________________
આપ્તવાણી-૪
આપ્તવાણી-૪
ને એમ નથી કહેતા. છતાંય તમને પ્રબુધ દેખાય છે એ તમારી દૃષ્ટિ છે. મારી દૃષ્ટિ કયાં હશે ? એ તમને સમજાયું ? અમારી છેલ્લી દૃષ્ટિ છે.
પ્રશ્નકર્તા : એક્સપર્ટ થવામાં આપને ફાયદો નથી દેખાયો ને ?
દાદાશ્રી : ફાયદાની વાત નથી, પણ હું ‘જેમ છે તેમ' કહી દઉં છું કે મને દાઢી કરતાં નથી આવડતી. તમને એમ થાય કે આમ તો કેમ કરીને હોય ? પણ તમને આવડે છે એ જ ખોટું છે. એ ખાલી ‘ઇગોઇઝમ' છે. કેટલાકને તો બ્લેડ વાપરતાં જ નથી આવડતી, બ્લેડ વપરાઇ કે નથી વપરાઇ તે જ જાણતા નથી. આ તો બધું પોલંપોલ ચાલ્યા કરે છે !
ધંધામાંય મારી જાતને ‘એકસપર્ટ’ માનતો હતો. તેય આ જ્ઞાન થયા પછી તટસ્થ દૃષ્ટિથી જોયું, લોકોને ધંધા કરતા જોયા ત્યારે હું સમજી ગયો કે આ તો કશું આવડતું જ નથી. આ તો ‘ઇગોઇઝમ” જ છે ખાલી. કોઈ પાંચ જણા માને, સ્વીકાર કરે માટે કંઇ બધી આવડત થઇ ગઇ ?
પ્રશ્નકર્તા : એક્સપર્ટ એટલે ?
દાદાશ્રી : માણસ એકસપર્ટ થઇ શકે નહીં. એકસપર્ટ એ તો કુદરતી બક્ષિસ છે. આ આત્મવિજ્ઞાનમાં હુંય એકસપર્ટ થયેલો છું, તેય કુદરતી બક્ષિસ છે. નહીં તો માણસ તે જ્ઞાની શી રીતે થઇ શકે ? તેથી અમે કહીએ છીએ કે “ધીસ ઇઝ બટ નેચરલ.’
અરે, મને તો ચાલતાંય નથી આવડતું. લોકો કહે કે દાદા બહુ સરસ ચાલે છે ! પણ હું તો જ્ઞાનદૃષ્ટિથી જોતો હોઉં એટલે મને ખબર પડે કે મને ચાલતાંય નથી આવડતું.
પ્રશ્નકર્તા : પણ અમને તો તમારું બધું જ આદર્શ રૂપ જ દેખાય.
દાદાશ્રી : એવું લાગે, પણ હું જ્ઞાનરૂપે જોઉં, છેલ્લા ચશ્માથી જોઉં, એટલે છેલ્લી લાઇટથી આ બધું કાચું લાગે.
કેટલાક માણસો મને કહે છે કે દાદા, તમારી જોડે બેસીને અમે ખાતાં શીખ્યા. હવે હું મારી જાતને જાણુંને કે મને જમતાં જ નથી આવડતું. જમતાનો ફોટો કેવો હોવો જોઇએ, કેવું ચારિત્ર હોવું જોઇએ એ અમને લક્ષમાં હોય જ. પણ તે કોને હોય ? બક્ષિસવાળાને હોય.
એક બાજુ અહંકાર હોય અને એક બાજુ ‘એકસપર્ટ’ થવું, એ બે સાથે થઇ શકે જ નહીં. અહંકાર જ ‘એક્સપર્ટ’ થતાં અટકાવે છે.
એટલે અમે “અબુધ’ છીએ એ અનુભવપૂર્વકનું કહીએ છીએ, એમ
પ્રશ્નકર્તા : આપની દૃષ્ટિએ અબુધપણું બરાબર છે પણ વ્યવહારિક દૃષ્ટિએ ?
દાદાશ્રી : ‘બુધ છું’ એ ભાન અને આ જ્ઞાન એ બે સાથે રહી શકે જ નહીં. અમારી પાસે જ્ઞાનનો ફુલ પ્રકાશ હોય, એટલે અમને બુદ્ધિની જરૂર જ નહીં ને ? બુદ્ધિ ‘ઇમોશનલ’ કરાવે અને જ્ઞાન મોશનમાં રાખે.
અમને સંસાર વિસારે પડી ગયો હોય. અમને સહી કરતાંય આવડતી નથી. પંદર-વીસ વરસથી કશું લખ્યું જ નથી એટલે બધું વિચારે પડી ગયું છે. આ સંસાર એની મેળે વિસારે પડી જાય એવો છે. એના માટે આટલા બધા પ્રયોગ કરવાની જરૂર નથી. પરિચય છૂટયો કે વિસારે પડે. એટલે પરિચય છૂટવો જોઇએ. સાધારણ વ્યવહારનો વાંધો નથી, પણ પરિચયનો વાંધો છે.
તારણનો ચોપડો !
પરભવથી શું શું જોડે લઈને આવેલા ? ચંદુભાઇની જરૂરિયાતની બધી જ વસ્તુઓ લઇને આવેલા છો, મનની જરૂરિયાતની બધી વસ્તુઓ લઇને આવેલા છો, ચિત્તની જરૂરિયાતની બધી વસ્તુઓ લઇને આવેલા છો, બુદ્ધિની, અહંકારની બધી જ જરૂરિયાતની વસ્તુઓ લઇને આવેલા છો. હવે એ જરૂરિયાતની વસ્તુઓ કુદરત તમને સપ્લાય કરે છે અને