________________
આપ્તવાણી-૪ પોતે કહે છે કે, હું કરું છું. બધું તૈયાર હોય એમાં આપણે શું કર્યું કહેવાય ? જે નથી તૈયાર તેના માટે કરવું એ પુરુષાર્થ કહેવાય. - આ તો બધું તમે તૈયાર લઈને આવેલા છો દુકાન, ઓફિસ, બૈરી છોકરાં બધો તૈયાર સામાન લઇને આવ્યા છો. આ ચોપડાનો હિસાબ છે. આત્માને પિતાય ના હોય અને પુત્રય ના હોય, ચોપડાના લેણદેણના હિસાબ માટે ભેગા થાય છે બધા. હવે આગળ શું કરવાનું છે એ નહીં જાણતા હોવાથી આજે ખેડખેડ કર્યા કરે છે. અરે, આ તો ખેડેલું જ છે, તૈયાર જ છે. એમાં બહુ ધ્યાન રાખવાની જરૂર નહીં. સહજ ચિત્ત રાખવાનું ને બીજું બધું કરવાનું. જન્મથી મરણ સુધીનાં બધાં જ સ્ટેશનો ફરજિયાત લઇને આવેલા છો. પોતાને ગમે છે ત્યારે જાણે કે મારું મરજિયાત છે ને નથી ગમતું એટલે કહે કે ફરજિયાત છે. ખરેખર તો બધું જ ફરજિયાત છે. આ બધું જાણવું પડશેને ? આમ ક્યાં સુધી ગડું ચાલવા દઇએ ? કંઇક તારણ તો કાઢવું જોઇશેને ? તારણનો ચોપડો જોડે રાખવો. શાક લેવા ગયા તે તો ફરજિયાત લાવવું જોઈએ, પણ રસ્તામાં ફલાણાભાઇએ જે, જે, કર્યા, તે છાતી આમ પહોળી થઇ જાય ! તે ખોટ જ જાયને ? માટે ચોપડો જોઇને તારણ કાઢવું જોઇએ કે ક્યાં ખોટ ગઇ ? લગ્નમાં ગયા ને કોઇએ આવો શેઠ કહ્યું, કે તેની સાથે જ તમે ટાઇટ થઇ ગયા તો જોનારો સમજી જાય કે શેઠે ખોટ ખાધી. આમાં સામાની તો ફરજ છે કે તમને ‘આવો' કહે, પણ તમારે ત્યાં કાચા ના પડવું જોઇએ. એવા પાકા થઇ જાવ કે ક્યાંય ખોટ ના આવે. એક વખત ખોટ ખાધી, બે વખત ખાધી, વીસ વખત ખોટ ખાધી, પણ છેવટે આપણે તારણ કાઢવું જોઇએ કે આ જે જે કહે છે તે મને કહે છે કે મહીંવાળાને કહે છે ? ‘મહીં’ ભગવાન” બેઠા છે, એ “શુદ્ધાત્મા' છે.
(૭)
અંતરાય !
અંતરાય કેવી રીતે પડે ? પ્રશ્નકર્તા સંસાર જ એવી વસ્તુ છે કે ત્યાં નર્યા અંતરાયો જ છે.
દાદાશ્રી : તમે પોતે પરમાત્મા છો, પણ એ પદનો લાભ નથી મળતો. કારણ કે નર્યા અંતરાય છે. ‘હું ચંદુભાઇ છું’ બોલ્યા કે અંતરાય પડે. કારણ કે ભગવાન કહે છે કે, “તું મને ચંદુ કહે છે ?' આ અણસમજણથી બોલ્યો તોય અંતરાય પડે. દેવતા પર અણસમજણથી હાથ ઘાલે તો એ છોડે કે ?
મહીં પરમાત્મા બેઠા છે, અનંત શક્તિ છે મહીં, તે જેટલી જોઇએ તેટલી મળે તેમ છે. પણ જેટલા અંતરાય પાડે એટલી શર્મિત આવરાય.
ઇચ્છા કરો ત્યાં અંતરાય પડે. જે ચીજની ઇચ્છા થાય એનો અંતરાય થાય. આ હવાની ઇચ્છા થાય છે ? તેથી એનો અંતરાય ઊભો થતો નથી. પણ પાણીની થોડી થોડી ઇચ્છા હોય છે તેનાથી એના અંતરાય ઊભા થાય.
‘જ્ઞાની પુરુષ'ને કોઇ વસ્તુની ઇચ્છા ના હોય એટલે એમને નિઅંતરાય પદ હોય, દરેક વસ્તુ સહેજા સહેજ આવીને પડે ‘જ્ઞાનીને