________________
(૫)
અભિપ્રાય
અભિપ્રાયોનો અંધાપો
કોઇ તીનપત્તીવાળો અહીં આવ્યો હોય અને તમારો તેના પર અભિપ્રાય બેસી ગયો હોય કે ‘આ તીનપત્તીવાળો છે’ તો એ અહીં બેઠો હોય તેટલી વાર તમને મહીં ખૂંચ્યા કરે. બીજા કોઇને ના ખૂંચે, તેનું કારણ શું ?
પ્રશ્નકર્તા : બીજા જાણતા નથી કે આ તીનપત્તીવાળો છે' માટે.
દાદાશ્રી : બીજા જાણે છે, પણ અભિપ્રાય બેસાડતા નથી અને તમને અભિપ્રાય બેઠેલો તેથી ખૂંચે. તે અભિપ્રાય આપણે છોડી નાખવા જોઇએ. આ અભિપ્રાય આપણે જ બાંધ્યા માટે એ આપણી જ ભૂલ છે, તેથી એ ખૂંચે છે. સામો એમ નથી કહેતો કે મારે માટે અભિપ્રાય બાંધો. આપણને ખૂંચે એ તો આપણી જ ભૂલનું પરિણામ છે.
પ્રશ્નકર્તા : કોઇ વસ્તુને જાણ્યા સિવાય એનો મત બાંધવો એનું નામ ‘પ્રેજ્યુડીસ’?
દાદાશ્રી : ના, એવું નથી. આ ભાઇ કાયમ દાન આપે છે અને
આપ્તવાણી-૪
આજેય તે દાન આપશે એવું માનવું એ ‘પ્રેજ્યુડીસ’ છે. કોઇ માણસ રોજ આપણને લપકા કરી જતો હોય ને આજે જમવા બોલાવવા આવ્યો હોય તોય એને દેખતાં જ વિચાર આવે કે આ લપકા કરશે, તે ‘પ્રેજ્યુડીસ’. આ ‘પ્રેજ્યુડીસ’ને લઇને સંસાર ઊભો રહ્યો છે. પહેલાંનું ‘જજમેન્ટ’ છોડી દો, એ તો બદલાયા જ કરે છે. ચોર ચોરી આપણા દેખતાં કરે તોય તેના પર પૂર્વગ્રહ ના રાખશો, કાલે એ શાહુકારેય થઇ જાય. અમને એક ક્ષણવાર પૂર્વગ્રહ ના હોય.
અભિપ્રાય તે ઇન્દ્રિયો !
૫૮
આ કેરી બહુ સ્વાદિષ્ટ હોય તો ઇન્દ્રિયો તો એને ‘એક્સેપ્ટ’ કરે જ. એ સામી આવે એટલે ઝટપટ ખાવા માંડે, પણ ખાધા પછી કેરી સાંભરે છે તે શાથી ? તો કે' એણે અભિપ્રાય બાંધેલા કે ‘કેરી બહુ સારી છે.' ઇન્દ્રિયો કંઇ સંભારતી નથી, એ તો બિચારી મૂકો ત્યારે ખાઇ લે. આપણા અભિપ્રાય આપણને રાગદ્વેષ કરાવે છે. અભિપ્રાય છૂટે તો સહજ
થાય.
અભિપ્રાય બંધાયો કે રાગદ્વેષ થાય. જયાં અભિપ્રાય નથી ત્યાં રાગદ્વેષ નથી.
અભિપ્રાયમાંથી અટકણ !
પ્રશ્નકર્તા : અભિપ્રાય બંધાઇ ગયા અને છૂટે નહીં તો શું થાય ?
દાદાશ્રી : જે વસ્તુ પર અભિપ્રાય જબરજસ્ત બેસી જાય એટલે એને ત્યાં અટકણ થઇ જ જાય. અભિપ્રાય બધે વહેંચાયેલા હોય તો કાઢવા સહેલા પડે, પણ અટકણ જેવું હોય તો કાઢવું મુશ્કેલ. એ બહુ ભારે રોગ છે. વિષયો રાગદ્વેષવાળા નથી, અભિપ્રાયની માન્યતા એ જ રાગદ્વેષ છે.
અભિપ્રાય કેવી રીતે છૂટે ?!
પ્રશ્નકર્તા : ગાઢ અભિપ્રાય કાઢવા કેવી રીતે ?