગાડીવાળો, ટેક્ષીવાળો કે માટલાવાળોય
આપ્તવાણી-૪
માગવા આવે. પણ કોઇનેય ક્ષમા આપી ન હોય. માટે ખરી કિંમત ક્ષમા કરે તેની છે. ક્ષમા આપવી બહુ અઘરી છે. અમારી સહજ ક્ષમા હોય. તમારી ભૂલ થઇ જાય તો એની મેળે ક્ષમા અપાઇ જાય, તમે માગો કે ના માગો તોય.
८८
કર્તા થયો તો બીજ પડે !
પ્રશ્નકર્તા : એક માણસ વિચાર કરે છે કે મારવો છે અને બીજો મારે છે તો એ બેમાં શું તફાવત છે ?
દાદાશ્રી : વિચાર કરે છે તે ગુનેગાર છે અને જે મારી નાખે છે તે દુનિયાનો ગુનેગાર છે. આ અવતારમાં મારી નાખ્યો તે આગલા અવતારનો ગુનેગાર છે, તેનો તો આ અવતારમાં નિકાલ થઇ જશે. જેલમાં જશે, લોકો ટીકા કરશે. એનો ઉકેલ થઇ જશે, પણ પછી બીજ ના પડયું હોય તો.
પ્રશ્નકર્તા : બીજનો કોઇ ક્રમ છે ? એવી કોઇ સમજણ છે કે આ બીજ પડશે ને આ નહીં પડે?
દાદાશ્રી : હા. તમે કહો કે, “આ નાસ્તો કેવો સરસ થયો છે, ને મેં ખાધું’ તો બીજ પડયું. ‘મેં ખાધું’ એ બોલવામાં વાંધો નથી. કોણ ખાય છે તે તમારે જાણવું જોઇએ કે, ‘હું નથી ખાતો. ખાનારો ખાય છે.’ એટલે કર્તા થાવ તો જ બીજ પડે.
આત્મજ્ઞાત મળ્યું ? કે પ્રગટ થયું ?
પ્રશ્નકર્તા : ‘આપની દશા પ્રાપ્ત કરવી’ અને ‘મોક્ષ મેળવવો’ એ
બેમાં શું ફેર છે ?
દાદાશ્રી : કશો ફેર નથી. અમને તો મોક્ષ થયેલો જ છે. મારી દશા તું પ્રાપ્ત કરે તો તારો પણ મોક્ષ થઇ જ જાય. મોક્ષ બહાર ખોળવાનો નથી, મહીં જ છે.
પ્રશ્નકર્તા : આપે કહ્યું કે તમે તમારી જાતને ઓળખો તો એ જાતને