________________
આપ્તવાણી-૪
૪૯
પ0
આપ્તવાણી-૪
છે તેની ખબર પડતી નથી, ત્યાં પુરુષાર્થ તે ઘડીએ અંદર સૂક્ષ્મ રીતે ચાલુ જ રહે છે. એ ‘કોઝિઝ' છે ને આ બધી ઇફેકટ્સ છે. ‘ઇફેકટ્સ’ એ બધી જ પ્રારબ્ધ છે. તમે અહીં આવ્યા તે પ્રારબ્ધ, આ પૂછયું તે પ્રારબ્ધ, આ સાંભળો છો તે પ્રારબ્ધ, ને પુરુષાર્થ તો અંદર થઈ રહ્યો છે. એટલે જન્મથી મરણ સુધી બધું જ ફરજિયાત છે. જે ફરજિયાત છે એ બધું પ્રારબ્ધ છે. એટલે પૈણ્યા વગર છૂટકો ના થાય, રાંડયા વગર છૂટકો ના થાય, ભણ્યા વગર છૂટકો ના થાય, નોકરી-ધંધા વગર છૂટકો નથી. કોઇ ન્યાયથી વેપાર કરે તો ઊંધો ચાલે ને અન્યાયથી કરે તો સારો ચાલે, એ બધું જ પ્રારબ્ધ છે. સ્થૂળ ભાગ બધો જ પ્રારબ્ધ છે અને સૂક્ષ્મ ભાગ છે તે પુરુષાર્થ
છે.
પ્રશ્નકર્તા : જે ભાગ્ય હોય તે બદલાયા કરે કે તેનું તે જ રહે ? કર્મો સારાં થાય તો ભાગ્ય બદલાય ખરું કે ?
દાદાશ્રી : સારા કર્મો કર્યાથી જે બદલાયેલું દેખવામાં લાગે છે કે આવું કર્યું તો આમ બચી ગયા, તે ખરેખર તો તેવું ભાગ્યમાં હતું તેથી તેમ થયું, એમ ને એમ નહીં. એટલે આ બધું પ્રારબ્ધ જ છે, એ બદલાય નહીં.
પ્રશ્નકર્તા : મનુષ્યો ઊંચાં કર્મો કરે તોય એને દુઃખ હોય તે ભોગવવું તો પડેને ?
દાદાશ્રી : ઊંચાં કર્મો હોય તોય દુઃખ ના ભોગવે તો જાય ક્યાં ? દુ:ખ તો બધાં ભોગવવાનાં જ છે. શાતા વેદનીય ને અશાતા વેદનીય બેઉ હોય ! છોડી પૈણે ત્યારે શાતા વેદનીય હોય, પછી પૈણી રહ્યા પછી જમાઈ પૈસા માગવા આવે તે ઘડીએ અશાતા વેદનીય ઉત્પન્ન થાય. બહારની શાતા અશાતા ‘વ્યવસ્થિત'ને આધીન છે અને અંદરની શાતા રહે એ પુરુષાર્થ છે.
ક્રમિકમાર્ગ, ભ્રાંત પુરુષાર્થોધીત !
છતાં આપણે આપણી સત્તા માનીએ એ પુરુષાર્થ છે. મેં આમ કર્યું, તેમ કર્યું. કર્તા નથી, છતાં આરોપિત ભાવ રાખે તે બધો પુરુષાર્થ, એ ભ્રાંત પુરુષાર્થ કહેવાય. અને “હું કર્તા નથી' એવું ભાન થયું ત્યારથી ભ્રાંત પુરુષાર્થ બંધ થઈ જાય અને પછી મોક્ષનો પુરુષાર્થ ચાલુ થાય.
પ્રશ્નકર્તા : ‘હું કર્તા નથી' એ જાતનો ભાવ આવે, એય પાછું ભાગ્યમાં હોય તો થાય ને ?
દાદાશ્રી : એ ભાગ્યમાં હોય તો જ થાય. છતાં ભાગ્યનું જ છે, એમ બોલે તો ચાલે નહીં. આત્મા પ્રાપ્ત થયા પછી યથાર્થ પુરુષાર્થ ચાલુ થાય છે. નહીં તો બ્રાંત પુરુષાર્થ તો છે જ ને ? ભ્રાંતિનો ભ્રાંત પુરુષાર્થ ચાલુ હોય અને જ્ઞાનનો જ્ઞાન પુરુષાર્થ ચાલું હોય. જ્ઞાન પુરુષાર્થ મોક્ષ લઈ જાય અને બ્રાંત પુરુષાર્થ અહીં સંસારમાં ભટકાવે.
પ્રશ્નકર્તા : પ્રયત્ન, પ્રારબ્ધ અને પુરુષાર્થ આ ત્રણેય એક જ છે?
દાદાશ્રી : પ્રારબ્ધ અને પ્રયત્ન તો એક જ વસ્તુ છે. બેઉ એકજ મા-બાપનાં છોકરાં છે. અને ખરો પુરુષાર્થ તો કોને કહેવાય ? ભેળ ના હોય તેને. એ નિર્ભેળ હોય. ખરા પુરુષાર્થમાં કોઇનું અવલંબન ના જોઇએ. એ તો જ્યારે કરવો હોય ત્યારે થાય. અને આ સંસારનો કહેવાતો પુરુષાર્થ તો પગ સાજા હોય તો સ્ટેશને જવાય. માથું ભારે ના હોય તો પાંસરું હૈડે આગળ, એટલે પરાધીન કહેવાય આ બધું. સાપેક્ષ, અપેક્ષાવાળું કહેવાય. ને પુરુષાર્થ નિરપેક્ષ હોય. યથાર્થ પુરુષાર્થમાં આવી ગયો તો તો બધી વાતનો ઉકેલ આવી જાય.
પ્રશ્નકર્તા ઃ હું ક્રમિકમાર્ગમાં હતો, આજે અક્રમમાર્ગમાં મારું ધ્યાન વળી ગયું. તો એ મારો પુરુષાર્થ માનવો કે ભાગ્યોદય માનવો ?
દાદાશ્રી : એ તમારો પુણ્યનો ઉદય કહેવાય. ભાગ્યનો ઉદય તમને અહીં તેડી લાવ્યું. પછી અમે તમને જ્ઞાન આપ્યું. એટલે તમે પુરુષ થયા, ને પુરુષ થયા પછી પુરુષાર્થ શરૂ થયો. જ્યાં સુધી હું કરું છું ત્યાં સુધી પુરુષાર્થ ના કહેવાય. આત્માનું જ્ઞાન થયું એટલે આત્મા “જોવા-જાણવાનું શીખ્યો. “આપણે” “જ્ઞાતા’ અને ‘ચંદુલાલ’ ‘ય’, એટલું જાણ્યું ત્યારથી
પ્રારબ્ધ એટલે શું ? આપણા હાથની સત્તા નથી. એ પરસત્તા છે,