________________
આપ્તવાણી-૪
અભિપ્રાય વ્યક્તિત્વ દેખાડે છે. અભિપ્રાયથી દૃષ્ટિ જ બદલાઇ જાય છે.
અભિપ્રાય મડદાલ હોય, ખેંચ વગરના હોય તો વાંધો નથી, જલદી ઉકલે. પણ જે અભિપ્રાયો ખેંચવાળા છે, તે જ્ઞાન પર આવરણ લાવે. મિશ્રયેતન પ્રત્યે અભિપ્રાય !
૬૩
જડ વસ્તુનો અભિપ્રાય આપો તેનો એટલો બધો વાંધો નથી, એને છોડતાં વાર નહીં લાગે. પણ મિશ્રચેતન જોડેના અભિપ્રાયની સામે અમે ચેતવાનું કહીએ છીએ.
દરેકને પોતપોતાની ‘વાઇફ’નો અભિપ્રાય બેસી ગયેલો હોય છે, તેનાથી અથડામણ થાય.
‘હું ચંદુલાલ છું’ એ અભિપ્રાય જ છેને ? તમે છો એવા માનતા નથી ને નથી એવા માનો છો.
ઘરના બધા જ માણસો જોડે ગાઢ અભિપ્રાયો બંધાઇ ગયા હોય છે. માટે જેનાં મોઢાં ચઢે-ઊતરે, એવા મિશ્રચેતન માટે અભિપ્રાય બાંધશો જ નહીં. અભિપ્રાય એ જ અંતરાય છે. પાપો બળી શકે, પણ અભિપ્રાયોના અંતરાયો તો પોતાને જ નુકસાનકારક થઇ પડે છે, અને જેનાથી છૂટવું છે ત્યાં જ વધારે ગૂંચો પાડે છે.
પોતાના ચેનચાળા પોતાને જ કડવા લાગે છે, પણ તે પુદ્ગલના છે. આપણી રાજીખુશીથી અભિપ્રાયનો માલ ભર્યો છે. દરેકને પોતાના અભિપ્રાય પ્રમાણે ચેનચાળા હોય છે.
‘શુદ્ધાત્મા’ તો છે, પણ પ્રતિષ્ઠિત આત્માનો અભિપ્રાય ઊભો થયો તેથી તે પ્રમાણે ‘મશીનરી' ચાલવાની. ‘શુદ્ધાત્મા' સિવાયની બીજી બધી જ ‘મશીનરી’ છે.
܀܀܀܀܀
(૬)
આવડતનો અંધાપો
આવડત, ‘એકસપર્ટ' થતાં અટકાવે !
અમને આ લખવા કરવાનું ના આવડે, પેનેય પકડતાં ના આવડે. અમને કશું આવડે નહીં. સંસારનું કશું ના આવડે એનું નામ ‘જ્ઞાની’. અમે અબુધ કહેવાઇએ.
પ્રશ્નકર્તા : આપ આપની જાતને અબુધ કહો છો, પણ પ્રબુધ લાગો છો અમને.
દાદાશ્રી : પણ હું તો દરેક બાબતનો અનુભવ કરીને કહું છું. આજે સિત્તેર વર્ષની ઉંમર થઇ, પણ હજી મને દાઢી કરતાં નથી આવડતી. લોકો મનમાં માને છે કે પોતાને દાઢી કરતાં આવડે છે, એ બધું ઇગોઇઝમ છે. અમુક જ બહુ જૂજ માણસોને દાઢી કરતાં આવડતી હશે. મને પોતાને જ સમજાય છે કે આ કેમનું રેઝર પકડવું, કેટલી ડિગ્રીએ પકડું, એની કશી ખબર હોતી નથી. એના એકસપર્ટ આપણે થયેલા નથી. જ્યાં સુધી હું એકસપર્ટ થયો નથી ત્યાં સુધી આપણને આવડતું નથી એમ જ કહેવાય.