________________
આપ્તવાણી-૪
ઓળખવા શું કરવું ?
દાદાશ્રી : એ તો મારી પાસે આવવાનું. તમારે કહી દેવાનું કે અમારે અમારી જાતને ઓળખવી છે, એટલે હું તમને ઓળખાણ પાડી
દઉં.
૯૯
પ્રશ્નકર્તા : આપની પાસે જ્ઞાન મળ્યું તે જ આત્મજ્ઞાન ને ?
દાદાશ્રી : મળ્યું તે આત્મજ્ઞાન નથી, મહીં પ્રગટ થયું તે આત્મજ્ઞાન છે. અમે બોલાવીએ ને તમે બોલો તો તેની સાથે પાપો ભસ્મીભૂત થાય ને મહીં જ્ઞાન પ્રગટ થાય. તે તમને મહીં પ્રગટ થઇ ગયુંને ?
મહાત્મા : હા, થઇ ગયું છે.
પ્રશ્નકર્તા : ‘જ્ઞાની’ની કૃપા મેળવવા માટે શું કરવું જોઇએ?
દાદાશ્રી : ‘જ્ઞાની’ની આજ્ઞાઓ પાળે એટલે ‘જ્ઞાની’ને પોતાને જ ખબર પડી જાય, ‘જ્ઞાની’ને બીજું કશું જોઈતું નથી. જે ગામ જવાનું હોય તે ગામના કાયદામાં હોય તો રાજી રહે, બીજું કશું નહીં.
ત્યારે વાણી વિજ્ઞાનને કહી જાય !
પ્રશ્નકર્તા : આપની સાધનાની લિંક ક્યારથી ચાલે છે ?
દાદાશ્રી : કેટલાય કાળથી દરેકનાં લિંકવાર ટોળાં હોય જ. આ તો બધી લિંક જ છે. ૧૯૫૮માં તે દહાડે આ જ્ઞાન થયું. પછી એ જ્ઞાન પ્રગટ થવું જોઇએ. એ પ્રગટ થવામાં લિંક મળ્યા જ કરે. અમને ત્રણસો છપ્પન ડિગ્રીનું જ્ઞાન થયું છે પણ એ નીકળ્યું નથી, એથી નીચેનું નીકળે છે. અને જે દહાડે ત્રણસો છપ્પન ‘ડિગ્રી’ સુધીનું નીકળશે તે દહાડે તો અજાયબી થશે આ કાળની !
પ્રશ્નકર્તા : ત્રણસો છપ્પન ‘ડિગ્રી’નું કઢાવવા કોઇ પાત્ર જીવોની જરૂર પડશે ?
દાદાશ્રી : હા, એવા પાત્રની જરૂર પડે. એ આવ્યો કે નીકળ્યું જ
૯૦
આપ્તવાણી-૪
સડસડાટ. એટલે જેમ જેમ પાત્રો આવે તેમ તેમ ચઢતું જ્ઞાન નીકળતું જાય. એ પ્રગટ કરવાનું અમારા હાથમાં નથી. આ તો ‘રેકર્ડ’ છે. પાત્રેય પાછાં મળશે ને ‘રેકર્ડો’ય નીકળશે.
....એ કેવું અદ્ભુત સુખ !!
પ્રશ્નકર્તા : તમને જ્ઞાન થયેલું ત્યારે ખ્યાલ આવેલો ખરો કે આ મને જ્ઞાન થયું ?
દાદાશ્રી : અરે, ખ્યાલ શું ? તે ઘડીએ સિદ્ધ ગતિમાં બેઠો હોઉં એવું પાર વગરનું સુખ વસ્યું, તે પછી એમાં ખ્યાલ કેમ ના આવે ? બાંકડા પર બેઠો હતો તોય સિદ્ધગતિનું સુખ વર્તે ! મારી જોડે સેવામાં બેઠેલા તેમને તો એમ ને એમ મોક્ષ થઇ ગયો ! આ અક્રમ તો અજાયબ નીકળ્યું છે!!!
‘જ્ઞાતી' સ્વશક્તિ ખીલવે !!
પ્રશ્નકર્તા : આપને ચરણવિધિ કરીએ છીએ તેનો શો અર્થ ?
દાદાશ્રી : આ ચરણવિધિ અંદર આત્માને દેહથી જુદો પાડે છે અને અંતરસુખ, સ્વયંસુખ ઉત્પન્ન થાય છે, બધી નિર્બળતાઓ જતી રહે. જ્ઞાનીનાં ચરણમાં ગજબની શક્તિ હોય !
‘જ્ઞાતી' તે ઉપમા-?!
પ્રશ્નકર્તા : ‘જ્ઞાની’ની ઉપમા ના હોય ?
દાદાશ્રી : એમની ઉપમા નથી. ‘જ્ઞાની’ કોણ ? બધા માણસો ‘જ્ઞાની’ ના કહેવાય. જેને દેહનું માલિકીપણું સહેજ પણ નથી, વાણીનું, મનનું માલિકીપણું નથી, જે પોતે આત્મામાં જ નિરંતર રહે છે, જેનામાં કિંચિત્માત્ર અહંકાર ના હોય તે ‘જ્ઞાની’.
પ્રશ્નકર્તા : ‘જ્ઞાની’માં નમ્રતાની પરાકાષ્ટા હોય ?