________________
આપ્તવાણી-૪
પ૯
આપ્તવાણી-૪
- દાદાશ્રી : જયારથી નક્કી કર્યું કે કાઢવા છે ત્યારથી એ નીકળવા માંડે. બહુ ગાઢ હોય તેને રોજ બબ્બે કલાક ખોદીએ તો એ ખલાસ થાય. આત્મા પ્રાપ્ત થયા પછી પુરુષાર્થ ધર્મ પ્રાપ્ત થયો કહેવાય અને પુરુષાર્થ ધર્મ પરાક્રમ સુધી પહોંચી શકે, જે ગમે તેવી અટકણને ઉખાડી ફેંકી શકે. પણ એક વાર જાણવું પડે કે આ કારણથી આ ઊભું થયું છે, પછી એના પ્રતિક્રમણ કરવાં.
ઘરમાંથી બધાના એકબીજા માટેના અભિપ્રાય નીકળી જાય તો કેવું સ્વર્ગ જેવું ઘર થઇ જાય !
પ્રશ્નકર્તા : આપણને કોઇના માટે અમુક અભિપ્રાય હોય કે આની પ્રકૃતિ આવી જ છે, એટલે મનમાં એમ રહે કે આને કહીશું નહીં તો ઠેકાણે નહીં રહે.
દાદાશ્રી : જયાં સુધી મહીં અભિપ્રાય નહીં તૂટે કે સામાને ટૈડકાવ્યા વગર ચાલે તેમ નથી, ત્યાં સુધી સામા કોઇ જોડે કંઈક થયું તો એ ટૈડકાવ્યા વગર નહીં રહે, પાછલા “રીએકશન’ તો આવવાનાં જ. આપણે નક્કી કરીએ કે અભિપ્રાય છોડવો છે, તોય થોડો વખત પાછલા રીએકશન’ રહેવાનાં, સામાનેય રહે ને આપણનેય રહે.
પ્રશ્નકર્તા : અભિપ્રાય વારે ઘડીએ મૂંઝવે છે.
દાદાશ્રી : એ અભિપ્રાયનો અભિપ્રાય રાખવો ના જોઇએ, એવા ઉપાય કરવાના.
પ્રશ્નકર્તા : અભિપ્રાય કોણ કરે છે ?
દાદાશ્રી : એ કેરી અહીં આવી, તે આપણી પ્રકૃતિ પ્રમાણે ઇન્દ્રિયોને તે ગમે. પણ ઇન્દ્રિયોને એવું નથી કે એને માટે સારો કે ખોટો અભિપ્રાય બાંધવો, એ એનો સ્વભાવ નથી. લોકસંજ્ઞા આમાં બહુ કામ કરે છે, તે લોકોએ માનેલું પોતે ‘બીલિફમાં બાંધે છે કે આ સારું ને આ ખરાબ. પછી બુદ્ધિ નક્કી કરે છે અને કામ કરે છે. ‘જ્ઞાની’ની સંજ્ઞાથી લોકસંજ્ઞા ઊડી જાય એટલે એમાંથી છુટાય.
- કોઇના માટે સહેજ પણ અવળો કે સવળો વિચાર આવે કે તરત તેને ધોઇ નાખવો. એ વિચાર જો, થોડીક જ વાર જો રહેને તો એ સામાને પહોંચી જાય, અને પછી ઊગે. ચાર કલાકે, બાર કલાકે કે બે દહાડેય એને ઊગે. માટે સ્પંદનનું વહેણ એ બાજુ ના જતું રહેવું જોઇએ.
પ્રશ્નકર્તા : એના માટે આપણે શું કરવું ?
દાદાશ્રી : પ્રતિક્રમણ કરી ભૂંસી નાખવું તરત જ. પ્રતિક્રમણ ના થાય તો ‘દાદા'ને યાદ કરીને કે તમારા ઇષ્ટદેવને યાદ કરીને ટૂંકામાં કહી દેવું કે, “આ વિચાર આવે છે તે બરોબર નથી, તે મારા નથી.'
સામાં પરનો અભિપ્રાય આપણો તૂટ્યો કે આપણે એની જોડે ખુશી થઇને વાત કરીએ એટલે પછી એય ખુશ થાય. બાકી એને અભિપ્રાય સહિત જુઓ, એના દોષ જુઓ, તો આપણા મનની છાયા એના મન પર પડે. પછી એ આવે તોય આપણને ગમે નહીં, એ ફોટો તરત જ એની મહીં પડે.
અભિપ્રાય બદલવા શું કરવું પડે ? ચોર હોય તો મનમાં તેને ‘શાહુકાર, શાહુકાર’ કહીએ. ‘આ સારા માણસ છે, શુદ્ધાત્મા છે, આપણો જ ખોટો અભિપ્રાય બેઠો છે.” એવું મહીં ફેરવીએ.
કેટલીક વાણી બગડી ગઇ છે તે અભિપ્રાયોને લીધે, તેને લીધે તંતીલી વાણી નીકળે. તંતીલું બોલે એટલે સામોય તંતે ચઢે.
કોઇની પર શંકા ના પડવી જોઇએ. શંકા પડવી, એ બધા અભિપ્રાયો પડેલા તેનું પરિણામ છે.
જુઓને આજના છોકરા આટલા લાંબા વાળ રાખે છે, તે શાથી ? એમના અભિપ્રાયમાં છે કે આ સારું દેખાય છે, અને આ ભાઇને લાંબા વાળ રાખવાનું કહીએ તો ? એમને એ ખરાબ દેખાય. આ અભિપ્રાયોનું જ સામ્રાજ્ય છે. બુદ્ધિએ જેમાં સુખ માન્યું તેના અભિપ્રાય છે. અભિપ્રાય બુદ્ધિના આશયને આધીન છે.
કોઇ આપણને દગો કરી ગયો હોય એ આપણે સંભારવાનો ના